Gujarat weather: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવે નહિ થાય માવઠુ; હવામાન વિભાગે કરી આગાહિ

अपने दोस्तों के साथ शेयर करें

Gujarat weather: છેલ્લા 4-5 દિવસથી ગુજરાતમા કમોસમી વરસાદ એટલે કે માવઠુ ખેડૂતોને ખૂબ જ પરેશાન કરી રહ્યુ છે. ખેડૂતોનો તૈયાર થયેલો પાક નુકશાન થઇ રહ્યો છે. ગુજરાતમા ઘણા જિલ્લાઓમા કમોસમી વરસાદ થયો છે. તેવામા હવામાન વિભાગે અગત્યની આગાહિ કરી છે. જેમા આવતા 48 કલાક બાદ માવઠાની મુશ્કેલી માંથી છૂટકારો મળી શકે છે.

Gujarat weather

હાલ ગુજરાત્મા ઉનાળાના પ્રારંભમાંજ ચોમાસા જેવું વાતાવરણ છવાઇ ગયુ છે. રાજ્યના ઘણા જિલ્લાઓમા વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે રાજકોટમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો આજે ગુરૂવારે પોરબંદરના બરડા વિસ્તારના ગામડાઓમા પન 1 ઈંચ જેવો વરસાદ પડયો હતો. આ ઉપરાંત અંજાર અને પાલિતાણામાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. આજે પણ રાજ્યના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જળવાઈ તો રહેવાનો જ છે, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ગાજવીજ સાથે તૂટી પડે તેવી આગાહી છે. આ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.

48 કલાક બાદ મળશે છુટકારો

Gujarat weather ની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , રાજ્યમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. એટલે કે હજુ બે દિવસ અમુક વિસ્તારોમા માવઠુ થઇ શકે છે. આગામી બે દિવસ ભારે પવન સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમા અમુક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. જોકે, 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળવાની પણ પુરી શક્યતા છે.

ત્રણ-ચાર દિવસ વધશે ગરમી

અત્યારે બદલાયેલા વાતાવરણના કારણે સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમા મહત્તમ તાપમાન ઘણું નીચે નોંધાઈ રહ્યું છે અને લોકોને ગરમી સામે રાહત મળી રહી રહી છે. પરંતુ ત્રણ-ચાર દિવસ પછી રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચકાશે અને તેમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

यह भी पढे:  નોટબંધી 2000: ફરી નોટબંધી, RBI 2000 ની નોટ પરત લેશે; જાણો શું કરવામા આવ્યો સર્કયુલર

ખેડૂતોને નુકશાન

આ સાથે જણાવી દઈએ કે, Gujarat weather સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે થોડા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તો હાલ મસાલાની સિઝન ચાલતી હોઈ મરચા સહિત અન્ય મસાલાના ભાવ પણ ઘણા ઉંચા છે. આ કમોસમી વરસાદથી કેરીના પાકને પણ ઘણુ નુકસાન થયું છે. માવઠાથી ખેડૂતોનો તૈયાર થયેલો પાક નુકશાન પામ્યો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Gujarat weather
Gujarat weather

अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment

error: Content is protected !!