ભરેલા મરચાના ભજીયા રેસિપી: બનશે એવા ભજીયા કે આંગળા પણ ચાટી જશો

अपने दोस्तों के साथ शेयर करें

ભરેલા મરચાના ભજીયા રેસિપી: ગુજરાતીઓ તળેલુ ખાવાના શોખીન હોય છે. એમા પણ ભજીયા નાના મોટા સુ કોઇને પ્રીય હોય છે. આપણે ત્યા વાર તહેવાર કે કોઇ મહેમાન આવે ત્યારે ભજીયા વધુ બને છે. એમા પણ ચોમાસુ હોય કે શીયાળાની ઠંડી ભજીયા ખાવાનુ મન વધુ થાય છે. આજે આ લેખમા જાણીએ ભરેલા મરચાના ભજીયા બનાવવાની રેસિપી.

ભજીયાના પ્રકાર

આપણે ત્યા ઘણા પ્રકારના ભજીયા બનાવવામા આવે છે. જેમ કે મેથીના ભજીયા, ડુંગળીના ભજીયા, બટેટા ના ભજીયા, ભરેલા મરચાના ભજીયા વગેરે. એમા પણ ભરેલા મરચાના ભજીયા જો સારો મસાલો બનાવી બનાવવામા આવે તો ખાવાની મજા પડી જાય છે. ચાલો જાણીએ ભરેલા મરચાનો મસાલો કેમ બનાવવો અને તેના ભજીયા કેમ બનાવવા.

જરુરી સામગ્રી

ભરેલા મરચા ના ભજીયા બનાવવા સૌ મરચામા ભરવા માટે મસાલો બનાવવો પડશે. મસાલો બનાવવા નીચે મુજબ સામગ્રીની જરુર પડશે.

 • મોટા ભૂંગર મરચા (બહુ તીખા ન હોય તેવા)
 • તીખા મીઠા મીક્ષ ચેવડો
 • કચોરી
 • ધાણા જીરુ

આ પણ વાંચો: મગની ભેળ બનવવાની રેસિપી

ભરેલા મરચાના ભજીયા રેસિપી

આ ભજીયા બનાવવા ખૂબ જ સરળ છે. કોઇ પણ વ્યક્તિ નીચેની રીત મુજબ ખૂબ જ સરળતાથી ટેસ્ટી મસાલો બનાવી શકે છે.

 • સૌ પ્રથમ જરુર મુજબ તીખા મીઠા મીકસ ચેવડો લઇ તેને મીક્ષર મા ક્રશ કરી સાવ ભુક્કો કરી દો.
 • ત્યારબાદ કચોરી ને ફોલી તેની ઉપરના છોતરા કાઢી નાખો અને અંદરનો મસાલો અલગ કરી નાખો.
 • કચોરીના આ મસાલાનો સાવ ભુક્કો કરી દો.
 • હવે ક્રશ કરેલો ચેવડો અને કચોરીના ભુક્કાને સારી રીતે મીકસ કરી દો. તેમા થોડુ તેલ નાખી શકાય જેથી મીકસ સારી રીતે થઇ શકે.
 • હવે મરચા મા ઉભી ચીર કરી તેમા મસાલો ભરી દો.
यह भी पढे:  Latest Paneer Malai Kofta Recipe In Hindi | 2023

ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

મરચામા મસાલો ભર્યા બાદ હવે ભજીયા બનાવવા માટે ખીરૂ તૈયાર કરી લો. ખીરૂ આપણે સાદુ જે તૈયાર કરીએ છીએ એ જ તૈયાર કરવાનુ છે. પણ તેને થોડુ પ્રવાહી ટાઇપ રાખવાનુ છે. એટલે કે બોવ ઘટ્ટ નથી કરવાનુ. હવે આ ભરેલા મરચાને ખીરા મા બોળી ને તળી લો. તળતી વખતે તાપ ધીમો રાખવાનો છે. એટલે ધીમે તાપે મરચુ અને મસાલો વ્યવસ્થિત પાકી જાય.

આ ભજીયા સાથે તમારા ટેસ્ટ મુજબ ચટણી યુઝ કરી શકો.

આ પણ વાંચો: પનીર પસંદા બનવવાની રેસિપી

પુરણ બનાવવાની બીજી રીત

જરૂરી સામગ્રી

 • 2 બાફેલા બટાકા
 • 1/2 ટી સ્પૂન જેટલો ચાટ મસાલો
 • 1/2 ટી સ્પૂન જેટલો ગરમ મસાલો
 • 1 કપ બેસન
 • 1/2 ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર
 • 1/4 ટી સ્પૂન જેટલો લાલ મરચાનો પાવડર

બનાવવાની રીત

 • સૌ પ્રથમ બાફેલા બટાકા છોલીને છાલ ઉતારી લો. તેમા મીઠુ, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી સરખુ મિશ્રણ તૈયાર કરો.
 • બેસનમાં મીઠુ, લાલ મરચુ, બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.
 • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.
 • લીલા મરચામાં બટાકાનુ મિશ્રણ યોગ્ય રીતે ભરો અને બેસનના ખીરામાં ડુબાડી તેલમાં તળી લો.

ઉપર આપેલી 2 માથી આપને જે રીત ફાવે એ રીતે મસાલો તૈયાર કરી શકો છો. મરચા તીખાશ જોઇને પસંદ કરવા જોઇએ. આ ભજીયા સાથે ખજૂર ની ચટણી કે સોસ કે અન્ય ચટણી આપને ફાવે એ વાપરી શકો છો.

ભજીયા ગુજરાતીઓ મા વધુ પ્રીય વાનગી છે. એમા પણ વરસતા વરસાદ મા મેથીના ભજીયા ખાવાની મજા જ કઇક અલગ હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
WHATSAPP ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Google news પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ભરેલા મરચાના ભજીયા રેસિપી
ભરેલા મરચાના ભજીયા રેસિપી

अपने दोस्तों के साथ शेयर करें

4 thoughts on “ભરેલા મરચાના ભજીયા રેસિપી: બનશે એવા ભજીયા કે આંગળા પણ ચાટી જશો”

Leave a Comment

error: Content is protected !!