Gujarat Budget 2024: ગુજરાત બજેટ 2024: ગુજરાત વિધાનસભા મા નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. આ 2024-25નું રજુ થયેલુ બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. આ બજેટ 3.32 લાખ કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિની સુવિધાઓ વિશેષ ભાર મૂકવામા આવ્યો છે. રાજ્યની પ્રજા માટે સરકારે ખજાનાનો ભંડાર ખોલ્યો છે. યુવાનો, મહિલાઓ અને ખેડૂતો મા આ બજેટમાં વિશેષ જોગવાઇઓ કરવામા આવી છે.
Gujarat Budget 2024
ગુજરાત સરકારના 2024-25 માટે રજુ થયેલા આ બજેટની મુખ્ય બાબતો નીચે મુજબ છે.
- આ બજેટ સંપૂર્ણ પેપરલેસ હશે. કારણ કે ગુજરાત વિધાનસભા મા હવે પેપરલેસ કામગીરી થાય છે.
- વિકસિત ભારત@2047 નો રોડમેપ દર્શાવતુ આ બજેટ રજુ કરવામા આવ્યુ છે.
- બજેટમા ૨૫ થી ૬૦ વર્ષના પત્રકારો માટે સામુહિક જૂથ વિમા યોજના ની જાહેરાત કરવામા આવી છે.
- વન અને પર્યાવરણ વિભાગ માટે 2586 કરોડની જોગવાઈ કરવામા આવી છે.
- આ બજેટમા સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા 993 કરોડની જોગવાઈ કરવામા આવી છે.
- જનરક્ષક નામની યોજના શરૂ કરવામા આવશે. જેમા ઇમરજન્સી નંબર 112 ડાયલ કરવાથી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચશે.
- ગુજરાતમાં નવી આઠ મહાનગરપાલિકા બનશે. 8 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાની થશે દરખાસ્ત
- નવસારી, ગાંધીધામ, મોરબી સુરેન્દ્રનગર, વઢવાણ ,વાપી આણંદ અને મહેસાણા ભવિષ્યમાં મહાનગરમાં ફેરવાશે
- સરદાર સરોવર યોજના માટે મન મૂકીને બજેટ ફાળવવામા આવ્યુ.
- ટ્રાફીક પોલીસની નવી 1000 જગ્યા ઉભી કરાશે.
- વડાપ્રધાનના નામથી યોજનાઓ શરૂ થશે, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી યોજના
- શિક્ષણ વિભાગ માટે કુલ 55114 કરોડની જોગવાઈ કરવામા આવી.
- ૨૦૦૦ કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ ૨.૦ અમલી કરવામાં આવનાર છે.
- શાળાઓમા 65,000 થી વધુ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે અને હજુ 45000 સ્માર્ટ ક્લાસ બનાવવામા આવશે.
- ૧૫૦૦૦ શાળાઓમા 2 લાખ કમ્પ્યુટર આપવામા આવશે.
- નમો લક્ષ્મી યોજના: આ બજેટમા નવી સરકારી યોજના શરૂ કરવાની જાહેરાત કરવામા આવી છે. જે અન્વયે સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અને પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક ₹૧૦ હજાર તેમજ ધોરણ-૧૧ અને ૧૨ માટે વાર્ષિક ₹૧૫ હજારની સહાય આપવામાં આવશે. ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ₹૫૦ હજારની સહાય મળવાપાત્ર થશે.
- નમો શ્રી યોજના: આ બજેટમા નમો શ્રી યોજ્ના ની જાહેરાત કરવામા આવી છે. આ યોજના અંતર્ગત SC, ST. NFSA. PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ₹૧૨ હજારની સહાય આપવામાં આવનાર છે.
- પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, નંબર એક જ: 112. ગુજરાતનાં બજેટમાં કરવામા આવી જાહેરાત
- રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે, કુલ લંબાઈ 38.2 કિલોમીટર થશે
- શાળાઓમા 45000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામા આવશે.
- અમદાવાદ અને સુરત મા બનશે અદ્યતન હોસ્પીટલ
અગત્યની લીંક
| ગુજરાત બજેટ PDF | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
