Dwarka Darshan Schedule: દ્વારકા દર્શન ટાઇમ ટેબલ: Dwarka Darshan Timing: દ્વારકા દર્શન સમય: જન્માષ્ટમી નજીક આવી રહિ છે. ભક્તો જન્માષ્ટમી ના દિવસે દ્વારકા દર્શને જતા હોય છે. જ્યારે બાકીના લોકો દિવસભર દ્વારકાધીશના લાઇવ દર્શન મોબાઇલ મા કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે દ્વારકાધીશ મંદિરનુ જન્માષ્ટમી નિમિતે દર્શનનુ શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે. Dwarka Darshan Schedule મુજબ તમે દિવસભર દ્વારકાધીશના લાઇવ દર્શન કરી શકસો. જો તમે દ્વારકા જન્માષ્ટમી પર જવાના હોય તો આ સમય મુજબ દર્શન નો લાભ લઇ શકો છો.
દ્વારકા દર્શન ટાઇમ ટેબલ
જન્માષ્ટમી ના આગમનને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકા જગત મંદિરમાં કાન્હાના જન્મોત્સ્વની દર વર્ષની પરંપરા મુજબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે અને આ ઉજવણીમાં સહભાગી થવા માટે દર વર્ષે દેશ વિદેશના ખૂણે ખૂણેથી ભક્તો ઉમટી પડતા હોય છે. આથી દ્વારકામાં જન્માષ્ટમીના પર્વ પર હજારો ભક્તો જતા હોય છે. યાત્રાધામ દ્વારકામાં રોજ હજારો ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. ત્યારે આગામી જન્માષ્ટમીએ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકા ઉમટનાર છે. જેને ધ્યાનમાં રાખી દ્વારકા જિલ્લા પોલીસે દર્શનાર્થીઓ માટે લોકોને ઉપયોગી બને તે માટે એક એપ લોન્ચ કરી છે. જેમાં મંદિરના દર્શન સમય પત્રકથી લઇ પાર્કિંગ, વને વે, જેવી તમામ માહિતી લોકો ને મળી રહેશે. દ્વારકા જન્માષ્ટમી પર દર્શને આવતા ભક્તો માટે આ એપ ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ પણ વાંચો: Dwarka Live Darshan: આજના દ્વારકાધિશ મંદિરના લાઇવ દર્શન, Dwarkadhish.org
ધામધૂમ થી ઉજવણી
શ્રી ક્રિષ્ન જન્મોત્સવ નિમિતે દ્વારકાની શેરી ગલીઓ અને મુખ્ય માર્ગો તથા જગતમંદિરને રોશનીનો આનેરો શણગાર કરવામા આવે છે. દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સવારે 6 વાગ્યે મંગળા આરતી થી દર્શન ની શરૂઆત થશે. ત્યારબાદ રાત્રે 2:30 વાગ્યા સુધી આલ્ગ અલગ શણગાર મુજબ દર્શન ચાલુ રહે છે.
Dwarka Darshan Schedule
જન્માષ્ટમી ના દિવસે દ્વારકાધીશ મંદિરમા Dwarka Darshan Timing નીચે મુજબ રહેશે.
- સવારે 6 વાગ્યે મંગળા આરતી
- સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી મંગળા દર્શન
- સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક,
- 10 વાગે સ્નાન ભોગ દર્શન, 10:30 શૃંગાર ભોગ દર્શન
- 11:00 વાગે શૃંગાર આરતી દર્શન
- 11:15 વાગ્યે ગ્વાલભોગ દર્શન
- 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન
- બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
- સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન
- 5:30 વાગ્યે ઉત્થાપન ભોગ
- 7:30 વાગ્યે સંધ્યા ભોગ દર્શન
- 7: 45 વાગ્યે સંધ્યા આરતી દર્શન
- રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ દર્શન
- 8:30 વાગ્યે શયન આરતીના દર્શન
- રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ
- રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દર્શન
- રાત્રે 2:30 વાગ્યા સુધી દર્શન ચાલશે.
અગત્યની લીંક
Dwarkadhish Temple Website | અહિં ક્લીક કરો |
Dwarkadhish youtube chanel | અહિં ક્લીક કરો |
Dwarkadhish Darshan On Instagram | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

જન્માષ્ટમી કઇ તારીખે છે ?
7 સપ્ટેમ્બર 2023
2 thoughts on “Dwarka Darshan Schedule: દ્વારકાધીશ મંદિરનુ જન્માષ્ટમી ના દર્શન નુ ટાઇમ ટેબલ જાહેર, સેવ કરી લો; દિવસમા આટલી વખત દર્શન થશે”