Winter 2023: રાજયમા શરૂ થઇ રહ્યુ છે શિયાળાનુ આગમન, ક્યારથી પડશે ઠંડી; શિયાળામા શું ધ્યાન રાખશો

Winter 2023: ઠંડી આગાહિ: રાજ્યમા હવે ચોમાસુ વિદાઇ લઇ રહ્યુ છે અને ધીમે ધીમે ઠંડી ની શરૂઆત થઇ રહી છે. હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે જેમા દિવસના તડકો પડી રહ્યો છે તો રાતે અને વહેલી સવારે લોકોને હળવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજયમા તથા દેશભરમા ધીમે ધીમે શિયાળાનુ આગમન શરૂ થશે ત્યારે દિલ્હી મા ઠંડી પડવાની શરૂઆત થઇ ગઇ છે. દિલ્હી મા લોકોને ઓક્ટોબરથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વાતાવરણમાં અચાનક પરિવર્તન આવવાને લીધે ખુદને સુરક્ષિત રાખવા ડેઈલી લાઈફમાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે.

Winter 2023

વાતાવરણમા પરિવર્તન આવવાને લીધે તથા પહાળો પર થયેલ બરફવર્ષાને લીધે દિલ્હીમા ઠંડી પડવાની શરૂઆત થઇ ગઇ છે. એવામા આપણા શરીરને સુરક્ષીત રાખવા તથા બદલાતા વાતાવરણ સામે ટકી શકે તે માટે ડેઇલી લાઇફમા કેટલાક ફેરફાર કરવા જરૂરી છે.

  • સવારે ઉઠીને વોકીંગ કરવુ જોઇએ તથા હલવીએ કસરત કરવી જોઇએ.
  • કસરત કર્યા પછી થોડુ હુંફાળું પાણી પીવુ જોઇએ.
  • ગરમ પાણીથી ના નહાવાનુ ટાળવુ જોઇએ કારણકે તેનાથી સ્કિન ને નુકશાન થઈ શકે.
  • નહાયા પછી શરીર વ્યવથિત લૂછીને બોડી લોશન લગાવવું જોઇએ.
  • સવારે સ્નાન કર્યા પછી આદુ-તુલસીની ચા અને એક ચમચી ચ્યવનપ્રાશ તથા એક ગ્લાસ દૂધ પીવું જોઇએ.
  • હેલ્ધી ડાયટ અને વિટામીન સી યુક્ત ફ્રૂટનું સેવન કરવું જોઇએ.

આ પણ વાંચો: Cricket World Cup Live: હોટસ્ટાર ની મોટી જાહેરાત, વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા જોઇ શકાસે

શિયાળાની ઠંડીમા ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો, વૃદ્ધ લોકો, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, હાર્ટના પેશન્ટ નુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. આવા લોકોએ ઠંડીમા બહાર નીકળવાનુ ટાળવુ જોઇએ અને ગરમ કપડા પહેરવા જોઇએ.

શરીરની શું સંભાળ રાખશો ?

શિયાળામા શરીરની કાળજી રાખવી ખૂબ જ અગત્યની બની જાય છે. આ માટે નીચેની કેટલીક ટીપ્સ અચૂક ધ્યાનમા રાખવી જોઇએ.

  • સવારે મોર્નીંગ વોક કરતા પહેલા અને પછી ઠંડુ પાણી ન પીવુ જોઇએ. હૂંફાળુ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઇએ.
  • સવારમા વોકીંગ, યોગા, ઇનડોર અને આઉટડોર ગેમ રમવાનો આગ્રહ રાખવો જોઇએ જેનાથી શરીરમા ગરમી જળવાઇ રહે.
  • ઠંડીમા જરૂરીયાત મુજબના ગરમ કપડા અચૂક પહેરવા જોઇએ.
  • વધુ પડતી ઠંડીમા બોડી વોર્મર જેવા ગરમ કપડા પહેરવા જોઇએ.
  • ઋતુ અનુસાર શાકભાજી અને ગરમ ખોરાક ઉપયોગ કરવો જોઇએ.

આ પણ વાંચો: એલર્જીક શરદિ: આખું વર્ષ રહે છે એલર્જીક શરદિ ખાંસિ, કરો આ ઉપાય; મળશે રાહત

દર્દીઓએ શું કાળજી રાખવી

હાર્ટ પ્રોબ્લેમ- ઠંડીમાં બ્લડ પ્રેશર અને કોલસ્ટ્રોલ વધવાની શકયતાઓ રહેલી છે. આ કારણોસર કાર્ડિયાક અરેસ્ટ અને હ્રદય રોગ ની બીમારી વધી શકે છે. જેથી કોઈપણ પ્રકારનો હ્રદયરોગ ના થાય તેથી બીનજરૂરી ટેન્શન ના લેવું. આવા લોકોએ ઝડપથી ના ચાલવું જોઇએ અને ભારે એક્ટિવિટી ના કરવી.

ડાયાબિટીસ– શિયાળામાં કાર્બ્સ અને હાઇ ગ્લયસેમીક ઇંડેક્ષ વાળા ખોરાકનુ સેવન ના કરવું. સવારે વહેલા ઉઠીને કસરત અને યોગ કરવા જોઇએ, જેથી શુગર લેવલ કંટ્રોલમા રહે.

માનસિક તણાવ- શિયાળામાં સૂર્યનો પ્રકાશ વધુ આવતો નથી. જેના કારણે સેરોટોનિન હોર્મોન ઓછું થઇશકે છે. જેના કારણે માનસિક તણાવ વધી શકે છે.

શ્વાસ સંબંધિત સમસ્યા– વધુ ઠંડીને કારણે ચેસ્ટમાં એરવેઝ ટાઈટ જતુ હોય છે અને શ્વાસ લઈ શકાતો નથી. જેના કારણે બ્રીધિંગ રેટ વધી જાય છે. અસ્થમાના દર્દીઓને આની સૌથી વધુ અસર થતી હોય છે.

આર્થરાઈટિસ– શિયાળામાં બેરોમેટ્રિક પ્રેશર વધે છે, જેના કારણે આર્થરાઈટિસથી પીડિત લોકોને દુખાવો થાય છે. સાંધામાં દુખાવો ના થાય તે માટે શરીરને હાઈડ્રેટ રાખવું અને સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરવી જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Winter 2023
Winter 2023

1 thought on “Winter 2023: રાજયમા શરૂ થઇ રહ્યુ છે શિયાળાનુ આગમન, ક્યારથી પડશે ઠંડી; શિયાળામા શું ધ્યાન રાખશો”

Leave a Comment

error: Content is protected !!