Live Ayodhya Mahotsav: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જુઓ લાઇવ, રામલલા ની મૂર્તિના લાઇવ દર્શન

Live Ayodhya Mahotsav: અયોધ્યામા નવનિર્મિત રામમંદિરમા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા રહ્યો છે. 22 જાન્યુઆરી નો દિવસ સમગ્ર ભારતવર્ષ માટે ઐતિહાસિક બની રહેનાર છે. ભગવાન રામલલા ની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધી યોજાનાર છે. સમગ્ર ભારત મા દિવાળી જેવો માહોલ છે. એવામા હરકોઇ લોકો આ અલૌકિક પળને લાઇવ જોવા માંગે છે. આ પોસ્ટમા આપણે અયોધ્યા Live Ayodhya Mahotsav કઇ રીતે જોઇ શકાય તેની માહિતી મેળવીશુ.

Live Ayodhya Mahotsav

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ નવનિર્મિત મંદિરમા ભગવાન શ્રી રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા થવાથી પહેલાં ભગવાન રામનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક સામે આવી છે. લોકો ભગવાન રામલલાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. રામ મંદિરમાં 22 જાન્યુઆરી સુધી થનારા અભિષેક સમારોહ પહેલાં ગુરુવારની બપોરે રામ જન્મભૂમિનાં ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ રાખવામાં આવી છે.

‘નગરી હો અયોધ્યા સી, રઘુકુલ સા ઘરાના હો’, આ ગીત આમ તો આપણે ઘની વખત સાંભળ્યુ હશે પરંતુ આજે જે રીતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ને શણગારવામા આવી છે અને આજે જે અયોધ્યા જોવા મળે છે, તે પહેલા ક્યારેય જોવા નથી મળી. અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર સહિત આખા અયોધ્યા શહેર ને શણગારવામાં આવ્યું છે. શ્રી રામના મંદિરને ફૂલો ની સજાવટ કરવામા આવે છે. રામલલાના નવા ઘરને રોશનીથી એવી રીતે સજાવવામાં આવ્યું છે કે જોનારનું મન પ્રફુલ્લીત રહે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. મંદિર પરિસરથી ગર્ભગૃહ સુધીની અદ્ભુત સુંદરતા મનમોહક છે. માત્ર રામ મંદિર જ નહીં, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના સ્વાગતમાં આખું અયોધ્યા શહેર દેવનગરી બની ગયું છે.

ભગવાન શ્રીરામ ની આ અલૌકિક મૂર્તિ મૈસુર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી છે. ગુરુવારે રામલલાની 51 ઇંચની મૂર્તિ મંદિરમાં સંપૂર્ણ વિધી સાથે સ્થાપિત કરવામા આવી હતી. અભિષેક સમારોહ સાથે સંકળાયેલા પૂજારી અરુણ દીક્ષિતે જણાવ્યું કે, બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામા આવી છે. જ્યારે પ્રધાન સંકલ્પ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ કર્યું હતું. જે આ મહોત્સવ ના યજમાન છે.

અરુણ યોગીરાજ દ્વારા નેપાળની ગંડક નદિમાથી લાવેલા પથ્થરો માથી આ પ્રતિમા તૈયાર કરવામા આવી છે. શ્યામ રંગની આ પ્રતિમા બનાવતા 2 મહિના જેટલો સમય લાગ્યો હતો.

રામમંદિર આજના કાર્યક્રમ

  • સવારે 10 વાગ્યે: મંગળ ધ્વનિ
  • સવારે 10:30 વાગ્યે: PM મોદિ પહોચશે
  • સવારે 11 વાગ્યે: મહેમાનો આવશે
  • 11:30 થી 12:30 :: ગર્ભગૃહમા પુજા
  • 12:30 વાગ્યે: મુખ્ય મહેમાનો તેમનો મનોભાવ વ્યકત કરશે
  • બપોરે 2:00 થી 7:00 વાગ્યા સુધી: રામલલાના દર્શન

અગત્યની લીંક

પ્રથમ દિવસ સંધ્યા આરતી દર્શનઅહિ કલીક કરો
લાઈવ દર્શન લીંકઅહિ કલીક કરો
પ્રાણ પ્રતિષ્ઠા 84 સેકન્ડનો વિડીયોઅહિ કલીક કરો
Lakshya TV પર લાઈવ જુઓ અહિથીઅહિ કલીક કરો
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લાઇવઅહિં ક્લીક કરો
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લાઇવ લીંક-2અહિ કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

1 thought on “Live Ayodhya Mahotsav: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જુઓ લાઇવ, રામલલા ની મૂર્તિના લાઇવ દર્શન”

Leave a Comment

error: Content is protected !!