ઉતરાયણ 2024: ઉતરાયણ પવન: નવા વર્ષની શરૂઆત થતા જ સૌથી પહેલો તહેવાર ઉતરાયણ આવે છે. ઉતરાયણ ને મકરસંક્રાંતિ પણ કહે છે. ઉતરાયન ના દિવસે પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો આનંદ માણે છે. પતંગ ચગાવવા માટે પવન એ મુખ્ય પરિબળ છે. ઘણી વખત પવન બીલકુલ ન હોવાથી અથવા વધુ પડતો હોવાથી પતંગ રસિકોને પતંગ ચગાવવામા તકલીફ પડે છે. ચાલુ વર્ષે ઉતરાયન ના દિવસે પતંગ રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે. ચાલો જાણીએ આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહિ શું કહે છે ?
ઉતરાયણ 2024
ઉત્તરાયણને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવી રહી છે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન સારો રહેશે કે નહિ ?. કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવારમાં પવન સારો રહેતો હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જાય છે. આથી પતંગ રસિયાઓ મોજ થી પતંગ ચગાવી શકતા નથી. ત્યારે ઉતરાયણ ના દિવસે આ વખતે પવન કેવો રહેશે તે બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મહત્વની આગાહિ સામે આવી રહિ છે.
આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ
સાનુકૂળ રહેશે પવન
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. આ વખતે ઉતરાયણ ના દિવસે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવા માટે વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી સંભાવના જોવા મળી રહી છે.’ એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર રાજ્ય (Gujarat) માં ઠંડીનું જોર યથાવત છે. એમાંય હજુ ઠંડીમાં વધારો થાય તેવી શકયતાઓ છે. રાજ્યમાં તારીખ 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધી શકે છે.
આ પણ વાંચો: GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી છે બસ; તથા અન્ય સર્વિસ.
આ સિવાય અંબાલાલ પટેલે કમોસમી વરસાદ માવઠા બાબતે પણ વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતુ કે, ’29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6 થી 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા કમોસમી વરસાદ થવાની શક્યતા દેખાઇ રહી છે. ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડે તેવી શકયતાઓ છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર જોવા મળશે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. જાન્યુઆરી 1 થી 5માં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ તેવી શકયતાઓ છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાતા કમોસમી વરસાદ થવની શકયતાઓ છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં વાતાવરણ પલટો આવવાની આગાહિ કરવામા આવેલી છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |