Whatsapp Multi Device Feature: હવે 4 ફોનમા kholee ખોલી શકાસે 1 જ વોટસઅપ,આવ્યુ નવુ જોરદાર ફીચર

Whatsapp Multi Device Feature: Whatsapp New Feature: આપણે સ્માર્ટફોનમા ઘણી એપ.નો ઉપયોગ કરીએ છીએ. તેમા સૌથી વધુ યુઝ થતી એપ વોટસઅપ છે. પહેલા વોટસઅપ માત્ર 1 જ ફોનમા ઓપન કરી શકાતુ હતુ. બીજા ફોનમા ઓપન હોય તો પહેલા ફોનમાથી Log out કરવુ પડતુ હતુ. હવે Whatsapp Multi Device Feature આવ્યુ છે. જેમા તમારૂ 1 જ વોટસઅપ અલગ અલગ 4 ફોનમા એક જ સાથે ઓપન કરી શકાય છે. ચાલો જાણીએ આ નવુ ફીચર કેમ વાપરશો.

Whatsapp Multi Device Feature

WhatsApp કંપની એ Android અને iOS બંને યુઝર્સ માટે એક નવુ અપડેટ આપ્યુ છે. જેની WhatsApp યુઝર્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ એક એવું ફીચર છે, જેની ઘણા Whatsapp યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, કેટલાક યુઝર્સ એવું પણ ઇચ્છતા હતા કે પ્રાઇવસી ને કારણે આ પ્રકારનું કોઈ ફીચર આપવામા ન આવે તો સારુ કારણ કે તેનાથી યુઝર્સની પ્રાઇવસી નહિ રહે. હકિકતમા, વોટ્સએપનું નવું અપડેટ યુઝર્સને એક્સાથે ચાર ફોનમાં એક એકાઉન્ટનો ઉપયોગ કરવાની નવુ ફીચર છુટ આપી રહ્યું છે. અત્યાર સુધી, યુઝર્સ whatsapp web થી ડેસ્કટોપ અને લેપટોપ જેવા વિવિધ ડીવાઇસ પર એક એકાઉન્ટનો ઉપયોગ કરી લોગીન કરી શકતા હતા પરંતુ ફોન પર કરી શકતા નહોતા. જોકે હવે આ નવુ અપડેટ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ કે આ નવા ફીકહ્રનો ઉપયોગ કેવી રીતે કરવો.

આ પણ વાંચો: જન્મ તારીખ નાખી તમારી ઉમર જાણો વર્ષ મહિના અને દિવસોમા

Whatsapp Multi Device ફીચર ના ફાયદા

નવા ફીચરનો શું યુઝર્સને ફાયદો થશે?
પહેલા યુઝર્સ Whatsapp માત્ર એક ફોનમાં એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે તે એકસાથે 4 ફોનમાં એક સાથે વોટ્સએપ એકાઉન્ટનો યુઝ કરી શકશે. આ માટે યુઝર્સને અન્ય ફોનમાથી લોગ આઉટ કરવાની પણ જરૂર નહીં પડે અને બીજા ફોનમાં વોટ્સએપ ખોલવાથી ચેટ પણ એમનેમ જળવાઇ રહેશે. નવા ફીચરથી ખાસ કરીને નાના ધંધાર્થીઓને ફાયદો થશે કે જેઓ તેમના વ્યવસાય માટે whatsapp business નો યુઝ કરી રહ્યા છે. આ સુવિધા સાથે, તમારા કોઈપણ કર્મચારી હવે તે જ WhatsApp બિઝનેસ એકાઉન્ટમાંથી ગ્રાહકોને પ્રત્યુતર આપી શકશે.

Whatsapp Multi Device નો ઉપયોગ કેમ કરવો ?

એક કરતાં વધુ ફોન પર એક WhatsApp એકાઉન્ટ ને લોગીન કરવા માટે ની સ્ટેપવાઇઝ માહિતી નીચે મુજબ છે.
તમે તમારા ફોનને વધુમાં વધુ ચાર ડીવાઇસ સાથે લિંક કરી શકો છો. લિંક કરવાની પ્રોસેસ એ જ છે જે રીતે તમે WhatsApp ને કમ્પ્યુટર કે લેપટોપ સાથે લિંક કરતા હતા.

  • સૌ પ્રથમ તમારા ફોન મા WhatsApp ઓપન કરો.
  • ત્યાર બાદ ઉપર આપેલા ત્રણ ટપકા પર ક્લીક કરો
  • તેમા Linked Devices ઓપ્શન ખોલો
  • હવે Link a Device ઓપ્શન પર ક્લીક કરો
  • ત્યારબાદ તમારો પ્રાયમરી ફોનને અનલોક કરવાનો રહેશે.
  • તમે જે ડીવાઇસને લિંક કરવા માંગો છો તેની સ્ક્રીન પર તમારા પ્રાથમિક ફોનને કનેકટ કરો અને QR કોડ સ્કેન કરો.
  • હવે તમારા બીજા ફોનમાં WhatsApp ઓપન થઇ જશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Whatsapp Multi Device Feature
Whatsapp Multi Device Feature

Whatsapp Multi Device મા વોટસઅપ કેટલા ફોનમા લોગીન કરી શકાય ?

4 ફોનમા

Leave a Comment

error: Content is protected !!