લોકરક્ષક ભરતી 2024: LRD RECRUITMENT: ગુજરાત પોલીસ વિભાગ મા મોટી ભરતી આવી છે. જેમા 12472 જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. લોકરક્ષક ભરતી 2024 અન્વયે તા. 4 એપ્રીલ થી તા. 30 એપ્રીલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. LRD RECRUITMENT ની તમામ માહિતી આ પોસ્ટ મા મેળવીશુ.
લોકરક્ષક ભરતી 2024
ગુજરાત પોલીસ મા જોડાઇને કારકિર્દી બનાવવા માટે યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ મા 12472 જગ્યાઓ પર મોટી ભરતી આવી છે. લોકરક્ષક ભરતી અન્વયે પી.એસ.આઇ. અને એસ.આર.પી.એફ. ની 12472 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામા આવી છે.
જગ્યાનુ નામ | જગ્યાઓ |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) | 316 |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) | 156 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 4422 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 2212 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) | 1000 |
જેલ સિપોઇ (પુરૂષ) | 1013 |
જેલ સિપોઇ (મહિલા) | 85 |
કુલ જગ્યાઓ | 12472 |
પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતી
લોકરક્ષક ભરતી અન્વયે આવેલી પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતી માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.
- વય મર્યાદા: પી.એસ.આઇ. ભરતી માટે ઓછામા ઓછી વયમર્યાદા 21 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 35 વર્ષ નિયત કરવામા આવી છે.
- શૈક્ષણિક લાયકાત: પી.એસ.આઇ. ભરતી માટે શૈક્ષણિક લાયકાત તરીકે માન્ય યુનિવર્સિટી માથી ગ્રેજયુએટ એટલે કે સ્નાતક ની ડીગ્રી ધરાવતા હોવા જોઇએ.
લોકરક્ષક પોલીસ ભરતી
લોકરક્ષક કેડરની ભરતી માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.
- વય મર્યાદા: લોકરક્ષક ની તમામ કેડર માટે માટે ઓછા મા ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે મહતમ વયમર્યાદા 33 વર્ષ નિયત કરવામા આવી છે.
- શૈક્ષણિક લાયકાત: લોકરક્ષક ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત તરીકે ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જોઇએ.
પોલીસ ભરતી ઓનલાઇન ફોર્મ
લોકરક્ષક ની આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબ ની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.
- લોકરક્ષક ભરતી ની આ તમામ જગ્યાઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. આ ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in છે.
- ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/માતા/પતિનું નામ જે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ છે તે મુજબ જ ડેટા સબમીટ કરવાનો રહેશે.
- નિયત લાયકાતો ધરાવતા ઉમેદવારોએ આ તમામ કેડરની જગ્યાઓ માટે એક જ અરજી પત્રક ભરવાનું રહેશે.
- અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્રો અને પૂરાવા રાખવા. જેથી તેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય.
- ઓનલાઇન અરજી કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ કાઢી રાખવાની રહેશે.
- અરજી કન્ફર્મ થઇ ગયા બાદ પરીક્ષા ફી નુ પેમેન્ટ કરવાનુ રહેશે.
લોકરક્ષક ભરતી ફીજીકલ ટેસ્ટ
લોકરક્ષક ભરતી અને પી.એસ.આઇ. ની બન્ને ભરતી માટે ઉમેદવારો એ એક જ શારીરિક કસોટી દોડ પાસ કરવાની રહેશે. જેના ધારા ધોરનો નીચે મુજબ છે.
- પુરૂષ ઉમેદવારો એ 5000 મીટર દોડ વધુ મા વધુ 25 મીનીટ મા પુરી કરવાની રહેશે.
- મહિલા ઉમેદવારો એ 1600 મીટર દોડ વધુ મા વધુ 9 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.
- એકસ સર્વિસમેન ઉમેદવારો એ 2400 મીટર દોડ વધુ મા વધુ 12 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.
important Link
પોલીસ ભરતી official website | click here |
ઓનલાઇન અરજી | click here |
LRD Recruitment 2024 નોટીફીકેશન | click here |
Home page | click here |
jon whatsapp Group | click here |
લોકરક્ષક ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ojas.gujarat.gov.in
Job