coldwave Forecast: કયારે પડશે હાડ થીજવતી ઠંડી, શુંં કહે છે અંબાલાલ ની આગાહિ

coldwave Forecast: ઠંડીની આગાહિ: અંબાલાલ આગાહિ: હાલ જાન્યુઆરી મહિનો પુરો થવા આવ્યો છે પરંતુ હજુ શિયાળાની ફુલગુલાબી ઠંડી જોઇએ તેવી જોવા મળી નથી. સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામા હાડ થીજવતી ઠંડી પડતી હોય છે. પરંતુ આ વર્ષે ઠંડી કયા ગુમ થઇ ગઇ છે તે નક્કી નથી થતુ. એવામા રાજયમા કયારે કડકડતી ઠંડી પડશે તે બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહિ સામે આવી છે.

coldwave Forecast

રાજ્યમાં હાલ ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. સામાન્ય રીતે ઉતર તરફના પવન ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડે છે. પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર થોડા દિવસ જ જોવા મળ્યો હતો અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યુ છે. ત્યારે આગામી સમયમાં કેવી ઠંડી પડશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ચાલુ વર્ષે વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર નબલી જોવા મળી હતી. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ ને કારણે વારંવાર વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વાદળછાયા વાતાવરણ ને કારણે ઠંડીમાં વઘ ઘટ થઇ રહી છે. હજુ પણ આગામી પાંચ દિવસ તાપમાન અને વાતાવરણ સામાન્ય જ રહે તેવી શકયતા દેખાઇ રહી છે. જોકે ભારતીય મોસમ વિભાગે શિયાળાની ઠંડી અંગે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, ચાલુ વર્ષે શિયાળામાં તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહે તેવી શકયતાઓ છે કોલ્ડવેવની ની અસર ઓછી જોવા મળશે. ગુજરાતમાં શિયાળામા ઠંડાગાર રહેતા શહેરોનું લઘુતમ તાપમાન પણ સામાન્ય કરતા ઉંચુ આવી રહ્યુ છે.

અંબાલાલ ની આગાહિ

તો આ વખતે આગામી સમયમા ઠંડી પડશે કે નહીં તે અંગેની પણ આગાહીકારોએ પૂર્વાનુમાન વ્યકત કર્યુ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, આ પહેલા 20 થી 22 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં રહેવાની સંભાવના છે. આ અરસામાં દેશના ઉત્તરભાગમાંથી પર્વતિય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી પડવાની શક્યતાઓ છે. જેમાં જસદણ, ગોંડલ, સુરેન્દ્રનગર, ઉપલેટા, મોરબી જેવા વિસ્તારોમા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચે તેવી શકયતા છે.

આ સાથે તેમણે આગાહિ કરતા એમ પણ જણાવ્યુ હતુ કે, 25 થી 26 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેલી છે. જ્યારે 25 થી 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર જોવા મળે તેવી શક્યતા છે અને 26 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉત્તર ભારતથી રાજસ્થાન સુધીમાં હવામાનમાં બદલાવ જોવા મળશે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના રહેલી છે. જેની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી ગાયબ ની અસર ઓછી વર્તાશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
coldwave Forecast
coldwave Forecast

Leave a Comment

error: Content is protected !!