Dal Tadka Recipe: દાલ તડકા રેસીપી; આપણે અવાર નવાર રેસ્ટોરન્ટ મા જમવા જતા હોઇએ છીએ અને દાલ તડકા ખૂબ જ ટેસ્ટી આવતી હોય છે. અનેક પ્રયાસો છતા રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી દાલ તડકા ઘરે બનાવી શકતા નથી. આજે આ પોસ્ટમા આપણે રેસ્ટોરન્ટ જેવી જ ટેસ્ટી દાલ તડકા ઘરે બનાવવાની રેસીપી જાણીશુ. આસાન સ્ટેપ મુજબ તમે પણ ઘરે ટેસ્ટી દાલ તડકા બનાવી શકો છો.
દાલ તડકા રેસીપી
આપણે કયાય બહાર જમવા જઇએ ત્યારે દાલ તડકા નો ટેસ્ટ ઉડીને આંખે વડગે તેવો હોય છે. અને ઘરે પણ આપણે આવી દાલ તડકા બનાવવાની ટ્રાય કરતા હોઇએ છીએ.ચાલો જાણીએ રેસ્ટોરન્ટ જેવી જ ટેસ્ટી દાલ તડકા ઘરે કઇ રીતે બનાવશો.
દાલ તડકા બનાવવા જરૂરી સામગ્રી
દાલ તડકા બનાવવા માટે નીચે મુજબની વસ્તુઓની જરૂર પડશે.
- તુવેર દાળ 1/2 કપ જેટલી
- લસણની પેસ્ટ
- ૧ લીલું મરચું, બારીક સમારેલું
- ૧ ટામેટું, બારીક સમારેલું
- ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
- ચણાની દાળ 1/4 કપ જેટલી
- મસૂર દાળ 1/4 કપ જેટલી
- ૧ મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
- ૧ ટેબલસ્પૂન આદું
- ૧/૪ ટીસ્પૂન હળદર
- ૨&૧/૨ કપ + ૧ કપ પાણી
- ૨ ટીસ્પૂન ઘી અથવા તેલ મીઠું સ્વાદ પ્રમાણે
- ૨ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા ધાણા, સજાવવા માટે
વઘાર માટે માટે નીચે મુજબ સામગ્રી ની જરૂર પડશે.
- ૧/૨ ટીસ્પૂન જીરું
૨ લસણની કળી, કાપેલી
૧ સૂકું લાલ મરચું, બે ટુકડામાં તોડેલું એક ચપટી હીંગ
૨ ટીસ્પૂન ઘી
Dal Tadka Recipe
દાલ તડકા બનાવવાની રેસીપી નીચે મુજબ છે. નીચે મુજબની રેસીપી પ્રમાણે તમે પણ ઘરે જ રેસ્ટોરન્ટ જેવી દાલ તડકા બનાવી શકો છો.
- સૌ પ્રથમ તમે તુવેર દાળ, ચણાની દાળ અને મસૂરની દાળને એકસાથે પાણીમાં વ્યવસ્થિત ધોઈ લો.
- ત્યારબાદ આ ધોયેલી દાળ ને ૩ થી ૫ લીટર કેપીસીટીના સ્ટીલ અથવા એલ્યુમિનિયમ પ્રેશર કૂકરમાં નાખોં.
- આ દાળમા તેમાં ૨-કપ જેટલુ પાણી અને જરૂરીયાત મુજબ મીઠું નાખોં અને કૂકરનું ઢાંકણ બંધ કરી દો.
- ત્યારબાદ મધ્યમ આંચ પર વ્યવસ્થિત દાળ નરમ થાય ત્યાં સુધી તેને બફાવા દો.
- ત્યારબાદ ગેસ બંધ કરી આ બફાયેલી દાળને કાઢી લો.
- ત્યારબાદ એક કડાઇ લો અને તેમા મધ્યમ આંચ પર ૨ ચમચી જેટલુ ઘી અથવા તેલ નાખી તેને ગરમ કરો. તેમાં કાપેલી ડુંગળી નાખોં અને હલ્કી બદામી રંગની થાય ત્યાં સુધી પકાવા દો. ત્યારબાદ તેમાં આદું-લસણની પેસ્ટ અને કાપેલું લીલું મરચું નાખોં અને ૩૦-૪૦ સેકંડ માટે પાકવા દો. આ વખતે લસણ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવુ.
- ત્યારબાદ તેમા કાપેલું ટામેટું નાખોં અને નરમ થાય ત્યાં સુધી પાકવા દો. તેમાં હળદર અને લાલ મરચું પાઉડર નાખોં અને વ્યવસ્થિત મીકસ કરો.
આ પણ વાંચો: DaL Bati Recipe: રાજસ્થાની દાલ બાટી બનાવવાની પરફેકટ રીત, ઘરે બનાવો રાજસ્થાન જેવી દાલ બાટી
- ત્યારબાદ તેમાં બાફેલી દાળ નાખો અને મિશ્રણને બરાબર ફેરવો. તેમાં ૧ કપ પાણી નાખોં અને મિશ્રણને કડછીથી સરખુ મીકસ કરી લો. ત્યારબાદ થોડી દાળ લઇ ટેસ્ટ કરો અને તેમા અને તેમા સ્વાદ મુજબ જરૂર પ્રમાણે મીઠું નાખો.
- ત્યારબાદ દાળને મધ્યમ આંચ પર થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો અને પાકવા દો.
- ત્યારબાદ ગેસને બંધ કરી દો અને આ પાકેલી દાળને એક મોટા પીરસવાના બાઉલમાં કાઢો.
- વઘાર કરવા માટે એક નાના પેનમાં ૨ ચમચી ઘી ગરમ કરો. તેમાં જીરું નાખો અને તેને સોનેરી કલરનુ થવા દો. તેમાં કાપેલું લસણ, સૂકું લાલ મરચું અને હીંગ નાખો.
- લસણ ને હલ્કુ બદામી રંગનું થવા દો અને ગેસને બંધ કરી દો અને વઘારને દાળની ઉપર નાખો.
- તૈયાર થયેલી દાળ પર લીલા ધાણા છાંતો અને તેને જીરા રાઇસ સાથે ખાઇ શકો છો
અગત્યની લીંક
| દાલ તડકા રેસીપી વિડીયો | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “Dal Tadka Recipe: રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી દાલ તડકા બનાવો ઘરે, આસાન રેસીપી”