તલાટી ફાઇનલ રીઝલ્ટ: પંચાયત બોર્ડ દ્વારા તલાટી અને જુનીયર ક્લાર્ક નુ ફાઇનલ સીલેકશન લીસ્ટ જાહેર, એક ક્લીક મા જુઓ રીઝલ્ટ

તલાટી ફાઇનલ રીઝલ્ટ: જુનીયર ક્લાર્ક ફાઇનલ રીઝલ્ટ: તલાટી ફાઇનલ સીલેકશન લીસ્ટ:જુનીયર ક્લાર્ક ફાઇનલ સીલેકશન લીસ્ટ: GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને જુનીયર ક્લાર્કની મોટી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામા આવી હતી. બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ખુબ જ પારદર્શક રીતે બન્ને પરીક્ષાઓ લેવામા આવી હતી. આ બન્ને ભરતીઓ માટે ફાઇનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવ્યા છે.

તલાટી ફાઇનલ રીઝલ્ટ

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યાતલાટી કમ મંત્રી
જુનીયર ક્લાર્ક
આર્ટીકલ પ્રકારResult
પરીક્ષા તારીખ૭ મે ૨૦૨૩
રીઝલ્ટ સ્ટેટસAvailable
ઓફીસીયલ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in

હાલમા ચાલુ તમામ સરકારી ભરતીઓની માહિતી મેળવો એક ક્લીકમા

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના ફાઈનલ પરિણામ ની રાહ જોતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક જગ્યાઓ માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે જણાવીએ કે, આ સાથે જ લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ અંગે Tweet કરી માહિતી આપી છે.

જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા આપનાર અને રીઝલ્ટની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના ફાઇનલ સીલેકશન પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. 

ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે 3437 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું રીઝલ્ટ ડિક્લેર કરવામા આવ્યુ છે. બંનેના ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર મૂકવામા આવ્યા છે. હજારો ઉમેદવારો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. નોંધનિય છે કે, રાજ્યમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવામા આવી હતી.

તલાટી જિલ્લા ફાળવણી

તલાટી અને જુનીયર કલાર્ક માટે જાહેર કરવામા આવેલ ફાઇનલ સીલેકશન લીસ્ટ બાદ આ ઉમેદવારોને ગાંધીનગર રૂબરૂ બોલાવી મેરીટ આધારીત જિલ્લા ફાળવણી કરવામા આવશે. ત્યારબાદ ઉમેદવારોને જિલ્લા કક્ષાએ નિમણૂંક આપવામા આવે છે. તલાટી ભરતી અને જુનીયર ક્લાર્ક ભરતી ની આગળની કાર્યવાહી અને સૂચનાઓ માટે પંચાયત સેવા પસંદગી મંડળની ઓફીસીયલ વેબસાઇટ https://gpssb.gujarat.gov.in નિયમિત ચેક કરતા રહેવા વિનંતી.

તલાટી રિઝલ્ટ લીંક

તલાટી ફાઇનલ સીલેકશન લીસ્ટ PDFઅહિં ક્લીક કરો
જુનીયર ક્લાર્ક ફાઇનલ સીલેકશન લીસ્ટ PDFઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
તલાટી ફાઇનલ રીઝલ્ટ
તલાટી ફાઇનલ રીઝલ્ટ

તલાટી ફાઇનલ રીઝલ્ટ જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://gpssb.gujarat.gov.in

તલાટી ની કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

3437 જેટલી જગ્યાઓ પર તલાટીની ભરતી છે.

જુનીયર ક્લાર્કની કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

1181 જગ્યાઓ પર ભરતી છે.

તલાટી અને જુનીયર ક્લાર્ક ભરતી માટે જિલ્લા પસંદગી કઇ રીતે આપવામા આવે છે ?

ગાંધીનગર મેરીટ આધારીત જિલ્લા પસંદગી આપવામા આવે છે.

Leave a Comment

error: Content is protected !!