Jio Bharat Mobile: જિયો ભારત 999 ફોન: રીલાયન્સ જિયો થી ટેલીકોમ ક્ષેત્રે ક્રાંતી લાવનાર મુકેશ અંબાણી અવારનવાર અવનવા પ્લાન અને ઓફરો આપતા રહે છે. હવે રીલાયન્સ જિયો લાવ્યુ છે માત્ર 999 રૂ. મા Jio Bharat Mobile 4G ફોન. રિલાયન્સ જિયોએ સોમવારે જિયો ભારત ફોન પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જેમાં 250 મિલિયનથી વધુ વર્તમાન ફીચર ફોન યુઝર્સને પૂરી કરવા માટે ઓછા ખર્ચે ડેટા પ્લાન સાથે સસ્તું 4G ફીચર વાળો ફોન આપી રહ્યુ છે. Jio ભારત ફોન અનિવાર્યપણે એક સ્માર્ટ ફીચર ફોન છે જે તમને માત્ર ઈન્ટરનેટનો ઉપયોગ જ નહીં પરંતુ UPI પેમેન્ટ્સ અને Jio ની એન્ટરટેઈનમેન્ટ એપ્સ પન યુઝ કરવા મળશે. 4G ફીચર ફોન Jio ભારત પ્લાન સાથે પણ આવે છે જે અમર્યાદિત કૉલ્સ અને ડેઇલી મોબાઇલ ડેટા પણ વાપરવા મળે છે.
Jio Bharat Mobile
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતને 2G મુક્ત બનાવવાનું સ્વપ્ન જોયુ હતું. આ ઉપક્રમના બીજા પ્રયાસના ભાગરૂપે, જિયો કંપનીએ માત્ર રૂ.999 માં 4G ફોન લોન્ચ કર્યો છે. ‘Jio Bharat V2’ની કિંમત સાવ ઓછી રાખવામા આવી છે, જેનાથી કંપનીની નજર 2G યુઝ કરતા 25 કરોડ ગ્રાહકો પર છે. રિલાયન્સ જિયોનો દાવો છે કે ‘Jio Bharat V2’ના આધારે કંપની 10 કરોડથી વધુ નવા ગ્રાહકો પોતાની સાથે ઉમેરશે.
આ પણ વાંચો: GSRTC Booking App: હવે ઘરેબેઠા કરો એસ.ટી. બસનુ બુકીંગ, GSRTC બસ લાઇવ લોકેશન
દેશમાં હજુ પણ 250 મિલિયન એટલે કે 25 કરોડ 2G વપરાશકર્તાઓ છે, જેઓ અન્ય ટેલિકોમ કંપનીઓના નેટવર્ક સાથે જોડાયેલા છે. આમાં એરટેલ, વોડાફોન-આઇડિયા અને BSNL જેવી ટેલીકોમ કંપનીઓના નેટવર્કનો સમાવેશ થાય છે.
જિયો ભારત 999 ફોન ફીચર
તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો માત્ર 4G અને 5G નેટવર્ક જ પ્રોવાઇડ કરે છે. જિયો કંપનીનો દાવો કર્યો છે કે Jio Bharat આ નવા વર્ઝનને આધારે 10 કરોડથી વધુ ગ્રાહકો ટૂંક સમયમાં 2G પરથી 4G પર આવી જશે.
નિષ્ણાંતોના મત અનુસાર ટૂંક સમયમાં 2G ફીચર ફોનનું સ્થાન 4G ભારત સીરીઝના મોબાઈલ ફોન લઈ શકે છે. આ પહેલા પણ કંપની 2G ગ્રાહકોને આકર્ષવા માટે 2018 માં JioPhone પણ લાવી હતી. JioPhone નો આજે પણ 13 કરોડથી વધુ ગ્રાહકો યુઝ કરી રહ્યા છે. કંપની ‘Jio Bharat ના આ નવા વર્ઝનને ભારતનાં 6,500 તાલુકાઓમાં લઈ જવા માંગે છે.
આ પણ વાંચો: વરસાદ આગાહિ 2023: અંબાલાલની 2023 ની વરસાદની આગાહિ, નવરાત્રીમા વરસાદ પડશે કે નહિ; આખા વર્ષની વરસાદની તારીખો
Jio એ ભલે આ ફોન માત્ર 999 રૂ. મા એટલે કે 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં લૉન્ચ કર્યો છે, પરંતુ તેની સાથે ઉપલબ્ધ ફીચર્સ કોઈપણ પ્રીમિયમ ફોનથી ઓછા નથી. 999 રૂપિયાના આ ફોનનો માસિક રીચાર્જ પ્લાન પણ સૌથી સસ્તો છે. ગ્રાહકોએ 28 દિવસના રિચાર્જ માટે માત્ર 123 રૂપિયા નુ જ રીચાર્જ કરાવવુ પડશે. જો તમે અન્ય ટેલીકોમ ઑપરેટર્સના વૉઇસ કૉલ્સ અને 2 GB માસિક પ્લાન જુઓ, તો તેની કિંમત 179 રૂપિયા જેટલા છે. Jio Bharat નો આ ફોન પણ તેના ગ્રાહકોને 14 GB 4G ડેટા યુઝ કરવા આપે છે, જ્યારે અન્ય કંપનીઓ માત્ર 2 GB ડેટા આપે છે. જો કોઈ ગ્રાહક એક વર્ષ માટે રિચાર્જ કરાવે, તો તેણે માત્ર 1,234 રૂપિયા નો જ ખર્ચ કરવો પડશે.
JioCinema ના સબસ્ક્રિપ્શન સાથે ‘Jio Bharat V2’ મોબાઈલના ગ્રાહકોને ઘણી અન્ય એપ્સ નુ સબસ્ક્રિપ્શન પણ આપે છે. Jio-Saavn ના 80 મિલિયન ગીતો સાંભળવા મળશે. તો સાથે ગ્રાહકો Jio-Pay દ્વારા UPI પર ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે. ભારતની કોઈપણ ભાષા બોલતા ગ્રાહકો માટે તેમની પોતાની ભાષામાં ‘Jio Bharat V2’ માં કામ કરી શકશે. આ મોબાઈલ 22 જેટલી ભારતીય ભાષાઓમાં કામ કરી શકે છે.
દેશમાં બનેલો સૌથી સસ્તો 4G મોબાઇલ ફોન છે. વજનમા હળવો ફોન અને માત્ર 71 ગ્રામ વજનનો ‘Jio Bharat V2’છે. તેમાં HD વૉઇસ કૉલિંગ, FM રેડિયો, 128 GB SD મેમરી કાર્ડ સપોર્ટ જેવા ફીચર્સ પણ આપેલા છે. મોબાઈલમાં 4.5 સે.મી. ની TFT સ્ક્રીન, 0.3 નો મેગાપિક્સલ કેમેરા, 1000 mAh ની બેટરી, 3.5 mm હેડફોન જેક, પાવરફુ લાઉડસ્પીકર અને ટોર્ચ પણ આપવામા આવ્યા છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
Jio Bharat Mobile ની કિંમત શુંં છે ?
999 રૂ.
જિયો ભારત 999 ફોન કયુ નેટવર્ક સપોર્ટ કરે છે ?
4G નેટવર્ક
Jio Bharat Mobile કેટલી ભાષા સપોર્ટ કરે છે ?
22 ભાષા
Jio Bharat Mobile મા કેટલા mAh ની બેટરી આપવામા આવે છે ?
1000 mAh
Jio 4gbokig aslam noormohma Nagorwala is book
I want this phone
where is this phone ?