સીમા હૈદર: આજકાલ સોશીયલ મીડીયામા અને ન્યુઝ મા સીમા હૈદર નુ નામ અને તેને લગતા સમાચાર ખુબ જ આવી રહ્યા છે. ત્યારે ખરેખર સીમા હૈદર કોણ છે ? અને તેને લઇને આટલો વિવાદ કેમ થઇ રહ્યો છે ? તે બાબતે તમામ લોકોને જાણવાની ખુબ જ ઇચ્છા હોય છે. શું સીમા ખરેખર કોઇ પાકીસ્તાની એજન્ટ છે કે કેમ ? અને સચીન સાથે તેને શું કનેકશન છે ? સીમા શા માટે ભારત આવી છે ? તે બાબતોની માહિતી મેળવીશુ.
સીમા હૈદર કોણ છે ?
સીમા હૈદર ખરેખર કોણ છે તે બાબતે દરેક લોકો જાણવા ઉત્સુક છે. સીમા એક પાકિસ્તાની મહિલા છે જે સિંધ પ્રાંત માથી આવે છે. સીમાની ઉંમર 27 વર્ષ છે. તેનુ પુરૂ નામ સીમા ગુલામ હૈદર છે. મળતા અહેવાલો અનુસાર સીમા તેના પહેલા લગ્ન પછી તેના પતિ ગુલામ હૈદર સાથે કરાચીમાં રહેતી હતી. સીમા એવો દાવો કરી રહિ છે કે તેના પતિએ તેને ફોન પર છૂટાછેડા આપી દીધા હતા અને હવે તે તેના સંપર્કમાં નથી અને હવે સીમા અને ગુલામ હૈદરને કોઇ સંબંધો નથી. સીમાના પૂર્વ પતિ ગુલામ હૈદર સાઉદી અરેબિયામાં નોકરી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોઇએ તો સીમાએ આ વર્ષની શરૂઆતમાં નેપાળના કાઠમંડુમાં સચિન સાથે લગ્ન કર્યા હતા અને હિંદુ ધર્મ અપનાવ્યો હતો.
શું સીમાની પાછી મોકલવામા આવશે ?
UP ATS પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની સતત પૂછપરછ અને તપાસ કરે છે. બોર્ડર પરથી અજાણ્યા સ્થળે કલાકો સુધી સતત પૂછપરછ ચાલી રહી છે. એટીએસના જણાવ્યા પ્રમાણે સીમાને જે પણ સવાલ પૂછવામાં આવે છે, તેના જવાબમા તે માત્ર એટલો જ જવાબ આપે છે કે હું સચિનના પ્રેમમાં અહીં આવી છું. સીમાએ આ પૂછપરછ દરમિયાન નોઈડા પોલીસને આવો જ જવાબ આપ્યો હતો. આ કેસમાં સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ઇન્કવાયરી કરવામાં આવી હતી. જેમાં આજ સુધી કોઈ મોટી વાત હજુ સુધી બહાર આવી નથી. ATSએ પાકિસ્તાની નાગરિક સીમા હૈદરને નોઈડાના સેફ હાઉસમાં હાલ શિફ્ટ કરી છે. સીમા સાથે તેનો એક પુત્ર અને બોયફ્રેન્ડ સચિન પણ છે.
ખરેખર સીમા જાસૂસ છે કે ગર્લફ્રેન્ડ? 15 દિવસ પછી પણ આ પ્રશ્નનો જવાબ હજુ સુધી કોઇને મળ્યો નથી. સોમવારે UP ATS એ સીમાની 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. તેના કાકા અને ભાઈના પાકિસ્તાની આર્મીમાં હોવા અંગે પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી.
સીમા બાબતે નવો ખુલાસો
આ પહેલા સીમા હૈદરને લઈને તપાસ કરી રહેલી એજન્સીઓને મોટા પુરાવા મળ્યા છે. કોઈ ત્રીજા વ્યક્તિએ સીમાને ભારતમાં પ્રવેશવામાં મદદ કરી હોય તેવી શંકા છે. સીમાને ભારતમા પ્રવેશવા માટે ભારતીય કપડા પહેરીને પ્રવેશવામાં આવ્યો હતો. ગુપ્તચર એજન્સી સાથે સંકળાયેલા સૂત્રોના ના મત મુજબ, એવી શંકા છે કે સીમાએ યોગ્ય તૈયારી સાથે પોતાનો ગેટ અપ અને લુક એ રીતે કર્યો હતો કે તે દેશની બહારની મહિલા નહીં પણ ગામડાની ભારતીય મહિલા જેવી લાગે.
સુરક્ષા એજન્સીઓની નજરથી બચી શકાય તે માટે તેણે પોતાના બાળકોને પણ આવો જ પોશાક પહેરાવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ જ પદ્ધતિનો ઉપયોગ માનવ તસ્કરીમાં સામેલ મહિલાઓ એટલે કે ઘરેલું મદદગાર અથવા વેશ્યાવૃત્તિ રેકેટ ભારત-નેપાળ સરહદ પાર કરવા માટે કરવામા આવી રહ્યો છે. આ સિવાય સીમા જે લેંગ્વેજમા સતત વાત કરે છે, આવી ટ્રેનિંગ તે મહિલાઓને નેપાળમાં હાજર પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા આપવામાં આવે છે.
કોણ છે સીમા-સચીન ?
સીમા હૈદર જેલમાં જશે અથવા તેને દેશનિકાલ એટલે કે પાકિસ્તાન પાછી મોકલી દેવામાં આવશે. તપાસ બાદ આ બાબતે નિર્ણય લેવામાં આવશે. લવ એન્ગલ, PUBGને કારણે જે તપાસ એજન્સીઓ આ મામલાને હળવાશથી લઈ રહી હતી તે હવે સક્રિય થઈ ગઈ છે. તપાસ દરમિયાન જો ક્યાંયથી પણ જાસૂસી એન્ગલ સામે આવશે તો સીમાને જેલમાં મોકલવામાં આવશે એ નક્કી છે. સીમાની સાથે સચિન ને પણ તેને આશરો આપવા બદલ જેલ જઈ શકે છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, એકથી બે દિવસમાં જ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ નોઇડા પોલીસના લેટર પછી પાકિસ્તાન દૂતાવાસ સાથે આ બાબતે સંપર્ક કરશે. એ પછી સીમા હૈદરને પાકિસ્તાન પાછી મોકલવામાં આવી શકે છે. જો તે જાસૂસ હશે તો માત્ર તેનાં ચાર બાળકોને પાકિસ્તાન પરત મોકલવામાં આવશે. જ્યારે સીમા અને સચિન બંનેને જેલ થઇ શકે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |