વિક્રમ સારાભાઇ વિકાસ શિષ્યવૃતિ યોજના: ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થીને 4 વર્ષ મા મળશે રૂ.1 લાખ શિષ્યવૃતિ, ફોર્મ ભરવાની છેલ્લી તા. 12-1-2024

વિક્રમ સારાભાઇ વિકાસ શિષ્યવૃતિ યોજના: https://www.prl.res.in/Vikas: PRL VIKAS sHISHYVRUTI: વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ પી આર એલ ના આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં “વિકાસ” શિષ્યવૃત્તિઓની સ્થાપના કરવામાં આવેલ છે. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થિની હોવા જોઈએ. અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી તારીખ 12 જાન્યુઆરી 2024 સુધીમાં કરવાની રહેશે. વધુ જાણકારી માટે https://www.prl.res.in/Vikas વેબસાઈટ જોવા વિનંતી.

વિક્રમ સારાભાઇ વિકાસ શિષ્યવૃતિ યોજના

  • PRL VIKAS sHISHYVRUTI વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા અને ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે જ છે.
  • આ યોજનામા શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 50 ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે.
  • આ યોજના માટે અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોય.
  • PRL VIKAS sHISHYVRUTI અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/-સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે.

PRL VIKAS SHISHYVRUTI

પાત્રતા, નિયમો અને શરતો:

  • આ શિષ્યવૃતિ માટે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અરજી કરી શકસે.
  • વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7 માં તેમણે મેળવેલ ગુણ, તેમની કુટુંબની કુલ વાર્ષિક આવક અને સ્ક્રિનિંગ કસોટી, જે પીઆરએલ દ્વારા લેવામાં આવનાર છે, તેમાં મેળવેલ ગુણ પર આધારિત કરવામા આવશે.
  • અરજદારે શાળાના આચાર્યનુ લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.
  • વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે કેમ
  • શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તે બોર્ડનુ નામ.
  • શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક દર્શાવવાના રહેશે.
  • શાળા સરકારી/ અર્ધસરકારી/ ટ્રસ્ટ દ્વારા સંચાલિત / સ્વ-ધિરાણ (સેલ્ફ -ફાઇનાન્સ) છે તેની વિગતો.
  • શાળાનું અભ્યાસનુ માધ્યમ.
  • શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે કેમ
  • આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે વિદ્યાર્થીએ આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક સ્પષ્ટ દર્શાવેલી હોય. આ દાખલો નીચે દર્શાવેલા અધિકારીઓમાંથી કોઇ એક દ્વારા આપેલો હોવો જોઇએ.
  • પી.આર.એલ. શિષ્યવૃત્તિ માટે પસંદગી પામેલ વિદ્યાર્થીઓ દ્વારા અરજી સાથે આપેલા પુરાવાઓની ચકાસણી કરશે અને જો કોઈ વિગતો ખોટી જણાશે અથવા જરૂરી માહિતી જાણી જોઇ ને છૂપાવવામા આવી હશે તો તો તે ઉમેદવાર માટે શિષ્યવૃત્તિનો પુરસ્કાર પાછો ખેંચી લેવામાં આવશે.
  • વિદ્યાર્થીને દર વર્ષે શિષ્યવૃતિ આપવામા આવશે વિદ્યાર્થી પછીના વર્ષમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે.
  • વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના સમયગાળા દરમિયાન દરેક શૈક્ષણિક વર્ષના અંતે પરીણામ ની નકલ અને તેમનો અભ્યાસ ચાલુ છે તે બાબતનુ પ્રમાણપત્ર જમા કરાવવાનુ રહેશે.
  • વિદ્યાર્થીને ધોરણ 10 પછી તો જ શિષ્યવ્રુતિ આપવામા આવશે જો તે ધોરણ 11 મા વિજ્ઞાન પ્રવાહમા પ્રવેશ મેળવે છે.
  • આ યોજના અંતર્ગત શિષ્યવૃતિ મેળવનાર વિદ્યાર્થી અન્ય કોઇ યોજના અંતર્ગત શિષ્યવૃતિ મેળવતો ન હોવો જોઇએ.
  • કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.
  • શિષ્યવૃત્તિ સંબંધી કોઇપણ નિયમો, પસંદગી પ્રક્રિયા કે શરતો માં પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પી.આર.એલ. સ્વતંત્ર છે.

અગત્યની તારીખો

  • ઓનલાઇન અરજી કરવા માટે છેલ્લી તારીખ: 12 જાન્યુઆરી 2024
  • પસંદગી પરીક્ષા તારીખ: 21 જાન્યુઆરી 2024

અગત્યની લીંક

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

19 thoughts on “વિક્રમ સારાભાઇ વિકાસ શિષ્યવૃતિ યોજના: ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થીને 4 વર્ષ મા મળશે રૂ.1 લાખ શિષ્યવૃતિ, ફોર્મ ભરવાની છેલ્લી તા. 12-1-2024”

Leave a Comment

error: Content is protected !!