Ayodhya Ram mandir Darshan Timing: કયારથી અયોધ્યા રામમંદિરમા કરી શકાસે દર્શન, જાણો આરતી અને દર્શન નો સમય

Ayodhya Ram mandir Darshan Timing: અયોધ્યા દર્શન સમય: અયોધ્યા રામમંદિર આરતી સમય: 22 જાન્યુઆરી સોમવારે અયોધ્યામા નવનિર્મિત ભવ્ય રામમંદિર મા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. સમગ્ર દેશવાસીઓ આ અલૌકિક અને ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે અને ભગવાન રામલલા ના દર્શન કરવા આતુર છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ક્યારથી મંદિરમા લોકો દર્શન માટે જઇ શકસે અને દર્શન તથા આરતીનો સમય શું હશે તેની માહિતી મેળવીએ.

Ayodhya Ram mandir Darshan Timing

અયોધ્યાના નવા ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત દેશ-દુનિયાના 8000 જેટલા અતિથિ સહભાગી થનાર છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર સામાન્ય લોકો માટે દર્શન માટે ખોલવામાં આવશે. રામ મંદિરમાં સામાન્ય લોકો ક્યારે દર્શન માટે જઇ શકસે? ક્યારે પ્રવેશ કરી શકશે? કોઈ ચાર્જ આપવો પડશે કે કેમ? દર્શન અને આરતીનો સમય શું હશે? જેવી બાબતોની માહિતી મેળવીએ.

આ પણ વાંચો: Live Ayodhya Mahotsav: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જુઓ લાઇવ, રામલલા ની મૂર્તિના લાઇવ દર્શન

22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે અને ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 23મી જાન્યુઆરીથી સામાન્ય ભક્તો ભગવાન શ્રી રામલલાના દર્શન માટે જઇ શકસે. 22 જાન્યુઆરીએ આમંંત્રિત મહેમાનો સિવાય અન્ય લોકોને પ્રવેશ આપવામા આવનાર નથી.. લોકો માટે બીજા દિવસથી મંદિર મા પ્રવેશ આપવામા આવશે. આ રીતે સામાન્ય લોકો સરળતાથી શ્રીરામ ના દર્શન કરી શકશે. આ સમયગાળા દરમિયાન લોકોએ દર્શન અને આરતીના સમય અને અન્ય એક-બે બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે.

Ayodhya Ram mandir Darshan

અયોધ્યામા રામમંદિરમા દર્શન નો સમય નીચે મુજબ રહેશે.

  • રામ મંદિર ભક્તો માટે સવારે 7:00 થી બપોરે 11:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
  • ત્યારબાદ મંદિર ભક્તો માટે બપોરે 2:00 વાગ્યા થી થી સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
  • ભગવાનની પૂજા અને વિશ્રામ માટે બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર બંધ રહેશે.

Ayodhya Ram mandir Aarti timing

ભગવાન શ્રી રામલલાની આરતી દિવસમાં ત્રણ વખત કરવામાં આવે છે.

  • સવારે જાગરણ અથવા શ્રૃંગાર આરતી – સવારે 6:30 કલાકે કરવામા આવે છે.
  • ભોગ આરતી- બપોરે 12:00 વાગ્યે કરવામા આવે છે.
  • સાંજની આરતી સાંજે 7:30 કલાકે કરવામા આવે છે.

ભગવાનની આરતીમાં જો તમે ભાગ લેવા માંગતા હોય તો તમે એક પાસ લઈ શકો છો જે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ કરાવવામા આવશે. આ માટે, માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) હોવુ જરૂરી છે. એક સમયે માત્ર 30 લોકો જ આ આરતીમાં ભાગ લઈ શકે છે. અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો રામલલાના નિ:શુલ્ક દર્શન કરી શકશે. આ માટે કોઈ ફી ચૂકવવાની રહેતી નથી.

અયોધ્યા કઇ રીતે જશો ?

અયોધ્યા ઉતરપ્રદેશ રાજયમા આવેલુ છે. જો તમે અયોધ્યા જવા માંગતા હોય તો નીચેની રીતે વિવિધ વાહનવ્યવહાર વિકલ્પો દ્વારા જઇ શકો છો.

  • પ્લેન દ્વારા: જો તમે પ્લેન દ્વારા અયોધ્યા જવા માંગતા હોય તો અહિંથી નજીકમા ગોરખપુર એરપોર્ટ છે. જ્યાથી અયોધ્યા 118 કીમી દૂર થાય છે. લખનૌ એરપોર્ટથી અયોધ્યા 125 કીમી દૂર થાય છે.
  • ટેન દ્વારા: જો તમે ટ્રેન દ્વારા અયોધ્યા જવા માંગતા હોય તો સીધા અયોધ્યા ટ્રેન દ્વારા પણ જઇ શકો છો.
  • વાહન દ્વારા: જો તમે રોડ દ્વારા કોઇ વાહનમા અયોધ્યા જવા માંગતા હોય તો તે લખનુ થી 125 કીમી, વારાણસી થી 200 કીમી, અલાહાબાદ થી 160 કીમી, ગોરખપુર થી 140 કીમી અને દિલ્હી થી 636 કીમી દૂર થાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Ayodhya Ram mandir Darshan Timing
Ayodhya Ram mandir Darshan Timing

1 thought on “Ayodhya Ram mandir Darshan Timing: કયારથી અયોધ્યા રામમંદિરમા કરી શકાસે દર્શન, જાણો આરતી અને દર્શન નો સમય”

Leave a Comment

error: Content is protected !!