Talati Exam date 2023: તલાટી પરીક્ષા સંમતિપત્ર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટી પરીક્ષા તારીખ Talati Exam date 2023 7 મે 2023 જાહેર કરવામા આવી છે. અગાઉ તલાટી ની ભરતી પરીક્ષા તા. 30 એપ્રીલ 2023 ના રોજ લેવાનુ જાહેર કરવામા આવ્યુ હતુ. પરંતુ ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હોવાથી પુરતા પરીક્ષા કેંદ્રો ની વ્યવસ્થા ન થઇ શકવાને લીધે આ પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ લેવાનુ નક્કી કરવામા આવ્યુ છે.
Talati Exam date 2023
પસંદગી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
જગ્યાનુ નામ | તલાટી કમ મંત્રી |
Talati Exam date 2023 | 7 મી મે, 2023 |
આર્ટીકલ પ્રકાર | તલાટી પરીક્ષા સંમતિપત્ર |
ઓફીસીયલ વેબસાઇટ | gpssb.gujarat.gov.in |
અગાઉ GPSSB ના ચેરમેન હસમુખ પટેલ સાહેબે તલાટી પરીક્ષા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે 3 દિવસમાં નિર્ણય થશે. 30 એપ્રિલે પરીક્ષા યોજાવી કે નહીં એનો નિર્ણય લેવામા આવશે. પરંતુ પૂરતા પરીક્ષા કેન્દ્ર મળશે તો જ 30 એપ્રિલે તલાટીની પરીક્ષા યોજવામા આવશે. પૂરતા કેન્દ્ર નહીં મળે તો 30 એપ્રિલે પરીક્ષા નહીં યોજાય. આ અંગે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તલાટીની પરીક્ષા અંગે એક નવી તારીખની જાહેરાત કરાઈ છે. અને હવે તલાટી પરીક્ષા 7 મી મે 2023 ના રોજ લેવામા આવશે.
તલાટી પરીક્ષા સંમતિપત્ર
GPSSB ના ચેરમેન હસમુખ પટેલ સાહેબે Tweet કરીને જણાવ્યુ હતુ કે તલાટી ની પરીક્ષામાં જેટલા ઉમેદવારો ભાગ લેવા માગતા હોય તેટલા જ ઉમેદવારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી બિનજરૂરી વ્યય ન થાય અને પરીક્ષાની સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે હેતુથી જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેમનું અગાઉથી સંમતિ પત્રક મેળવવામાં આવશે. તલાટી પરીક્ષા આપવા માંગતા દરેક ઉમેદવારોએ સંમતિપત્ર આપવુ જરૂરી છે. આ સંમતિપત્ર ઓનલાઇન આપવાનુ રહેશે. તલાટી પરીક્ષા માટે સંમતિપત્ર ઓનલાઇન કેમ આપવુ તેના સ્ટેપ જોઇએ.
- તલાટી પરીક્ષા માટે સંમતિપત્ર આપવા માટે સૌ પ્રથમ OJAS વેબસાઇટ ઓપન કરો.
- ત્યારબાદ તેમાં નોટિસ બોર્ડ પર જાઓ.
- તલાટી પરીક્ષાની સંમતિ પત્રક ભરવા માટેની લીંક પર ક્લિક કરો
- સિલેક્ટ જોબમાં તલાટી કમ મંત્રી પરીક્ષા વર્ગ ત્રણ સિલેક્ટ કરો
- તેમાં તમારો કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખો
- અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરી સંમતિ પત્ર રજીસ્ટર કરો

અગત્યની લીંક
તલાટી પરીક્ષા સંમતિપત્ર અંગે નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
GPSSB ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
તલાટી પરીક્ષા સંમતિપત્ર OJAS | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
Faq’S
તલાટી પરીક્ષા માટે સંમતિપત્ર આપવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
https://ojas.gujarat.gov.in
તલાટી ની પરીક્ષા ક્યારે યોજાનાર છે
7 મી મે, 2023