હોળી ની ઝાળ: જાણો હોળી ની ઝાળ નો પવન કઇ દિશામા જાય તો આવતુ વર્ષ કેવુ રહે, હુતાસણી ના પવન પરથી વર્ષનો વરતારો

હોળી ની ઝાળ: સોમવારે હોળી છે અને સાંજે સારા ચોઘડીયામા તમામ ગામ અને વિસ્તારોમા હોલીકા દહન કરવામા આવશે. પ્રાચીન મહિમા મુજબ ઘણા વૃદ્ધ લોકો હોળીનો પવન એટલે કે હોળીની ઝાળ કઇ દિશામાથી કઇ દિશામા જાય છે તેનુ દર વર્ષે નિરીક્ષણ કરતા હોય છે. એમ કહેવાય છે કે હોળીની ઝાળ પવન પરથી આવનારુ વર્ષ કેવુ રહેશે તેનો ખ્યાલ આવી જાય છે. ચાલો આજની પોસ્ટમા જાણીએ હોળી ની ઝાળ એટલે કે હોળીનો પવન કઇ દિશામા રહે તો આવતા વર્ષે કેવો વરસાદ થાય.?

હોળીની ઝાળ (પવન)

હોળીનો તહેવાર આધ્યામિક રીતે તો ઘણુ મહત્વ ધરાવે છે. હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે.હોળીમાં પવનની દિશા પરથી આવનારા વર્ષના શાંતિ-સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય. એ જ રીતે પવનની દિશા પરથી વરસાદ તેમજ દુષ્કાળનું અનુમાન પણ થાય છે.. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પવનની દિશા અને તેની અસરો અંગેના વલણો અંગે મહત્વની માહિતી આપી છે.

આ પણ વાંચો: હોળીની શુભકામના પાઠવવા તમારા ફોટોવાળુ કાર્ડ બનાવો ઓનલાઇન

હોળીની ઝાળનુ આધ્યાત્મિક મહત્વ

આપણે ત્યા પ્રાચીન એક ભડલી વાક્ય ખૂબ જ પ્રચલિત છે. હોળી દિનનો કરો વિચાર, શુભ અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ વાય એજ સમય સારો કહેવાય. ગામોગામ હુતાસણી શુભ મુહૂર્તમાં જ્યારે પ્રગટાવવામાં આવે છે, ત્યારે હોળીની ઝાળ કઈ દિશામાં જાય છે ? તેનું ખાસ અવલોકન કરવામા આવે છે.. જો પશ્ચિમનો પવન ફૂંકાતો હોય અને પૂર્વ દિશામાં હોળીની ઝાળ જાય તો ચોમાસે વરસાદ સારો રહે તેવી માન્યતા છે.

હોળીની ઝાળ પરથી વર્ષનો વરતારો

ચાલો આ ચાર્ટ દ્વારા સમજીએ કે હોળીની ઝાળ કઇ દિશામાં જાય તો કેવું વર્ષ થાય તે અંગે શું પ્રાચીન માન્યતા છે. ?

આ પણ વાંચો: હોળી શુભ મુહુર્ત 2023

હોળીની ઝાળ પરથી વર્ષનો વરતારો
હોળીની ઝાળ પરથી વર્ષનો વરતારો
 • હોળીના પવનની દિશા પરથી વરસાદનું અનુમાન પણ કરવામા આવે છે.
 • હોળીમાં ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય તથા શિયાળો સારો ગણાય અને ધાન્ય ઘણુ પાકે.
 • હોળીમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો બાર આની વર્ષ થાય તેવી માન્યતા છે એટલે કે વરસાદ ખૂબ સારો થાય.
 • પશ્વિમ દિશાનો પવન ફૂંકાય તો વાડી ન સુકાય તેવો સારો વરસાદ થાય તેવી માન્યતા છે એટલે કે આઠ આની ચોમાસુ રહે.
 • હોળીમાં દક્ષિણ દિશાનો પવન ફૂંકાય તો દુષ્કાળનો ભય સેવાય અને ધાન્ય ની અછત સર્જાય્ત એવી પ્રાચીન માન્યતા છે.
 • હોળીમાં ઇશાન ખુણાનો પવન ફૂંકાય તો વરસ સારુ રહે, પણ ઠંડી રહે એટલે કે સોળ આની વરસ થાય તેવુ માનવામા આવે છે.
 • હોળીમાં વાયવ્ય દિશાનો પવન ફૂંકાય તો પવન સાથે વરસાદ સારો રહે.
 • હોળીમાં નૈઋત્ય દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે અને રોગ જીવાત આવે તેવી માન્યતા રહેલી છે.
 • હોળીમાં અગ્નિ દિશાનો પવન વાય તો દુષ્કાળની સંભાવના રહે છે
 • ચારેય દિશાથી પવન જુદી-જુદી દિશામાં ફરે તો વર્ષ નબળું ગણાય છે
 • હોળીમાં ઘૂમાડો સીધો ઉપર જાય તો યુદ્ધ લડાઇ જેવી શકયતાઓ રહેલી છે, તેવી માન્યતા છે.
હોળી ની ઝાળ
હોળી ની ઝાળ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ માટે wahtsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો

હોળી ની ઝાળ કઇ દિશામા જાય તો વર્ષ સારુ રહે છે ?

હોળીનો પવન ઇશાન અને પૂર્વ દિશામા જાય તો ચોમાસુ ખૂબ સારુ રહે છે.

1 thought on “હોળી ની ઝાળ: જાણો હોળી ની ઝાળ નો પવન કઇ દિશામા જાય તો આવતુ વર્ષ કેવુ રહે, હુતાસણી ના પવન પરથી વર્ષનો વરતારો”

Leave a Comment

error: Content is protected !!