New IPO: શેરબજાર મા રોકાણ આમ તો જોખમી ગણવામા આવે છે. અને રોકાણકારો ગણતરી થે વિવિધ કંપની ફંડામેન્ટલ અને ચાર્ટ જોઇ ને જ રોકાણ કરતા હોય છે પરંતુ New IPO મા લોકો ખૂબ જ રોકાણ કરતા હોય છે. શેરબજારમા કાયમી રોકાન કે ટ્રેડીંગ ન કરવા વાળા લોકો પણ નવો IPO કોઇ કંપનીનો બહાર આવે એટલે તેનો GMP અને અન્ય બાબતો જોઇને IPO ભરતા જ હોય છે. આ મહિનામા શેરબજારમા નવા 4 IPO ખૂલી રહ્યા છે. આ IPO કઇ કંપનીના છે અને તેમા રોકાણ કરવા લાયક છે કે કેમ તેની માહિતી મેળવીએ.
New IPO
IPO બાબતે સામન્ય માહિતી મેળવીએ તો તે નીચે મુજબ છે.
- શેરબજારના કામકાજ ના સમય દરમિયાન જે કંપનીનો IPO ભરવાનુ ચાલુ હોય તે ભરી શકાય છે.
- IPO નો 1 લોટ સામાન્ય રીતે 13500 થી 14000 જેટલી રકમ નો હોય છે.
- IPO ભર્યા થી તેનુ એલોટમેન્ટ થાય ત્યા સુધી આટલી રકમ તમારા બેંક એકાઉન્ટ મા બ્લોક રાખવામા આવે છે.
- IPO નુ જો તમને એલોટમેન્ટ થાય તો આ રકમ રક્મ બે6ક એકાઉન્ટ માથી કપાત થય જાય છે જો એલોટમેન્ટ ન થાય તો આટલી રકમ અનબ્લોક થય જાય છે.
- એલોટમેન્ટ થયા બાદ આ કંપનીના શેરનુ શેરબજારમા લીસ્ટીંગ થાય છે. લીસ્ટીંગ થયા બાદ તે જે ભાવે ખૂલે તે ભાવે તમે વેચી શકો છો.
- IPO મા સારી કંપની હોય તો જે ભાવે એલોટમેન્ટ થાય તેના કરતા ઉંચા ભાવે લીસ્ટ થાય છે. અને આમ રોકાણકારો ને પ્રોફીટ મળે છે.
આ પણ વાંચો: Post Time Deposite Scheme: પોસ્ટ ઓફીસની આ શાનદાર સ્કીમ મા 114 મહિનામા થશે પૈસા ડબલ, મળશે 7.5 ટકા વ્યાજ
દિવાળી પહેલા આઈપીઓમાં રોકાણ કરનારઆ ઓ માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે ઘણી નવી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે. તેમાં બે મુખ્ય કંપનીઓ પ્રોટીન ઈગોવ ટેક્નોલોજીસ (Protean eGov Technologies)અને આસ્ક ઓટોમોટિવ (ASK Automotive) ના આઈપીઓ આગામી સપ્તાહે આવી રહ્યા છે. આ સિવાય બે SME પણ આવી રહ્યા છે. આ આઈપીઓમાં પણ મોટા રોકાણકારો દાવ લગાવી શકે છે. તેવામાં આ આઈપીઓ દ્વારા કુલ 1324 કરોડ રૂપિયા માર્કેટમાંથી કંપનીઓને ભેગા કરવાનું આયોજન કરી રહી છે. આ સિવાય સેલો વર્લ્ડ અને મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કંઝ્યૂમરના શેરોનુ લિસ્ટિંગ પણ શેરબજારમા આગામી સપ્તાહે થનાર છે.
Protean eGov Technologies IPO
પ્રોટીન ઈગોવ ટેક્નોલોજીસ કંપનીનો આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 6 નવેમ્બરે ખુલવાનો છે. તેને તમે 8 નવેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાય છે. તો કંપનીના શેરની પ્રાઇઝ બેન્ડ હાલ 752થી 792 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ દ્વારા કંપની ઓપન માર્કેટ માથી 490 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 16 નવેમ્બર 2023ના બીએસઈ અને એનએસઈ પર થનાર છે.
આ પણ વાંચો: Youtube Earning: યુ ટ્યુબમા કેટલી કમાણી થાય, 1000 વ્યુ ના કેટલા ડોલર મળે
ASK Automotive IPO
ઓટો સેક્ટર ક્ષેત્રની મોટી કંપની ASK Automotive નો આઈપીઓ 7 નવેમ્બર, 2023 એટલે કે મંગળવારે ઓપન થવા જઇ રહ્યો છે. આ આઈપીઓ ને સબસ્ક્રાઇબ કરવા માટે 9 નવેમ્બર 2023 સુધી રોકાણ કરી શકાય છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ છે. કંપનીના શેરની પ્રાઇઝ બેન્ડ 268 રૂપિયાથી 282 રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે. કંપની આ આઈપીઓ દ્વારા માર્કેટમાથી કુલ 833.91 કરોડ રૂપિયા નું ભંડોળ મેળવવાનુ આયોજન ધરાવે છે. કંપની શેરનું એલોટમેન્ટ 15 નવેમ્બરે કરનાર છે. તો શેર 17 નવેમ્બરે રોકાણકારો ના ડીમેટ ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે. કંપની 20 નવેમ્બર 2023ના શેરબજારમાં આ શેરનુ લીસ્ટીંગ થનાર છે.
SME IPO
આ મુખ્ય કંપનીઓ સિવાય Rox Hi-Tech અને Sunrest Lifescience નો આઈપીઓ પણ આ સપ્તાહે ખૂલનાર છે. આ બંને આઈપીઓ 7 નવેમ્બર અને 9 નવેમ્બરે ઓપન થવાના છે. Rox Hi-Tech ના શેરની પ્રાઇઝ બેન્ડ 80થી 85 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તે દ્વારા કંપની ઓપન માર્કેટ માથી 54 કરોડ રૂપિયા એકઠા કરવાનો પ્રયાસ કરી રહી છે. Sunrest Lifescience ના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 84 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના દ્વારા કંપની 10.85 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |