માવઠુ નુકશાની સહાય: રાજયમા વેસ્ટર્ન ડીસ્ટટર્નબન્સ ને લીધે 2 દિવસ મોટાભાગના તાલુકાઓમા કમોસમી વરસાદ થયો હતો. રાજયના 230 જેટલા તાલુકાઓમા 1 ઇંચથી માંડી 2 ઇંચ સુધી કમોસમી વરસાદ માવઠુ થયુ હતુ. જેને લીધે ખેડૂતોને તૈયાર થયેલા પાકમા નુકશાની થવા પામી હતી. ત્યારે રાજયના ક્રુષિ મંત્રી રાઘવજી પટેલે નુકશાની વળતર સહાય આપવાની જાહેરાત કરી છે.
માવઠુ નુકશાની સહાય
રાજયમા કમોસમી વરસાદ થી થયેલ નુકશાની માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી નુકશાની સહાય આપવા માટે જાહેરાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે વાવાઝોડુ, પૂર, કમોસમી વરસાદ જેવી કુદરતી આપતિઓ વખતે રાજય સરકાર તરફથી SDRF ના ધોરણે નુકશાની સહાય ચૂકવવામા આવે છે. જે અંતર્ગત છેલ્લા 9 વર્ષ મા ખેડૂતોને કુલ 10700 કરોડ જેટલી સહાય ચૂકવવામા આવી છે.
- નુકશાની સહાય માટે ક્રુષિ મંત્રીની જાહેરાત
- 2 દિવસ મા થયો 236 તાલુકામા વરસાદ
- નુકશાની માટે શરૂ થયો સર્વે
- સર્વે બાદ ચૂકવાશે નુકશાની સહાય
રાજ્યમાં માવઠામાં થયેલી નુકસાનીને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા સહાય માટે જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતુ કે સર્વે થયા બાદ ખેડૂતોને સહાય ચૂકવવામા આવશે. સરકાર દ્વારા સર્વે કરવાની સૂચના આપવામા આવી છે. કમોસમી વરસાદ થી થયેલ નુકશાન માટે સરકાર ખેડૂતોને મદદરૂપ થશે. તેમણે કહ્યું કે SDRF ના ધારાધોરણો મુજબ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય ચૂકવવામા આવશે. સર્વે થયા બાદ જે વિગતો સામે આવશે તે પ્રમાણે અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓને સહાય ચૂકવવામાં આવશે.
કૃષિમંત્રી એ જણાવ્યુ હતુ કે 112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે.
મહત્વનું છે કે કમોસમી વરસાદ થી થયેલ નુકશાન માટે જિલ્લાવાર આજથી સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કમોસમે વરસાદ થી 33 ટકા થી વધુ નુકસાન હશે તો જ સહાય મળવા પાત્ર થશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતુ કે, 2 દિવસમાં 236 તાલુકામાં વરસાદ થયો છે. 112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 34 તાલુકામાં 2 ઇંચથી વધુ નોંધાયો છે જ્યારે 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદ થી કપાસ, તુવેર અને એરંડાને નુકસાન થવા પામ્યુ છે. કપાસમાં મુખ્ય ફાલ વિણાઈ ગયો છે અને છેલ્લી વીણી મા નુકસાન સામે આવ્યું છે. આ કમોસમી વરસાદ થી ખાસ કરીને કપાસ, તુવેર અને એરંડાના પાકને નુકસાન થવા પામ્યુ છે.
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે 2 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર છે તેમજ 86 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. કપાસ,તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છે. દિવેલાના પાકમાં મોટા ભાગે કાપણી થઈ ગઈ હતી. કપાસ,એરંડા અને તુવેરમાં 20 થી 25 લાખ હેકટરમાં વાવેતર કરવામા આવ્યુ છે. મોટા ભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો. ત્રણ થી ચાર લાખ હેકટરમાં નુકશાની થયાનો અંદાજ છે.
અગત્યની લીંક
નુકશાની સહાય જાહેરાત ક્રુષિ મંત્રી વિડીયો | અહિંં કલીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |