Iskon Bridge Accident: અમદાવાદ ઇસ્કોન બ્રીજ અકસ્માતના લાઇવ વિડીયો અને ફોટો, કાળમુખી જગુઆર કાર એકસાથે 9 લોકોને ભરખી ગઇ

Iskon Bridge Accident: અમદાવાદમાં ગઇ કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના ઇસ્કોન બ્રિજ પર 160 ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ હતી. આ ભયાનક અકસ્માતને પગલે આખા અમદાવાદ મા લોકો મા દુખની લાગણી વ્યાપી છે. આ તરફ હવે અકસ્માત સમયે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતા એક બાઈકરના કેમેરામાં આ સમગ્ર ઘટના જોઇ શકાય છે. અકસ્માતની ઘટના બાદ હવે આ ઘટનાના આરોપી તથ્ય પટેલનો આખો પરિવાર ગાયબ થઈ ગયો છે. આ સાથે પોલીસ દ્વારા પણ હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાની સાથે જ આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામા આવશે.

Iskon Bridge Accident

ઇસ્કોન બ્રિજ પર ગઇ કાલે રાત્રે સર્જાયેલા અકસ્માતનો હ્યદય ડગાવી દે તેવો લાઇવ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અકસ્માત સામે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થયા એક બાઈકરના કેમેરામાં ઉતારેલો છે. જેમાં જોઈ શકાય છે કે, એક કાર અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માત બાદ લોકો ત્યાં આ ઘટના જોવા ઊભા હતા. આ દરમિયાન એક બેફામ સ્પીડમા ચાલ્તી જગુઆર કાર આવીને ઉભેલા લોકોને અડફેટે લે છે અને આ ઘટનામાં 9 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા.

આરોપી સારવાર હેઠળ અને પરિવાર ગાયબ

આ અકસ્માતનો આરોપી હાલ ઇજા થવાથી સારવાર હેઠળ છે અને તેનો પરિવાર ગાયબ છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 160 ની બેફામ સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર એક સાથે 9 લોકોને ભરખી ગઈ હતી. આ તરફ આ કારચાલકને સ્થળ પર હાજર લોકોએ બરાબરનો મેથીપાક આપ્યો હતો. જે બાદ હાલ આરોપી તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહિ છે. આ તરફ હવે અકસ્માત બાદ આરોપી તથ્ય પટેલનો પરિવાર ક્યાક ગાયબ થઈ ગયો છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલના ઘરે તાળાં જોવા મળી રહ્યા છે.

શું હતી ઘટના ?

ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં લોકો આ ઘટન જોવા અને અકસ્માત થયેલા ને મદદરૂપ થવા એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ પણ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે બેફામ સ્પીડે આવતી જગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લઇ લીધા હતા. 160 થી વધુની સ્પીડમાં આવતી આ કારે ટોળા પર કાર ચડાવી દીધી હતી.

આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પીટલ મા લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો જાણવા મળ્યુ છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક ને પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Iskon Bridge Accident
Iskon Bridge Accident

Leave a Comment

error: Content is protected !!