Gujarat Land Record: ANYROR DOWNLOAD: 7/12 અને 8-અ ડાઉનલોડ: iORA portal: ખેડૂતોને તમની ખેતીની જમીનના 7/12 અને 8-અ જેવા દાખલા કઢાવવા માટે શહેર સુધી અથવા ગામમા ગ્રામ પંચાયત કચેરી સુધી જવુ પડતુ હોય છે. પરંતુ હવેથી ખેડૂતો ઘરેબેઠા જ તેમની ખેતીની જમીનના 7/12 અને 8-અ જેવા દાખલા ઓનલાઇન ગમે ત્યારે ડાઉંનલોડ કરી શકે છે. આ દાખલા ડીજીટલ સાઇન વાળા હોય છે એટલે કે દરેક જગ્યાએ માન્ય છે. ચાલો જાણીએ ખેતીની જમીનના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવાની પ્રોસેસ શું હોય અને તેના માટે કેટલી ફી ચુકવવી પડે છે ?
Gujarat Land Record Anyror
7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન. ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને સંપૂર્ણ ઓનલાઈન બનાવવામાં આવી છે. ગુજરાત ઈ ધરા (Gujarat E Dhara) તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમે ભારત સરકાર તરફથી ઘણીપ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ (e-Governance Project) માટે એવોર્ડ પણ મળેલ છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે. હવે રાજ્યના ખેડૂતો ખેતીની જમીનના રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 નંબર વગેરે ઓનલાઇન ઘરેબેઠા કોઇ પણ સમયે ડાઉનલોડ કરી શકે છે. આ ડીજીટલ સાઈન્ડની નકલ AnyROR Anywhere Portal અને iORA portal પરથી ઓનલાઇન મેળવી શકાય છે.
આ પણ વાંંચો: હાલમા ચાલતી તમામ સરકારી ભરતીઓની માહિતી મેળવો એક કલીકમા
AnyRoR પોર્ટલ ગુજરાત ડીટેઇલ
માહિતી | 7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ |
પોસ્ટ નામ | AnyRoR 7/12 Utara Online download |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘર બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRor | https://anyror.gujarat.gov.in |
Official Website i-ORA | https://iora.gujarat.gov.in |
7/12 અને 8-અ ના દાખલા ડાઉનલોડ કરવાના સ્ટેપ
How to Download 7/12 and 8-a Land Record From anyror online
- સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પોર્ટલ પર જવાનુ રહેશે.
- AnyRoR અથવા i-ora પોર્ટલ ખોલ્યા બાદ તેના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR / ડીજીટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
- વેબસાઈટના પેજમાં દેખાતા કેપ્ચા કોડ વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો.
- કેપ્ચા કોર્ડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
- મોબાઈલ નંબર પર આવેલ વેરિફિકેશન કોડ સબમીટ કરીને Login પર ક્લિક કરો. લોગીન પર ક્લિક કર્યા બાદ ડીજીટલ સાઈન્ડ ગામના નમૂના મેળવવા માટેનું ફોર્મ ખુલશે.
- ગામ નમૂના નંબર મેળવવા માટે તમારો જીલ્લો, તાલુકો, ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form” પર ક્લિક કરો.
- તમારે જરૂરી ગામ નમૂના નંબરની વિગતો તમારે જે દાખલા ડાઉનલોડ કરવા હોય તે સીલેકટ કરીને “Add Village Form” પર ક્લિક કરો યાદી તૈયાર કરો.
આ પણ વાંંચો: સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે સૌથી વધુ વપરાતી એપ.
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તમારે પેમેંટ કરવાનુર રહેશે. આ માટે “Procced For Payment” પર ક્લિક કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારા હોય તો “Cancel Request” પર ક્લિક કરી ડીલીટ કરી શકો છો..
- જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર ક્લિક કરી જરૂરી રકમની ચુકવણી ઓનલાઈન કરો. ઓનલાઇન પેમેંટ માટે તમે ડેબીટ કાર્ડ, UPI, ક્યૂઆર કોડ વગેરે વિકલ્પો વાપરી શકો છો.
- નોંધ : A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતા પહેલા ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગે પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટ ચૂકવ્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં Download RoR પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ : A) જો રકમની ચુકવણી કર્યા બાદ પણ ડીજીટલ ગામ નમુના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate RoR” પર ક્લિક ક્લિક કરી ડીજીટલ ગામ નમુના નંબર જનરેટ કરી શકાય છે.
- ડીજીટલ ગામના નમુના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકે છે.
- આવી રીતે 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે.
ખેતીની જમીનના 7/12 અને 8-અ જેવા દાખલાઓ હવેથી ઘરેબેઠા ઓનલાઇન ડાઉનલોડ થવાની સુવિધાથી ખેડૂતોનો ઘણો સમય બચે છે. અને ઓફીસ સુધી આ કામ માટે જવુ પડતુ નથી. ઉપરાંત ઘરેબેઠા ગમે ત્યારે જમીનના રેકર્ડ ઓનલાઇન જોઇ શકાય છે.
7/12 અને 8-અ ડાઉનલોડ લીંક
AnyRoR Gujarat Website | અહિયાં ક્લિક કરો |
i-ORA Gujarat Portal | અહિયાં ક્લિક કરો |
સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવ | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |
FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
7/12 અને 8-અ ડાઉનલોડ કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
AnyRoR (anyror.gujarat.gov.in)
7/12 અને 8-અ ડાઉનલોડ કરવા કેટલી ફી ચૂકવવાની હોય છે ?
દાખલાદીઠ રૂ.5
1 thought on “Gujarat Land Record: ખેતીની જમીનના 7/12 અને 8-અ ડાઉનલોડ કરો ઘરેબેઠા ઓનલાઇન, 1955 થી અત્યાર સુધીનો જમીન રેકોર્ડ”