નવરાત્રી વરસાદ આગાહિ: અમદાવાદ હવામાન: હાલ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. જેમા સૌથી અગત્યની એટલે કે ભારત પાકિસ્તાન ની મેચ 14 તારીખે અમદાવાદ મા રમાનાર છે. તો 15 તારીખથી નવરાત્રી શરૂ થઇ રહી છે. એવામા ક્રિકેટ રસિકો તથા ગરબાના ખલૈયાઓ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમા તારીખ 14 અને 15 ઓકટોબરે અમદાવાદ સહિત રાજયના અન્ય અમુક જિલ્લાઓમા વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. ચાલો જોઇએ કયા કયા જિલ્લાઓમા વરસાદ અને હવામાન બાબતે શું આગાહિ કરવામ આવી છે.
નવરાત્રી વરસાદ આગાહિ
નવરાત્રિમાં ખેલૈયા તથા ગરબા આયોજકો માટે ચિંતાના સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક જિલ્લાઓમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
- નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જામ્યો છે.
- નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની છે આગાહી
- ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં વરસાદની આગાહિ
- ભારત પાકિસ્તાન મેચમા છે અમદાવાદ જિલ્લામા વરસાદની આગાહિ
નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આગાહિ કરવામા આવી છે. જેમા પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો; GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી છે બસ; તથા અન્ય સર્વિસ.
કયા જિલ્લાઓમા છે વરસાદની આગાહિ
હવામાન વિભાગ દ્વારા નવરાત્રીનાં પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. તો નવરાત્રીનાં બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામા આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહિ કરતા જણાવ્યું હતું કે, 17 મી ઓકટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર સર્જાય તેવી શકયતાઓ રહેલી છે. અને આ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વિવિધ જિલ્લાઓમા વાદળછાયું વાતાવરણ રહે તેવી શકયતાઓ છે. અને ત્યારબાદ છુટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ અમુક વિસ્તારોમાં વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.
અગત્યની લીંક
| હવામાન વિભાગ વરસાદ આગાહિ PDF | અહિંંક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
