ખેડૂતો માટે રાહતની આગાહી: આગામી 5 દિવસ માટે મજબૂત સિસ્ટમ: weather Forecast: ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી ખેડૂતો માટે રાહતની આગાહી સામે આવી છે. જુલાઇ માસમાં વરસાદે ગુજરાત સહિત ઘણા રાજ્યોને તરબતર કરી નાખ્યા હતા. પરંતુ ઓગસ્ટ આખો મહિનો કોરો ગયો છે. વરસાદી ઝાપટાં પણ પડ્યા નથી. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ આગાહી પણ ખોટી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ સમાચાર મુજબ જન્માષ્ઠમીના તહેવારોમાં ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તો આવો જોઈએ આ આગાહી વિષેની માહિતી.
ખેડૂતો માટે રાહતની આગાહી
ગુજરાતમાં ખેડૂતોની માઠી બેઠી છે. તેમ વરસાદ ખેચાયો છે. જેથી ખેડૂતોનો ઊભો પાક બગાડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી દિવસોમાં ખેડૂતોને ફરીથી આશા બાંધી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ રાજયમાં દક્ષિણ ગુજરાતમાં ઓછો વરસાદ તથા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને કચ્છ સહિત વિસ્તારોમાં વરસાદ પાડવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: વરસાદની મોટી આગાહિ: દોઢ મહિનાના વિરામ બાદ હવે છે 6 દિવસની વરસાદની આગાહિ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહિ
તહેવારોમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનાં તમામ વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તા. 05 અને 06 સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં પવન સાથે આગાહી કરવામાં આવી છે. ત્યારે આજથી હવામાનમાં પલટો આવશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તથા 13 થી 20 સપ્ટેમ્બર ભારે ઝપટાની આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં અવરસાદી સિસ્ટમ બનશે જેના લીધે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ પડશે.
લો પ્રેસર સક્રિય થયું
ગુજરાતમાં લાંબા વિરામ બાદ રાજયમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના લીધે ખેડૂતો માટે રાહતની આગાહી છે હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે રાજ્યમાં બંગાળાની ખાડીમાં લો પ્રેસર સર્જવાના કારણે વરસાદ થશે. ગુજરાતના અમદાવાદ , વડોદરા, ગાંધીનગર જેવા જીલ્લામાં લાંબા સમય બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઓગસ્ટ માહિનામાં વરસાદ ઓછો પડ્યો હોવાથી ખેડૂતો હવે વરસાદની રાહ જોઈએ રહ્યા છે.
આ પણ વાંચો: Blood Pressure chart: તમારી ઉંમર મુજબ બ્લડ પ્રેશર કેટલુ હોવુ જોઇએ ? ચેક કરો ચાર્ટ
તા. 6 , 7 ,8 અને 9 ના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પાડવાની શક્યતાઑ રહેલી છે. રાજયમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ ખેડૂતો માટે રાહતની આગાહીથી હર્ષની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે. જેથી લોકો આ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે.
અંબાલાલની પણ આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરવામાં આવી છે. તા. 6 થી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે. તેમના મત મુજબ 10 થી 15 સપ્ટેમ્બર સુધીમાં અરબી સાંદ્ર તથા બંગાળાની ખાડીમાં લો પ્ર્શર બનશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થશે. આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે. રાજયમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે. જેથી ખેડૂતો માટે રાહતની આગાહી છે તેવું જણાવ્યુ હતું તેમણે એમ પણ જણાવ્યુ હતું કે 6 સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
અગત્યની લીંક
હવામાન વિભાગની જિલ્લાવાઇઝ આગાહિ PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “ખેડૂતો માટે રાહતની આગાહી: આગામી 5 દિવસ માટે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય, જન્માષ્ટમી માં ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી.”