શિયાળે વરસાદ: વરસાદની આગાહિ: ફેબ્રુઆરી મહિનો શરૂ થવા આવ્યો છે પરંતુ હજુ જોઇએ તેવી ઠંડી પડી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ આ વર્ષે નબળા આવવાને લીધે કડકડતી ઠંડી નો અનુભવ થયો નથી. કાશ્મીર મા આખો શિયાળો બરફવર્ષા વગર કોરોધાકોર ગયો છે. એવામા હવામાન વિભાગે આવનારા દિવસો મા કમોસમી વરસાદ પડવાની આગાહિ કરી છે. 4 ફેબ્રુઆરી સુધી દેશના વિવિધ રાજયોમા કરા સાથે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.
શિયાળે વરસાદ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ થવાની આગાહી વ્યકત કરી છે. IMD એ તેના દૈનિક બુલેટિનમાં આગાહિ કરતા જણાવ્યુ છે કે 30 જાન્યુઆરીથી અને બીજી 3 ફેબ્રુઆરીથી સતત બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે હવામાન પ્રભાવિત થાય તેવી શકયતાઓ રહેલી છે.
- ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ થાય તેવી આગાહિ છે.
- ભારતીય હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરી મા કરવામાં આવી છે આગાહી
- 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે કમોસમી વરસાદ થવાની છે સંભાવના
આ પણ વાંચો: Home Loan Or Rent: મકાન લોન લઇ ખરીદવુ ફાયદામા રહેશે કે ભાડા પર રહેવુ; સમજો ગણિત
ભારતીય હવામાન વિભાગ (IMD) એ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ થાય તેવી આગાહિ આપી છે. IMD એ તેના દૈનિક બુલેટિનમાં જણાવ્યું છે કે 30 જાન્યુઆરીથી અને 3 ફેબ્રુઆરી સુધી દેશના વિવિધ રાજયોમા વરસાદ થાય તેવી શકયતાઓ રહેલી છે. IMD એ કહ્યું કે આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ પડે તેવી શકયતાઓ રહેલી છે. સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું હતું કે 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થાય તેવી સંભાવના રહેલી છે.
રાજસ્થાન મા પણ છે વરસાદની શકયતા
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થાય તેવી આગાહિ આપવામા આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને લીધે આગામી દિવસોમાં રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ થાય તેવી શકયતાઓ રહેલી છે. વેધર સેન્ટર જયપુરે જણાવ્યું હતું કે પ્રથમ ડિસ્ટર્બન્સ 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી એકટીવ રહેશે. રાજસ્થાન ના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરીય ભાગોમાં હળવા વરસાદના સ્વરૂપમાં તેની અસર થાય તેવી શકય્તાઓ છે. જયારે બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3 થી 4 ફેબ્રુઆરી સુધી એકટીવ રહેશે. તેની અસરને કારણે, 3 થી 4 ફેબ્રુઆરી દરમિયાન બિકાનેર વિભાગ, શેખાવતી ક્ષેત્ર અને જયપુર ના વિવિધ વિસ્તારોમા છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થાય તેવી સંભાવના છે.
આટલા રાજયોમા છે વરસાદની શકયતા
હવામાન વિભાગે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે 31 જાન્યુઆરી, 2024ના રોજ ઉત્તરાખંડમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ થાય તેવી આગાહિ છે. હવામાન વિભાગે 1 ફેબ્રુઆરી સુધી રાજ્યના ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને બાગેશ્વર જિલ્લામાં 3000 મીટરની ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થાય તેવી આગાહિ વ્યકત કરી છે. હવામાન વિભાગે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી ગઢવાલ, દેહરાદૂન, પૌરી ગઢવાલ, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા અને ચંપાવત ના વિસ્તારો માટે યલો એલર્ટ આપ્યુ છે. જે રાજ્યમાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની શકયતાઓ રહેલી છે. હવામાન વિભાગે સોશિયલ મીડિયા બુલેટીન પર જણાવ્યું છે કે બુધવારે હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા સ્થળો એ કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને ઘરની બહાર નીકળતી વખતે આ બાબતનુ ધ્યાન રાખવા જણાવ્યું હતું.
સાથે સાથે હવામાન વિભાગે પંજાબ રાજયના વિવિધ વિસ્તારો મા પણ કરા સાથે વરસાદ પડવાની આગાહિ કરી છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
