ગોટલીનો મુખવાસ: ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી: કેરી દરેક માણસને પ્રીય હોય છે. કેરીના શોખીન લોકો લોકો ઉનાળાની રાહ એટલે જ જોતા હોય છે કે તેમને કેરી ખાવા મળશે. પણ આપણે સામનય રીતે કેરી ખાઈને તેની ગોટલી ફેંકી દેતા હોય છે. પણ શું તમે જાણો છો કે કેરીની ગોટલીનો બહુ જ ટેસ્ટી અને સરસ મુખવાસ પણ બનાવી શકાય છે અને કેરીની ગોટલી થી આપણાં સ્વાસ્થ્ય ને પણ ઘણા બેનીફીટ મળે છે. તમે ગોટલીમાંથી ઘરે જ એકદમ સરળતાથી અને ટેસ્ટી મુખવાસ બનાવી શકો છો. આપણે ઘણા લોકો ગોટલીનો મુખવાસ ઘરે બનાવતા હોય છે. તમે કયાય કોઇને ઘરે જાવ તો કેરીની ગોટલીનો મુખવાસ ખાધો પણ હશે.
ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા જરૂરી વસ્તુઓ
નમસ્તે મિત્રો આજે આપણે ગોટલી નો મસાલા મુખવાસ બનાવવાની રીત Gotli no mukhvas banavvani rit શીખીશું, આ મુખવાસ મા વિટામિન બી 12 થી ભરપુર કેરી / આબા ની ગોટલી તો છે જ સાથે એમા પાચન ને પેટની તકલીફ મા ફાયદા થાય છે. સાથે મોઢા ને ફ્રેશ કરતો મુખવાસ બનાવવાની રીત શીખીશું, જે સ્વાદમા ખૂબ જ ટેસ્ટી છે અને સાથે એક વખત બનાવી ને બાર મહિના સાચવી શકાય છે. તો ચાલી Gotli masala mukhvas recipe in gujarati જાણીએ,
આ પણ વાંચો: ગુંદાનુ અથાણુ: ગુંદાનુ અથાણુ બનાવવની રેસિપી, આ રીતે ઘરે બનાવો ટેસ્ટી અથાણુ
કેરીની ગોટલીનો મુખવાસ બનાવવા માટે નીચે મુજબની વસ્તુઓની જરૂર પડશે.
- સારી કેરી ની ગોટલી 15-20 જેટલી / આશરે 500 ગ્રામ
- અજમા નો પાઉડર 1 ચમચી જેટલો લેવો
- લાલ મરચાનો પાઉડર / મરી પાઉડર : ચમચી જેટલો
- હળદર 1-2 ચમચી જેટલી
- ઘી 1-2 ચમચી જેટલુ
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ લેવુ
આ પણ વાંચો: કાચી કેરીનુ અથાણુ રેસિપી: ઘરે બનાવો કાચી કેરીનુ ટેસ્ટી અથાણુ, બનશે એવુ કે આંગળા ચાટતા રહિ જશો.
બનાવવાની રીત
સૌથી પહેલાં કેરીની ગોટલીને 5-6 દિવસ સુકાવા દો. પછી તેમાંથી ગોટલી કાઢીને વ્યવસ્થિત સાફ કરી લો. પછી એક તપેલીમાં 2 ગ્લાસ પાણી લઈ તેમાં 1 ચમચી મીઠું નાખીને 5 મિનિટ બફાવા દો. પછી ગેસ બંધ કરીને ઢાંકીને ઠંડુ થવા દેવુ. પછી પ્લેટમાં કાઢીને તે સૂકાઈ જાય એ માટે 15 મિનિટ રાખી મુકો. પછી ગોટલીને કાપીને કટકા કરી લેવા. થોડા પાતળા કટકા કરવાના રહેશે. પછી એક કડાઈમાં 1 ચમચી બટર લઈને તેમાં કાપેલી ગોટલી નાખો. ગેસની ફ્લેમ ધીમી રાખવી અને ગોટલી હલાવતા રહો. ગોટલી ક્રિસ્પી થાય અને તેનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થવા દો. મુખવાસ બનાવવા માટે તમે કેસર કેરી અથવા હાફૂસ માથી કોઇ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો. ગોટલી શેકવામાં 15 મિનિટ જેવો સમય લાગી શકે છે. પછી છેલ્લે તેમાં થોડો મરી પાઉડર, થોડુ સંચળ નાખીને મિક્સ કરી લો. પછી ગેસ બંધ કરી દેવો. ગોટલી ઠડી થયા બાદ તેને એરટાઈટ ડબ્બામાં ભરીને 2 મહિના સુધી રાખી શકો છો.
અગત્યની લીંક
ગોટલીનો મુખવાસ બનાવવાની રીત વિડીયો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

1 thought on “ગોટલીનો મુખવાસ: ઘરે બનાવો આ રીતે કેરીની ગોટલીનો ટેસ્ટી મુખવાસ. રેસિપી”