manchurian recipe: મંચુરીયન રેસિપી: મંચુરીયન બનાવવાની રીત: આજકાલ લોકો બહારનુ ખાવાનુ વધુ પસંદ કરતા હોય છે. એમા પણ લોકો ચાઇનીઝ આઇટમ મા મંચુરીયન ખાવાનુ ખૂબ જ પસંદ કરે છે. હવે તમે બહાર હોટેલ જેવુ જ મંચુરીયન ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. આ માટે તમારે નીચેના સરળ રેસિપીની મદદથી ઘરે જ સ્વાદિષ્ટ મંચુરીયન બનાવી શકો છો.
manchurian recipe
મંચુરીયન બોલ અને મંચુરીયન ગ્રેવી બનાવવા માટેની રેસિપી નીચે મુજબ આપેલ છે.
મંચુરીયન બોલ બનાવવા જરૂરી વસ્તુ
મંચુરીયન બોલ બનાવવા માટે તમારે નીચેના જેવી વસ્તુઓની જરૂર પડશે.
- 2 કપ છીણેલી પાન કોબી
- 3-4 ચમચી કોર્ન ફ્લોર
- 3-4 ચમચી મેંદો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
આ પણ વાંચો; Dal Tadka Recipe: રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી દાલ તડકા બનાવો ઘરે, આસાન રેસીપી
મંચુરીયન ગ્રેવી બનાવવા જરૂરી વસ્તુ
ગ્રેવી બનાવવા માટે તમારે નીચેના જેવી વસ્તુઓની જરૂર પડશે.
- ચમચી/ લીલું લસણ સુધારેલ
- 1 ડુંગરી સુધારેલ
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રેડચીલી સોસ
- 2 ચમચી લસણ ના કટકા 2
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી કોર્ન ફ્લોર
- 1 ચમચી મરી પાઉડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1-2 લીલા મરચા સુધારેલા % કેપ્સીકમ સુધારેલ
- જરૂર પ્રમાણે પાણી
- 1 લીલી ડુંગળી સુધારેલ
- 1-2 ચમચી ટમેટા સોસ
મન્ચુરિયન બનાવવાની રીત
મંચુરીયન બનાવવુ આમ તો ખાસ કઇ અઘરુ હોતુ નથી. મંચુરીયન બોલ અને તેની ગ્રેવી બનાવવા માટેની રેસિપી નીચે આપેલી છે.
મંચુરિયન બોલ બનાવવાની રીત
મંચુરીયન બનાવવા માટે સૌ પ્રથમ તેના બોલ બનાવવા પડશે. મંચુરીયન બોલ બનાવવાની રીત નીચે મુજબ છે.
- સૌ પ્રથમ કોબી ના પાન લઇ તેને ધોઇ ને વ્યવસ્થિત સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે આ પાન ને છીણી લો અથવા ફૂડ પ્રોસેસર માં છીણી લો.
- છીણેલી કોબી માં ચપટી મીઠું નાંખી વ્યવસ્થિત મિક્સ કરી તેને પાંચ મિનિટ એક બાજુ મૂકી દો. પાંચ મિનિટ પછી કોબીને હાથમાં લઈ બને હાથ વડે દબાવી વધારાનું પાણી નિતારી લો.
- હવે કોબિમાં આદુ લસણની પેસ્ટ, કોર્ન ફ્લોર, મેંદો, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી વ્યવસ્થિત મિક્સ કરો અને બધું બરોબર મિક્સ થઈ જાય એટલે નાના નાના મંચુરિયન બોલ બનાવી લો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડા થોડા કરી ને મંચુરિયન બોલ ને એમાં નાખી મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરો. અને તરેલા બોલ ને એક વાસણમાં કાઢી લો.
આ પણ વાંચો; DaL Bati Recipe: રાજસ્થાની દાલ બાટી બનાવવાની પરફેકટ રીત, ઘરે બનાવો રાજસ્થાન જેવી દાલ બાટી
મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત
મંચુરીયન ના ટેસ્ટ નો બધો આધાર તેની ગ્રેવી પર જ હોય છે. મંચુરીયન ની ગ્રેવી બનાવવાની રેસિપી નીચે મુજબ છે.
- સૌ પ્રથમ એક કડાઈમાં ત્રણ ચાર ચમચી જેટલુ તેલ લઇ તેને ગરમ કરો
- તેલ ગરમ થઇ જાય એટલે તેમાં લસણના કટકા /(લીલું લસણ સુધારેલ) નાખી ને અડધી મિનિટ સુધી શેકો
- હવે એમાં લીલી ડુંગળી ને લીલા મરચા સુધારેલ નાખી એક બે મિનિટ સુધી શેકો. હવે એમાં કેપ્સીકમ બરાબર નાખી મિક્સ કરો ને એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખી વ્યવસ્થિત મિક્સ કરો.
- ત્યારબાદ એમાં ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયાસોસ નાખી મિક્સ કરો અને અડધા થી થોડો કપ જેટલુ પાણી નાખી મિક્સ કરો.
- હવે એક વાટકામાં એક ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં અડધો કપ પાણી નાખી સરખુ મિક્સ કરી તૈયાર કોર્નફ્લોર પાણી ને મંચુરિયન વઘારમાં થોડું થોડું નાખી બરોબર હલાવો. બધું પાણી નાખી બરોબર હલાવી લો.
- હવે એમાં તરેલાં મંચુરિયન બોલ નાખી ત્રણ ચાર ચમચી હલાવતા રહી મિક્સ કરો
- જો ગ્રેવી ના વડા મંચુરિયન કરવા હોય તો એક થી દોઢ કપ પાણી લેવાનુ રહેશે.
- તૈયાર થયેલા મંચુરિયન પર ઉપર થી લીલી ડુંગરી ના પાન નાખી મિક્સ કરો ને ગરમ ગરમ જમી શકો.
અગત્યની લીંક
| manchurian recipe વિડીયો | અહિંંકલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
