Rules Change 1 Janyuary: 2023 નુ વર્ષ પુરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 2024 ના વર્ષ ના આગમન ની તૈયારીઓ થઇ રહી છે. 1 જાન્યુઆરી થી નવુ વર્ષ શરૂ થશે. પરંતુ નવુ વર્ષ શરૂ થતાની સાથે જ ઘણા નિયમો મા ફેરફાર થશે. જેની સીધી અસર તમારા બજેટ પર થનાર છે. ચાલો જાણીએ નવા વર્ષ થી કેટલા નિયમો મા ફેરફાર થશે અને તેની તમારા પર શું અસર થશે ?
Rules Change 1 Janyuary
નવા વર્ષ એટલે કે વર્ષ 2024ના આગમનને ગણતરીના કલાકો જ બાકી છે. નવા વર્ષને આવકારવા લોકો પાર્ટીની તૈયારીઓ કરી રહ્યા છે તો કેટલાક લોકો નવા વર્ષ માટે સંકલ્પો પણ કરશે. પરંતુ નવા વર્ષ થી કેટલાક એવા નિયમો બદલવાના છે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હકીકતમાં વર્ષ 2024 ની પહેલી તારીખથી જીએસટીના દર અને સિમ ખરીદવાના નિયમો થી માંડી કેટલાક સરકારી નિયમો મા ફેરફાર થવા જઈ રહ્યા છે. એવામાં ચાલો જાણીએ કે 1 જાન્યુઆરી, 2024 થી કયા નિયમોમાં ફેરફાર થનાર છે અને કયું કામ આ વર્ષે જ એટલે કે 2023 માં તરત જ પૂરુ કરી લેવુ જોઈએ.
- GST દરમાં ફેરફાર : નવા વર્ષના પહેલા દિવસથી GST ના રેટમા ફેરફાર થનાર છે. જે વસ્તુઓ અને સેવાઓ પર 8% GST છે તે વધીને 9% થશે. આ વધારો 1 જાન્યુઆરી, 2024 થી અમલમાં આવનાર છે અને વ્યવસાયોએ ફેરફાર ની અસર આપવા માટે તેમની સિસ્ટમ્સ તેમજ કિંમતો અપડેટ કરવાની જરૂર પડશે.
- બેંક લોકર નિયમો: 1 જાન્યુઆરી 2024થી બેંક લોકર કરાર ના નિયમો મા ફેરફાર કરવામા આવશે. RBI દ્વારા બેંક લોકર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2023 સુધી નિયત કરવામાં આવી છે. જે લોકર ધારકો આ એગ્રીમેન્ટ સાઇન કરવામા નિષ્ફળ જશે તેમનુ બેંક લોકર સીલ કરવામા આવશે. જે ગ્રાહકોએ બેંકમાં લોકર લીધેલ હોય તેમણે આ બાબતો નુ ચોક્કસપણે આ તરફ ધ્યાન આપવું જોઈએ.
- રોજગાર કાયદો: જાન્યુઆરી 2024માં રોજગાર કાયદામાં ઘણા ફેરફારો કરવામા આવ્યા છે. પાર્ટ-ટાઇમ કામદારો તેમજ અનિયમિત કલાકોની રજાની ગણતરી કરવા માટે એક નવી સીસ્ટમ ઉમેરવામાં આવી છે. આનો મતલબ એ છે કે જે કર્મચારીઓ અલગ-અલગ કલાક કામ કરે છે અથવા કર્મચારીઓ જેઓ વર્ષના અમુક ભાગો માટે નોકરી કરે છે તેઓ આ માટે વિકસાવેલી અલગ પદ્ધતિ હેઠળ તેમની રજા લઈ શકશે.
- સિમ કાર્ડ ખરીદવા માટેના નિયમો : નવા વર્ષમાં સિમ કાર્ડની ખરીદી અને વેચાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવનાર છે. હવેથી જે લોકો સિમ કાર્ડ વેચવા માંગતા હોય, તો તેઓએ પહેલા સરકારમાં આ માટે નોંધણી કરાવવી પડશે. તેઓએ કોને સિમ કાર્ડ વેચ્યા છે તે બાબતનો રેકોર્ડ પણ રાખવો પડશે. સીમ કાર્ડ ખરીદતી વખતે ગ્રાહક પોતાની ઓળખની માહિતી આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે.
- સિમ કાર્ડ માટે KYC નિયમ: 2024 થી સિમ કાર્ડ ખરીદતી વખતે KYC ઓનલાઈન સબમિટ કરાવવુ પડશે. આ માટે કોઈ પણ પ્રકારનું પેપર કેવાયસી ન કરવું જોઈએ. હવેથી સિમ કાર્ડ ખરીદવા માટે KYC કરાવવું હોય, તો તમારે ફક્ત e-KYC જ કરાવવું પડશે.
- મફત આધાર અપડેટ: જો તમે આધાર કાર્ડમાં કોઈપણ માહિતી મફતમાં અપડેત કરાવવા માંગતા હોય, તો તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 રાખવામા આવી છે. જો તમે 1 જાન્યુઆરી, 2024 થી આધાર કાર્ડમાં કોઈ ફેરફાર અથવા અપડેટ કરવા માંગો છો, તો તમારે તેના માટે 50 રૂપિયાની ફી ચૂકવવાની જરૂર પડશે.
- સ્ટુડન્ટ વિઝા : હવેથી ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનો અભ્યાસનો કોર્સ પૂરો નહીં કરે ત્યાં સુધી તેઓ વર્ક રૂટ વિઝા પર સ્વિચ કરી શકાસે નહીં. આનો અર્થ એ છે કે નેધરલેન્ડ્સમાં કામ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરતા પહેલા તેમના વર્ક વિઝા માટે અરજી કરવી પડશે.
- કેનેડા જતા વિદ્યાર્થીઓનો ડબલ ખર્ચ: ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જતા હોય છે. એવામાં ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ એજ્યુકેશન લોન લે છે અને દેશની બહાર પોતાનો અભ્યાસ કરવા માટે જાય છે. જો કે વર્ષ 2024માં આ નિયમો મા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે જો વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માંગતા હોય તો તેમણે હવે ડબલ પૈસા ખર્ચવા પડશે કારણ કે 1 જાન્યુઆરીથી કેનેડાએ ભારત સહિત અન્ય ઘણા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ માટે તેની ફી બમણી કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
