2000 નોટબંંધી: આટલા સરળ મુદ્દામા સમજો 2000 ની નોટનુ શું કરશો, ક્યા જમા કરાવવી; ક્યા સુધીમા જમા કરાવવી

2000 નોટબંંધી: 2000 Currency Notes: ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર જારી કરી જાહેરાત કરી છે કે તે હવે 2000 ની નોટ નુ સર્કયુલેશન બંધ કરશે. જો કે લોકોએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. 2000 ની નોટ ચલણમા માન્ય જ રહેશે. ત્યારે આ 2000 નોટબંંધી અંગે ઘણી અફવાઓ ફેલાઇ રહિ છે. ચાલો જાણીએ કે આ 2000 ની નોટસ કઇ રીતે બદલવી ? ક્યા જમા કરાવવી ? ક્યા સુધી માન્ય રહેશે ?

2000 નોટબંંધી

વર્ષ 2016 મા 500 અને 1000 ની નોટબંધી બાદ RBI દ્વારા 2000 Currency Notes ચલણમા લાવવામા આવી હતી. અત્યારે 2000 ની નોટ ચલણમા સૌથી મોટી નોટ છે. ત્યારે સંગ્રહખોરી જેવા કારણોસર ભારતીય રિઝર્વ બેંકે એક સર્કયુલર બહાર પાડી આ 2000 નોટબંંધી અંગે જાહેરાત કરવામા આવી છે. તેમા બેંકોને હવે 2000 ની નોટ સર્કયુલર ન કરવા સલાહ આપવામા આવી છે. 6 વર્ષ બાદ 2000 પરત ખેંચવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

આ પણ વાંચો: કેરીના ભાવ: કેરીની આવકથી માર્કેટ ઉભરાયુ, જાણો કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ

કયા નોટ બદલવી ?

2000 Currency Notes બદલવા માટે તમે કોઇ પણ બેંકમા જઇ શકો છો. બેંકની કોઇ પણ બ્રાંચમા તારીખ 23 મે થી 2000 ની નોટ બદલી શકાય છે. આ ઉપરાંત RBI ની 19 બ્રાંચ મા પણ આ નોટ બદલી શકાસે. એક વખતમા 2000 ની 10 નોટ એટલે કે રૂ.20000 બદલી શકાસે. આ નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધીમા બેંકમા જમા કરાવવાની અથવા બદલવાની રહેશે.

2000 ની નોટ હોય તો શું કરવુ ?

જો તમારી પાસે 2000 ની નોટ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ નોટ ચલણમા માન્ય જ રહેશે. 30 સપ્ટેમ્બર સુધીમા આ નોટ બેંકમા જમા કરાવવાની રહેશે અથવા બદલવાની રહેશે. કારણ કે આ 2000 ની નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે, એટલે કે આ નોટને તબક્કાવાર રીતે ચલણમા થી બહાર કાઢવામાં આવશે. જો તમે અત્યારે માર્કેટમાં જશો 2000 ની નોટ થી લેવડ-દેવડ કરી શકશો, પરંતુ એ સાચું છે કે જો તમારી પાસે આ નોટો હોય તો તેને આરામથી બેંકમાં પરત કરો અને તેના બદલે બીજી નોટો લઈ લો.

આ પણ વાંચો: How To Unlock Phone: શું ફોનનો પાસવર્ડ યાદ નથી, આ રીતે કરો ચપટી વગાડતા જ અનલોક

નોટ બદલવા મળશે પુરો સમય

2000 ની આ નોટો બદલવા માટે લોકોને પૂરો સમય મળશે.
30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક ની શાખામાં 2000 Currency Notes બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં આ નોટ બદલી અથવા જમા કરાવી શકાશે. એક સમયે 20000 રૂપિયા બદલી શકો અથવા બેંકમાં જમા કરાવી શકો છો. RBI ની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે. તમને જણાવી દઈએ કે, RBIએ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી પરત ખેંચવામા આવશે.

2016 ની નોટબંધી કરતા કેટલી અલગ છે ?

2016માં રૂ 500 અને 1000 ની નોટબંધી બાદ અરાજકતા સર્જાઈ હતી
નવેમ્બર 2016 માં નોટબંધી પછી આગામી કેટલાક મહિનાઓ સુધી દેશમાં ઘણી અરાજકતા સર્જાઇ હતી. જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા લોકોને બેંકોમાં આખો દિવસ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. નોટબંધીની જાહેરાત બાદ આવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા હતા કે જેમાં ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ નોટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે કરોડોની રકમ ક્યાક નદીમાં તો ક્યાક કચરામાં જોવા મળી હતી. પરંતુ આ વખતે 2 હજારની નોટ ચલણમાંથી બહાર નહીં કરાતાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ચલણમા તો આ 2000 ની નોટ ચાલુ જ રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
2000 નોટબંંધી
2000 નોટબંંધી

FaQ’s

2000 ની નોટ ચલણમા ચાલુ રહેશે ?

હા, 2000 ની નોટ ચલણમા ચાલુ જ છે અને તેનાથી તમે કોઇ પણ વ્યવહાર કરી શકો છો.

2000 ની નોટ ક્યારથી બદલી શકાસે ?

23 મે થી

2000 ની નોટ ક્યા સુધી બેંંકોમા બદલી શકાસે ?

30 સપ્ટેમબર 2023

2000 Currency Notes ક્યા બદલી શકાસે ?

બેંકોની કોઇ પણ શાખામા આવી નોટ બદલી શકાસે.

Leave a Comment

error: Content is protected !!