ચંદ્રયાન લેન્ડીંગ: આ તારીખે ચંદ્રયાન સોફટ લેંડીંગ કરશે ચંદ્ર પર, કેટલે પહોંચ્યુ ચંદ્રયાન

ચંદ્રયાન લેન્ડીંગ: Chandryan Soft Landing: ચંદ્રયાન-3 એ ભારત માટે ખૂબ જ સિમાચિહ્ન રૂપ બની રહેનાર છે. 14 જૂલાઇએ ઇસરો દ્વારા ચંદ્રયાન લોંચ કરવામા આવ્યુ હતુ. આ ચંદ્રયાન તેની ગતિ મુજબ આગળ વધી રહ્યુ છે. અને 23 જૂલાઇએ ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરશે. ત્યારે આપણા દેશ સહિત સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન ના સોફટ લેન્ડીંગ પર છે. આ ચંદ્રયાન ના સોફટ લેન્ડીંગ સફળતાપૂર્વક થશે તો સમગ્ર વિશ્વમા ઇસરો અને ભારત ઇતિહાસ રચશે.

  • ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે.
  • વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે અને 23 ઓગષ્ટે સોફટ લેંડીંગ કરનાર છે.
  • 20 ઓગસ્ટના રોજ લેન્ડર ફરીથી ડીબૂસ્ટ થશે

ચંદ્રયાન લેન્ડીંગ

ચંદ્રયાન-3 ન્યુઝ: : ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી રહી છે. આ અંગે એવી વાત સામે આવી રહી છે., ચંદ્રયાન-3 સાથે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે તેની ગતિ મુજબ આગળ વધી રહ્યું છે. સફળ ડીબૂસ્ટિંગ કર્યા પછી લેન્ડર મોડ્યુલ શુક્રવારે ચંદ્રની નજીક પહોંચી રહ્યુ છે. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)નો સમાવેશ થાય છે. ઈસરોએ કહ્યું કે, લેન્ડરની તબિયત હાલ એકદમ સામાન્ય છે અને લેન્ડર નિર્ધારીત ગતિ મુજબ જ આગળ વધે છે.

આ પણ વાંચો; Hotel rating: થ્રી સ્ટાર, ફોર સ્ટાર, ફાઇવ સ્ટાર આવા રેટીંગ હોટેલોને કઇ રીતે આપવામા આવે છે; શું છે ક્રાઇટેરીયા

આવતીકાલે થશે ફરીથી ડીબૂસ્ટિંગ પ્ર્ક્રિયા.
ચંદ્રયાન-3 માટે આગામી થોડા કલાકો નિર્ણાયક થનાર છે. આનું કારણ એ છે કે, 20 ઓગસ્ટના રોજ લેન્ડર ફરીથી ડીબૂસ્ટ થનાર છે અને તેને નીચલી ભ્રમણકક્ષામાં ઉતારવામાં આવનાર છે. લેન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષા હાલ 113 કિમી x 157 કિમી સુધી ઘટાડી દેવામાં આવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શુક્રવારે ટવીટર પર પોસ્ટ કર્યું હતું. આગામી ડીબૂસ્ટિંગ પ્રક્રિયા 20 ઓગસ્ટના રોજ ભારતીય સમય અનુસાર લગભગ 2:00 વાગ્યે પૂર્ણ થનાર છે.

यह भी पढे:  Gujarat Top 5 Villages: શહેર ને ટક્કર આપે એવા છે ગુજરાતના આ 5 ગામડા, સુવિધાઓ છે સ્માર્ટ સિટી જેવી

chandryan Soft Landing Date

ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફટ લેંડીંગ કરશે.
ગુરુવારે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવ્યા હતા. લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે સાંજે 5.47 વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની કરવાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કરશે ત્યારે ભારત ઇતિહાસ સર્જશે અને આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીને તેમના લેન્ડરને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતાર્યા છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામા આવ્યુ હતુ.

આ પણ વાંચો; GSRTC Bus Name: એસ.ટી.બસ માં સોમનાથ, સાબર, અમુલ આવા શબ્દો કેમ લખેલા હોય છે, જાણવા જેવી માહિતી

ચંદ્રયાન ની અવકાશમા તસવીરો

ચંદ્રયાન-3 અવકાશયાનના લેન્ડર મોડ્યુલ પર લગાવવામાં આવેલા કેમેરાએ ચંદ્રની અદભુત તસવીરો કેપ્ચર કરી હતી. ઈસરોએ શુક્રવારે ટવીટર પર આ તસવીરો શેર કરી હતી. આમાંથી કેટલીક તસવીરો 15 ઓગસ્ટના રોજ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા લેવામાં આવી હતી. જ્યારે કેટલીક તસવીરો લેન્ડર ઈમેજર (LI) કેમેરા-1 દ્વારા 17 ઓગસ્ટે કેપ્ચર કરવામા આવી હતી. જેમા આ ચંદ્રની સપાટી પરના ખાડાઓ દર્શાવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ચંદ્રયાન લેન્ડીંગ
ચંદ્રયાન લેન્ડીંગ

1 thought on “ચંદ્રયાન લેન્ડીંગ: આ તારીખે ચંદ્રયાન સોફટ લેંડીંગ કરશે ચંદ્ર પર, કેટલે પહોંચ્યુ ચંદ્રયાન”

Leave a Comment

error: Content is protected !!