Teacher Job In Canada: કેનેડા જઇને કારકિર્દી બનાવવાનુ ઘણા લોકોનુ સપનુ હોય છે. લોકો કેનેડા જઇને પણ ઘણુ ભણેલા ગણેલા હોવા છતા કોઇ કોઇને જોબ શોધતા હોય છે અને સ્ટોર મા કે હોટલ મા જે જોબ મળે તે કરી લેતા હોય છે. જો તમે શિક્ષક ક્ષેત્રે કેરીયર બનાવવા માંગતા હોઇ અને કેનેડા જવાનુ આયોજન કરી રહ્યા હોય તો કેનેડા મા શિક્ષક તરીકે બેસ્ટ કેરીયર બનાવી શકો છો. આજે આપણે Teacher Job In Canada વિશે કયા કોર્ષ કરવા પડે, શું પગાર ધોરણ હોય જેવી માહિતી મેળવીશુ.
Teacher Job In Canada
કેનેડામાં જઇને કારકિર્દી બનાવવાનું ઘણા યુવાનો નુ સ્વપ્ન હોય છે. સારું જીવનધોરણ, પગારધોરણ જેવી બાબતો યુવાનો ને કેનેડાને જવા માટે આકર્ષે છે. ત્યારે તમારામાં જો કોઈ સ્કીલ હોય તો કેનેડામાં સારી નોકરી મેળવવી વધુ સરળ છે. આવી સ્થિતિમાં જો તમે શિક્ષક તરીકે કેનેડામાં કેરીયર બનાવવા માંગતા હોવ તો હાલના સમયે તમારા માટે સૂવર્ણ તક છે. શિક્ષક ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય અરજદારો માટે કેનેડા હાલ લોકપ્રિય સ્થળ બન્યું છે.
કેનેડામાં ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાથી આવતા ઘણા દેશના વિધાર્થીઓ રહે છે. જેથી કેનેડા વિવિધ ભાષા અને બહુસાંસ્કૃતિક શિક્ષણ પ્રણાલી માટે જાણીતું બન્યુ છે. કેનેડામાં ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં શિક્ષકોની માંગ વધી રહી છે, કારણ કે અહીં મોટાભાગના શિક્ષકો નિવૃત થઈ રહ્યા છે અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે કેનેડામા શિક્ષક બનવા માંગતા ભારતીય શિક્ષકો આ તકનો લાભ લઈ શકે છે.
કેનેડામાં ઘણી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય શિક્ષકોને નોકરીની તક આપી રહિ છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓથી માંડીને કોલેજો તથા યુનિવર્સિટીઓમાં શિક્ષક તરીકે નોકરી મળી શકે છે.
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ
કેનેડાની જાહેર તેમજ ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને હંમેશાસારી લાયકાત ધરાવતા અને ટેલેન્ટેડ શિક્ષકોની જરૂર હોય છે. અહિં તમે ફૂલ ટાઇમ અને પાર્ટ ટાઇમ નોકરી કરી શકો છો. આ નોકરી માટે તમે જે તે સ્કૂલ બોર્ડ, ઓનલાઇન જોબ પોર્ટલ દ્વારા અથવા સ્કૂલ નો સીધો સંપર્ક કરી શકો છો.
કોલેજો અને યુનિવર્સિટીઓ
કેનેડામા તમે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રોફેસરશીપ, સેશનલ ઈન્સ્ટ્રક્ટર્સ અને રિસર્ચ પોઝિશન સહિતની પોસ્ટ માટે જોબ મળી શકે છે. કેનેડા મા કોલેજો મા આ જોબ મેળવવા માટે તમે વેબસાઇટ્સ દ્વારા અથવા ઓનલાઇન જોબ પોર્ટલ દ્વારા જે કોલેજો મા વેકેન્સી હોય તે શોધી શકો છો.
લેંગ્વેજ સ્કૂલ
કેનેડામાં અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ઓફીસીયલ ભાષા છે. જેથી લેંગ્વેજ સ્કૂલને અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ભાષાના શિક્ષકોની જરૂર પડતી હોય છે. આ બન્ને ભાષામા નિપુણત ધરાવતા શિક્ષકોને સારા પગાર સાથે જોબ મળી રહે છે.
ઓનલાઇન એજયુકેશન
કેનેડામાં હાલ ઓનલાઇન એજયુકેશન નો ટ્રેન્ડ ખૂબ જ પ્રચલિત બની રહ્યો છે. આ ક્ષેત્રમાં શિક્ષણ નોકરીમાં વર્ચુઅલ ક્લાસરૂમ અને ઓનલાઇન ટ્યુશન થઈ શકે છે. અને કેનેડીયન ડોલરમા સારી ઇન્કમ કરી શકે છે.
Teacher Salary In Canada
કેનેડામાં શિક્ષકની નોકરી ના પગારધોરણ સ્કુલના પ્રકાર અને અનુભવ તથા શિક્ષકમા રહેલા ટેલેન્ટ ને આધારે અલગ-અલગ હોય છે. કેનેડા મા ટોરન્ટો અને વેંકુવર જેવા શહેરો શિક્ષકોને વધુ પગાર આપવામા આવે છે. એક અંદાજ મુજબ કેનેડામાં શિક્ષકનો સરેરાશ પગાર દર વર્ષે 64,000 CAD જેટલો હોઇ શકે છે. જ્યારે અહિં નવા શિક્ષકોનો પગાર 44,000 CAD જેટલો આપવામા આવે છે.
કેનેડામા શિક્ષકની લાયકાત
કેનેડામાં શિક્ષક તરીકે જો તમે જોબ મેળૅવવા માંગતા હોય તો તે માટેની લાયકાત પ્રાંત અથવા પ્રદેશના આધારે અલગ અલગ હોઇ શકે છે. જો કે, કેટલીક સામાન્ય જરૂરિયાતો નીચે મુજબ છે.
- કેનેડામા શિક્ષક તરીકેની જોબ મેળવવા માટે તમારી પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી શિક્ષણ અથવા સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજયુએશન ની ડિગ્રી હોવી જરૂરી છે. કેટલીક સંસ્થાઓમાં માસ્ટર ડિગ્રી અથવા પીએચડીની ડીગ્રી પણ માંગવામા આવે છે. .
- સર્ટિફિકેશન કોર્સ: કેનેડામા તમે જ્યાં કામ કરવા માંગો છો, ત્યાંની પ્રાંતિય અથવા પ્રાદેશિક નિયમનકારી સંસ્થા દ્વારા તમે સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે. આ સર્ટિફિકેશન પ્રક્રિયામાં સામાન્ય રીતે શિક્ષણ પ્રોગ્રામ પૂરો કરવો, સર્ટિફિકેશન પરીક્ષા પાસ કરવી જેવા ડીગ્રીઓ સામેલ હોય છે.
- જો તમારી ફર્સ્ટ લેંગ્વેજ અંગ્રેજી કે ફ્રેન્ચ ન હોય તો તમારે IELTS જેવી પરીક્ષા અથવા d’évaluation de français pour le Canada આપવાની જરૂરીયાત રહે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

2 thoughts on “Teacher Job In Canada: કેનેડામા છે શિક્ષકોની ભારે ડીમાન્ડડ,મળશે 64000 ડોલર સુધીનો પગાર; આ રીતે બનાવો કેનેડામા કેરીયર”