75 રુપિયાનો સિકકો: નવા સંંસદભવનના ઉદઘાટન પ્રસંગે 75 રુપિયાનો સિક્કો લોન્ચ કર્યો, જુઓ 3D વ્યુ વિડીયો

75 રુપિયાનો સિકકો: RS 75 New Coin: ભારત સરકાર દ્વારા 75 રૂપિયાનો નવો સિક્કો લોન્ચ કરવાની જાહેરાત કરવામા આવી છે. નવી સંસદની ઈમારતના ઉદ્ઘાટન પ્રસંગે આ સિક્કો લોન્ચ કરવામાં આવનાર છે. તેમાં નવા સંસદભવનના ચિત્ર સહિતની મહત્વની બાબતો નો સમાવેશ કરવામા આવશે. 75 રુપિયાનો સિકકો ની ખાસિયતો જોઇએ.

કેન્દ્રીય નાણા મંત્રાલયે નવા સંસદ ભવનનાં ઉદઘાટન પ્રસંગે રૂ.75નો સિક્કો બહાર પાડનાર છે. આ સિક્કા પર નવા સંસદ ભવનના ચિત્ર સાથે ‘સંસદ સંકુલ’ લખવામા આવેલુ હશે. નવી સંસદનો ઉદ્ઘાટન સમારોહ 28 મે ના રોજ યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરનાર છે.

75 રુપિયાનો સિકકો

આ 75 રુપિયાના સિક્કાની ખાસિયતો જોઇએ તો જે નીચે મુજબ છે.

  • 75 રૂપિયાનો સિક્કો 44 મીમી વ્યાસનો હશે, તેની કિનારીઓ પર 200 પટ્ટાઓ હશે.
  • 75 રૂપિયાના આ સિક્કાનું વજન 35 ગ્રામ જેટલુ હશે
  • આ સિક્કામા 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ અને 5-5 ટકા નિકલ અને ઝીંક જેવી ધાતુનું મિશ્રણ હશે.
  • આ સિક્કા પર નવી સંસદના ચિત્રની નીચે વર્ષ 2023 પણ લખેલ હશે.
  • આ સિક્કાની બનાવટ ભારત સરકારની કોલકાતા ટંકશાળમાં કરવામાં આવનાર છે.
  • સિક્કાની પાછળના ભાગમાં અશોક સ્તંભની સિંહ કેન્દ્રમાં હશે અને તેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે.
  • સિક્કાની ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં ભારત અને અંગ્રેજીમાં ભારત લખેલ જોવા મળશે.

આ પણ વાંચો: પાલક માતા પિતા યોજના: નિરાધાર બાળકને મળશે દર મહિને રૂ 3000 સહાય, ફોર્મ ડાઉનલોડ કરો

સમાચાર એજન્સી ANI જણાવ્યા અનુસાર, નવી સંસદના ઉદ્ઘાટન સમારોહમાં વેદ અનુસાર વિવિધ ધાર્મિક વિધિઓ કરવામા આવશે. ઉદઘાટન સમારોહ લગભગ બપોરે 12 વાગ્યે શરૂ થનાર છે, જો કે ધાર્મિક વિધિઓ વહેલી સવારે 7:30 વાગ્યે શરૂ થઇ જશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ને નવા સંસદભવનમાં રાખવામાં આવનાર છે. તેમણે એ પણ માહિતી આપી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના નવા બિલ્ડિંગના નિર્માણમાં જોડાયેલા લગભગ 60,000 કામદારોનું સન્માન કરશે.

75 રૂપિયાના નવા સિક્કાનો દેખાવ

75 રૂપિયાનો સિક્કો ના દેખાવ ની વાત કરીએ તો સિક્કાની એક બાજુ પર, તમને અશોક સ્તંભની પ્રખ્યાત સિંહ રાજધાની જોવા મળશે, જેમાં એક અલગ 75 અંક સાથે રૂપિયાનું પ્રતીક છે, જે આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં આ સિક્કાના મહત્વ પર ભાર આપે છે. સિક્કાની સામેની બાજુએ સંસદ ભવનનું સુંદર ચિત્રણ કર્યું છે, જેને સંસદ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દેવનાગરી લિપિમાં ઉપલા પરિઘને “સંસદ સંકુલ” અને અંગ્રેજીમાં “સંસદ સંકુલ” તરીકે લખેલ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
75 રુપિયાનો સિકકો
75 રુપિયાનો સિકકો

75 રૂપિયાના સિક્કાનું વજન કેટલુ હશે ?

35 ગ્રામ

Leave a Comment

error: Content is protected !!