માઇલ સ્ટોન કલર: રોડ પર લગાવેલા માઇલ સ્ટોન ના કલર કેમ અલગ અલગ હોય છે ? જાણવા જેવી રોચક માહિતી

अपने दोस्तों के साथ शेयर करें

માઇલ સ્ટોન કલર : જ્યારે પણ તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ અથવા શહેરના માર્ગ પરથી પસાર થતા હોય ત્યારે આપણે જોઇએ છીએ કે રસ્તાની બાજુમા એક પથ્થર મૂકવામા આવ્યો હોય છે અને તે પથ્થરના ઉપરના ભાગનો રંગ લાલ, લીલો, પીળો અથવા કાળો હોય છે અને નીચેનો રંગ સફેદ હોય છે. શહેરનુ નામ, અંતર અને અન્ય માહિતી રસ્તાની બાજુમા રાખેલ આ પથ્થરો ઉપર લખેલ જોવા મળે છે. આ પથ્થરને મિલ સ્ટોન, માઇલ સ્ટોન અથવા સંગમિલ કહેવામા આવે છે. માઇલ સ્ટોન કલર કોડ વિશે આજે આપણે જાણીશુ.

માઇલ સ્ટોન કલર કોડ

શુ ક્યારેય વિચાર્યું છે કે રસ્તાના કિનારા પર આ રંગીન પથ્થરો કેમ છે? અને તેનો ઉપયોગ કરવાનો ખરેખર અર્થ શું છે? આવા અનેક પ્રશ્નો આપણા મગજમા ઘણી વાર આવતા હોય છે. પરંતુ તમને સાચી માહિતી આ બાબતે મળશે નહીં. તો ચાલો જાણીએ આ માઇલ સ્ટોન પથ્થર શા માટે અલગ અલગ કલરના હોય છે.

આ પણ વાંચો: ઉનાળાની લૂ થી બચવા શુંં કરવુ ? શું ન કરવુ ?

માઇલ સ્ટોન કલર

માઇલ સ્ટોન કલર ની વાત કરીએ તો માઇલ સ્ટોન પથ્થર પીળા, લીલા, લીલા અને કાળા રંગ ના જોવા મળે છે.

માઇલ સ્ટોન પીળો રંગ

જો તમે જે રોડ પર જઈ રહ્યા છો તે રોડના કિનારે માઈલ સ્ટોન પથ્થર નો ઉપરનો ભાગ પીળો હોય અને નીચેનો ભાગ સફેદ રંગનો હોય તો સમજી લો કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. આ રંગીન માઇલ સ્ટોનનો અર્થ એ પણ છે કે આ રસ્તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામા આવ્યો છે અને આ રસ્તાનુ સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામા આવે છે.

यह भी पढे:  Rules Change 1st April: 1 એપ્રીલથી બદલાઇ જશે આટલા નિયમો, જાણો તમારા પર શું અસર પડશે ?

માઇલ સ્ટોન લીલો રંગ

જે રોડ પર તમે માઈલ સ્ટોનનો ઉપરનો ભાગ લીલો અને નીચેનો ભાગ સફેદ રંગનો હોય તો સમજી જાવ કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરથી નહી પરંતુ રાજ્ય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. આ રસ્તાનુ સંચાલન કેન્દ્ર સરકાર કરતુ નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરવામા આવે છે. જો રસ્તો તૂટી જાય તો તેને સુધારવાનુ કામ રાજ્ય સરકાર કરે છે.

આ પણ વાંચો: ગુંદાનુ અથાણુ બનાવવાની રેસિપી

માઇલ સ્ટોન કાળો રંગ

માઇલ સ્ટોનનો ઉપરનો ભાગ કાળા રંગનો અને નીચેનો ભાગ સફેદ રંગનો હોય તો તેનો અર્થ થાય છે કે તમે મોટા શહેર અથવા જિલ્લાના માર્ગ પર મુસાફરી કરી રહ્યા છો. અન્ય રસ્તાઓની જેમ આ રસ્તા બનાવવાની ની અને મરામત કરાવવાની જવાબદારી પણ જિલ્લા પર હોય છે.

માઇલ સ્ટોન લાલ રંગ

જો તમને કોઇ રસ્તા પર લાલ રંગનો માઈલ સ્ટોન દેખાય તો પછી સમજો કે તમે ગામડાના રસ્તા પર છો. આપને જણાવી દઈએ કે આ માર્ગ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના (પીએમજીએસવાય) હેઠળ બનાવવામા આવ્યો હોય છે અને આ રસ્તાની જવાબદારી જિલ્લાની છે. દેશમા પ્રથમ વખત પીએમજીએસવાય યોજના ૨૫ ડિસેમ્બર 2000 ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામા આવી હતી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
માઇલ સ્ટોન કલર
માઇલ સ્ટોન કલર

માઇલ સ્ટોન કલર પીળો રંગ કયા રસ્તા પર હોય છે ?

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

માઇલ સ્ટોન કલર લીલો રંગ નો કયા રસ્તા પર હોય છે ?

રાજ્ય ધોરીમાર્ગ


अपने दोस्तों के साथ शेयर करें

3 thoughts on “માઇલ સ્ટોન કલર: રોડ પર લગાવેલા માઇલ સ્ટોન ના કલર કેમ અલગ અલગ હોય છે ? જાણવા જેવી રોચક માહિતી”

Leave a Comment

error: Content is protected !!