Madhavpur Mela 2023: માધવપુરનો માંડવો, જાદવકુળની જાન:પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતા માધવપુરના મેળાનુ મહત્વ

Madhavpur Mela 2023: માધવપુર મેળો 2023: ગુજરાતમાં ઘણા નાના-મોટા લોકમેળા યોજાય છે, તેમાં સૌરાષ્ટ્રમાં યોજાતા ત્રણ મેળાઓ ખૂબ જ પ્રચલિત અને આગવું મહત્વ ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં તરણેતરમાં યોજાતો મેળો ખૂબ જ પ્રચલિત છે, જૂનાગઢમાં ભવનાથ મા યોજાતો સાધુસમાજ અને સંતોનો ભવનાથનો મેળો દેશ વિદેશમા પ્રખ્યાત છે. જ્યારે પોરબંદરના માધવપુર મા યોજાતો ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રૂકમણીજીની લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. આજે માધવપુરના મેળાની માહિતી તથા તેનુ મહત્વ જાણીશુ.

Madhavpur Mela 2023

આધ્યાત્મિકતા ની સાથે સાથે સાંસ્કૃતિક દ્રષ્ટીએ પણ Madhavpur Mela 2023 આગવુ મહત્વ ધરાવે છે. ચૈત્ર મહિ‌નાની રામનવમીથી આ મેળો શરુ થાય છે જે તેરસ સુધી પાંચ દિવસ ચાલે છે. માધવપુરનો આ ભાતીગળ લોકમેળો અનોખી ભાત પાડે છે.

માધવપુર મેળો 2023 ઉત્તર-પૂર્વીય આઠ રાજ્યોના વિવિધ કલાકારો ભાગ લે છે. માધવપુરનો મેળો અરૂણાચલ પ્રદેશની ‘મીશમી જનજાતી’ના લોકોને ગુજરાત સાથે જોડે છે. આ મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉતર-પૂર્વના રાજ્યોના, મુખ્યમંત્રીઓ, સહિત મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા નામાંકિત કલાકારો પણ મેળામાં ઉપસ્થિત રહેશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો

Madhavpur Mela 2023 આ મેળામા 12 હજાર લોકો એક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામા આવી છે. તેમજ એક સાથે પાંચ હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તેવા પાંચ ખાસ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. 5 દિવસ દરમિયાન ગુજરાત ઉપરાંત 8 રાજ્યોના ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ કલાકૃતિઓ પ્રસ્તુત કરાશે. ગુજરાતના કલાકારોની વાત કરીએ તો આ મેળામા જેમાં ગુજરાતના જાણીતા કલાકારો જેવા કે સાંઈરામ દવે, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનુ આગવુ પરફોર્મન્સ આપી લોકોને ડાયરાની જમાવટ કરાવશે. આ ઉપરાંત લોકો માટે આકરી ગરમીમાં એર કંડિશનર ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ વર્ષે માધવપુર ખાતે રમત-ગમત વિભાગ દ્વારા બીચ રમતોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

એસ.ટી. બસની સુવિધા

પોરબંદરની સાથે સાથે આજુ બાજુના અન્ય જિલ્લાના લોકો પણ માધવપુર મેળો 2023 નો આનંદ માણી શકે તે માટે પોરબંદરથી રોજ 100 બસો ખાસ મેળા માટે મૂકવામા આવશે. આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પણ લોકો આવી શકે તે માટે એસ.ટી.બસો મૂકવામા આવશે. મેળાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી છે.

માધવપુરના મેળાનુ મહત્વ

માધવપુર ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક મહત્વ ધરાવતુ સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. શ્રીકૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે લોકોને અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનોખો પ્રસંગ છે.

  • આ મેળામા ચૈત્ર સુદ બારસે વિવાહ ઉત્સવ યોજવામા આવે છે
  • ચૈત્ર સુદ તેરસે જાનને વિદાય આપવામા આવે છે
  • શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહ 5 હજાર વર્ષ પહેલા થયા હતા.
  • આ મેળામા ત્રણ દિવસ સુધી ફૂલેકુ નિકળે છે.

માધવપુરનો માંડવો, આવે
જાદવ કુળની જાન,
પરણે રાણી રુકમણી જ્યાં,
વર દુલ્હા ભગવાન.

ઉલ્લેખનીય છે કે, રુકમણીજી ઉત્તર ભારતના હતા, માટે આ મેળામા ઉત્તર-પૂર્વના આઠ જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામાં ઉપસ્થિત રહે છે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધજા લઇને આ લગ્નનું મામેરૂ પુરવા આવે છે. આ અલૌકીક દ્રશ્યો જોવા એ પણ એક અવસર છે. ઓઝત, ભાદર અને મધુવંતિ નદીના ત્રિવેણી સંગમ તથા અરબી સમુદ્રના કાઠે આવેલા પ્રાકૃતિક સૌદર્ય સુંદર લાગતા એવા માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રી કૃષ્ણ ભગવાનનુ સામૈયું કરવામાં આવે છે.

માધવપુર ના મેળામા 5 દિવસ સુધી લોકો આનંદ માણે છે, સાથે સાથે ઉતર પૂર્વના રાજ્યોની સંસ્કૃતિની ઝલક દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળે છે.

અગત્યની લીંક

માધવપુર મેળાનો વિડીયોClick here
Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
Madhavpur Mela 2023
Madhavpur Mela 2023

માધવપુર નો મેળો ક્યા યોજાય છે ?

માધવપુર નો મેળો પોરબંદર નજીક માધવપુર ગામે યોજાય છે.

માધવપુર નો મેળો ક્યારે યોજાય છે ?

માધવપુર નો મેળો રામનવમી થી તેરસ સુધી 5 દિવસ યોજાય છે.

2 thoughts on “Madhavpur Mela 2023: માધવપુરનો માંડવો, જાદવકુળની જાન:પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતા માધવપુરના મેળાનુ મહત્વ”

Leave a Comment

error: Content is protected !!