કેસર કેરી: આપણે ઘણા બારમાસી ફળ જોયા હશે જે બારેમાસ મળતા હોય પરંતુ કેરી જ એક એવુ ફળ છે જે માત્ર ઉનાળા મા જ તમને જોવા મળશે. પરંતુ પોરબંદર મા ભરશિયાળે કેરીનુ આગમન થતા લોકોમા આશ્વર્ય સર્જાયુ હતુ. પોરબંદર માર્કેટ યાર્ડ મા કેસર કેરી ના 2 બોકસ એટલે કે 20 કિલો કેરી હરાજી માટે આવી હતી. ભર શિયાળે કેસર કેરી હરાજી માટે આવતા લોકોમા કુતૂહલ સર્જાયુ હતુ.
કેસર કેરી
જો તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો હવે ઉનાળાની રાહ જોવો નહી પડે. કેમ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડીની વચ્ચે લોકોની પ્રીય એવી ઉનાળુ કેસર કેરીનું આગમન થયુ હતુ. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારોમા થતી સ્થાનિક કેરીની પણ બજારમાં સારી ડીમાન્ડ રહે છે. આમ તો કેરી એ ઉનાળુ ફળ ગણવામા આવે છે અને ઉનાળામાં જ કેરી જોવા મળે છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણ ને લીધે ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળ્યુ હતુ.
આ પણ વાંચો: ઠંડીની આગાહિ: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગની કાતિલ ઠંડીની આગાહિ
મળ્યા ઉચા ભાવ
પોરબંદરના માર્કેટ યાર્ડ મા આજે કેસર કેરીના બોક્સ વેચાણ માટે આવ્યા હતા. આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપનીમાં બે બોક્સ કેસર કેરી એટલે કે, 20 કિલો કેસર કેરી આવી હતી, કેસર કેરીના આ 2 બોકસનુ 14 હજારના ઊંચા ભાવે વેચાણ થયું હતુ. આમ, એક કિલો કેરી ના 700 રૂપિયાના ઉંચા ભાવે વેચાણ કરવામાં આવ્યું હતુ. આટલા ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
પોરબંદર જિલ્લાના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, કાટવાણા અને આદિત્યાણા વિસ્તારોમાં કેરીનું ઘણુ ઉત્પાદન થાય છે. અહીંની કેસર કેરીનું ફળ મોટું અને સારી ગુણવત્તાનું હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી તેની બજારમા માંગ પણ સારી રહે છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના અંતમાં કેરીનું બજારમા આગમન થતુ હોય છે. પણ આ વખતે કેટલાક આંબામાં ભર શિયાળે કેરીના ફળ આવતા ખેડૂતો પણ આશ્ચર્ય સર્જાયુ હતુ. આગામી સમયમાં કેરીનો સારો પાક આવવાની ખેડૂતોને સારી આશા છે. કેરીની હરાજી કરનાર વેપારીએ જણાવ્યું હતું કે, આટલા વહેલા કેરીનું આગમન અગાઉ થયુ નથી અને તેના ભાવ ઐતિહાસિક છે.
આ કેસર કેરી વેચાણ માટે લાવનાર ખેડૂતે જણાવ્યું હતું કે, અમારા ફાર્મમાં આ વખતે 15 થી 20 જેટલા આંબામાં કેરી આવી છે, જેમાંથી 20 કિલો કેરી ઉતારી વેચાણ માટે આવી છે, જેના 14,000 રૂપિયા જેટલો ભાવ મળ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે આ આંબામા ગત ઉનાળામા કેરી આવી ન હતી, એટલા માટે અત્યારે આ આંબામાં કેરી આવી છે. આ સિવાયના બાકીના જે વૃક્ષો છે, તેમાં પણ કેરી આવવાનું શરૂ થયું છે. એક કેરી ના ફળનો વજન 500થી 600 ગ્રામ જેટલો જોવા મળ્યો હતો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
