Gold Rate: સોનુ ખરીદવાનો છે બેસ્ટ સમય, ફરી આવી છે તેજી; જાણો શું છે લેટેસ્ટ ભાવ

Gold Rate: સોના ના ભાવ: સોના ને રોકાણ કરવા માટે સૌથી સલામત ગણવામા આવે છે. સોનાની કિંમતોમાં ફરી એક વાર વધારો જોવા મળ્યો છે. ગયા મહિને સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. સતત બે સપ્તાહથી સોનાના ભાવ મા વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકી ડોલર 15 મહિનાના નીચલા સ્તરે પહોંચવા અને US CPIના બે વર્ષના નીચલે સ્તરે પહોંચવાને કારણે ગયા સપ્તાહે સોનાની કિંમત ખૂબ જ ઉછાળો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ ફરી એકવાર પ્રતિ 10 ગ્રામે 60 હજારના લેવલ પર પહોંચી ગયો છે.

Gold Rate

સોનાના ભાવમાં વધારો શા માટે જોવા મળ્યો?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓગસ્ટ સમાપ્તિ માટે સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામે 95 રૂપિયાનો વધારો થતા 59,334 રૂપિયા ના લેવલે પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસે 1,955 ડોલર ના સ્તર પર ક્લોઝ થઇ હતી. અમેરિકામાં મોંઘવારી ઓછી થઈ હોવાને કારણે સોનાની કિંમતો મા વધારો થતો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

અમેરિકી ફુગાવો બે વર્ષના નીચલા લેવલ પર પહોંચી ગયો છે. આ કારણોસર અંદાજો લગાવવામા આવી રહ્યો છે કે યૂએસ ફેડ ટૂંકા ગાળામાં વ્યાજમાં વધારો નહીં કરે. આ કારણોસર અમેરિકી ડોલર સતત નીચે જઈ રહ્યો છે અને 15 મહિનાના નીચલા સ્તરે જોવા મળે છે. આ કારણોસર સોનાની કિંમતમાં વધારો થતા ત્રણ સપ્તાહના ઉચ્ચ સ્તરે સોનુ પહોંચી ગયુ છે.

આ પણ વાંચો: Gold Price in 1963: 60 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, તમે પણ કહેશો મારા દાદાએ સોનુ ખરીદ્યુ હોત તો કરોડપતિ હોત

સોના ના ભાવ

આ અંગે નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, ગોલ્ડ માટે ફ્યૂચર આઉટલુક હાલ સકારાત્મક જોવા મળી રહ્યું છે. વિશેષરૂપે અમેરિકી ડોલર નબળો પડી રહ્યો છે તેને કારણે 100.50 પોઈન્ટને પાર કરી લીધો છે. આગામી નાણાકીય વર્ષ 24 ના અંત સુધીમાં બેઝ ફેસ પર્ફોર્મન્સના આધાર પર સોનાની કિંમત 66,000 થી 68,000 સુધી પહોંચે તેવી સંભાવના છે. હાલ નિષ્ણાંતો ના મતે સોનામાં રોકાણ કરવું તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાંતો અનુસાર ગયા નાણાંકીય વર્ષમાં ઘરેલુ બજારમાં પ્રતિ 10 ગ્રામે સોનાની કિંમત 52,000 થી 60,000 હતી. જેથી સોનાની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ સપ્તાહે સોના ના ભાવ
IBJA રેટ્સ અનુસાર આ સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારના રોજ પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 58,648 રૂપિયા જેટલી હતી. મંગળવારે સોનાની કિંમક 58,173 રૂપિયા જેટલી હતી. બુધવારે સોનાની કિંમત 58,887 રૂપિયા જ્યારે ગુરુવારે સોનાની કિંમત 59,000 રૂપિયા હતા અને શુક્રવારે 59,352 રૂપિયા જેટલા ભાવ જોવા મળ્યા હતા.

Ibja.co સોનાના ભાવ

Ibja.co પર આજના સોનાના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે.

  • 22 કેરેટ ના 1 ગ્રામના રૂ. 5801
  • 20 કેરેટ ના 1 ગ્રામના રૂ. 5290
  • 18 કેરેટ ના 1 ગ્રામના રૂ. 4815

કોઇ પણ નાણાકીય રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટ ની સલાહ મુજબ રોકાણ કરવુ જોઇએ.

અગત્યની લીંક

સોના ચાંદિના લેટેસ્ટ ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Gold Rate
Gold Rate

સોના ના દરરોજ ના ભાવ જોવા માટે કઇ વેબસાઇટ છે ?

https://www.ibja.co/

1 thought on “Gold Rate: સોનુ ખરીદવાનો છે બેસ્ટ સમય, ફરી આવી છે તેજી; જાણો શું છે લેટેસ્ટ ભાવ”

Leave a Comment

error: Content is protected !!