GSEB Duplicate marksheet: SSC અને HSC બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા, ઓનલાઇન અરજી ઘરેબેઠા

GSEB Duplicate marksheet: ધોરણ 10 અને ધોરણ એટલે કે SSC અને HSC બોર્ડની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામા આવે છે. ઘણી વખત આપણે બોર્ડની માર્કશીટ ખોવાઇ જાય,તૂટી જાય તેવા કારણોથી આપણે ડુપ્લીકેટ રીજલ્ટ એટલે કે માર્કશીટ કઢાવવાની જરુરીયાત રહે છે. પહેલા ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગર રુબરુ જવુ પડતુ હતુ. પરંતુ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લોકોની સરળતા માટે આ કામગીરી ઓનલાઇન કરવામા આવી છે. એટલે કે ડુપ્લીકેટ માર્કશીટ કઢાવવા ઓનલાઇન અરજી કરવાથી ઘરેબેઠા પોસ્ટમા ડુપ્લીકેટ માકશીટ મેળવી શકાય છે.

GSEB Duplicate marksheet

પોસ્ટ ટાઈટલધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા
પોસ્ટ નામધોરણ 10 ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન
ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન
માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવો
બોર્ડ નામGSEB
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ
ઓફીસીયલ વેબ સાઈટwww.gseb.org
અરજી પ્રકારઓનલાઈન
GSEB Duplicate marksheet

આ પણ વાંચો: RTE એડમીશન સંપૂર્ણ માહિતી

ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નો વર્ષ 1952 થી વર્ષ 2019 અને ધોરણ 12નો વર્ષ 1978 થી 2019 સુધીના પરિણાના રેકોર્ડ રજીસ્ટર સ્વરૂપમાં જાળવવામા આવેલ છે. બોર્ડની કચરીમાં વિદ્યાર્થી સેવા કેન્દ્ર ખાતેથી રુબરુ જવાથી આ રેકોર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ 10-12ની ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, ધોરણ 10-12 પાસ વિદ્યાર્થીને માઈગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી / સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ જવાનુ હતુ. પરંતુ હવેથી આ સુવિધા ઓનલાઇન મેળવી શકાય છે.

ડુપ્લીકેટ માર્કશીટ અરજી ફી

બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન મંગાવવા માટે નીચે મુજબની અરજી ફી નિયત કરવામા આવી છે.

  • GSEB ડુપ્લીકેટ માર્કશીટ ફી : 50/- રૂપિયા
  • માઈગ્રેશન સર્ટિફીકેટ ફી : 100/- રૂપિયા
  • સમકક્ષતા પ્રમાણપત્ર : 200/- રૂપિયા
  • પોસ્ટલ ચાર્જ (સ્પીડ પોસ્ટ ચાર્જ) : 50/- રૂપિયા

GSEB SSC HSC ડુપ્લીકેટ માર્કશીટ અરજી કઈ રીતે કરશો?

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  • સૌપ્રથમ ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબ સાઈટ પર જાઓ -> www.gsebeservice.com
  • ત્યારબાદ ઉપર મેનુ મા આપેલ Students ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા online students services પર ક્લીક કરો. તેમા નીચે મુજબ ઓપ્શન આપેલા હશે.
    • 10th pass migration certificate
    • 12th pass migration certificate
    • 10th pass Duplicate marksheet/certificate
    • 12th pass Duplicate marksheet/certificate
  • ઉપરના પ્રમાણપત્રો/માર્કશીટ પૈકી તમે જે ઓનલાઇન મંગાવવા માંગતા હોય તેના માટે સીલેકટ કરી અરજી કરો.
  • સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
  • ત્યારબાદ માંગેલ તમામ વિગતો ભરો.
  • રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.
  • લોગીન બટન પર ક્લિક કરો અને માંગેલ માહિતી લખો.
  • છેલ્લે જે પ્ર્માણપત્ર ઓનલાઇન મંગાવવા માંગતા હોય તેનુ ઓનલાઈન પેમેન્ટ કરો.

આ પણ વાંચો: ખેતીની જમીનના ૭/૧૨ અને ૮-અ ડાઉનલોડ કરો ઓનલાઇન

GSEB માઈગ્રેશન સર્ટિફીકેટ અરજી કઈ રીતે કરશો?

  • સૌપ્રથમ ઓફીસીયલ વેબ સાઈટ પર જાઓ -> www.gsebeservice.com
  • Migration Certificate ઓપ્શન પર ક્લિક કરો.
  • સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
  • માંગેલ તમામ વિગતો ભરો.
  • રજીસ્ટ બટન પર ક્લિક કરો.
  • લોગીન બટન પર ક્લિક કરો અને માંગેલ માહિતી લખો.
  • ઓનલાઈન પેમેન્ટ કરો.

ગુજરાત શિક્ષણ બોર્ડની આ સુવિધાથી હવે ડુપ્લીકેટ માર્કશીટ કઢાવવા ગાંધીનગર સુધી રુબરુ ધક્કો થતો નથી. અને ઘરેબેઠા ઓનલાઇન આ કામ શક્ય બને છે.

અગત્યની લીંક

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા અરજી કરોઅહીં ક્લિક કરો
માઈગ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ જાઓઅહીં ક્લિક કરો
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
GSEB Duplicate marksheet
GSEB Duplicate marksheet

SSC અને HSC બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.gsebeservice.com/

SSC અને HSC બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ કઢાવવા માટે ફી શું છે ?

રૂ.50

error: Content is protected !!