Cyclone Hamoon: વાવાઝોડુ હમૂન કેટલે પહોંચ્યુ, લાઇવ સ્ટેટસ જુઓ મેપ પર

Cyclone Hamoon: વાવાઝોડુ હમૂન: વાવાઝોડુ આગાહિ: હવામાન આગાહિ: WEather forecast: રાજયમા જુન મહિનામા આવેલા બિપોરજોય વાવાઝોડા એ ઘણી તારાજી સર્જી હતી. દ્વારકા અને કચ્છ મા ઘણી નુકશાની થવા પામી હતી. હાલ અરબ સાગર મા સર્જાયેલા વાવાઝોડા તેજ ને લીધે પણ ઘણી ચિંતાઓ વ્યાપી હતી જો કે તેજ વાવાઝોડુ ઓમાન અને યમન તરફ ફંટાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બંગાળાની ખાડી મા લો પ્રેશરથી વધુ એક વાવાઝોડુ સર્જાયુ છે. આ વાવાઝોડાને Cyclone Hamoon વાવાઝોડુ હમૂન નામ આપવામા આવ્યુ છે. આ વાવાઝોડુ કયા અસર કરશે ? તેની સ્પીડ શું હશે ? તેની માહિતી મેળવીએ.

Cyclone Hamoon

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન હમૂન મજબૂત બની રહ્યું છે. તેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમા એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં હવામાન વિભાગે જનતાને તોફાન વિશે અપડેટ રહેવા અને હવામાન વિભાગ તરફથી આપવામા આવતી સૂચનાઓનુ પાલન કરવાનું કહ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીની ઉપર બની રહેલું ચક્રવાતી તોફાન હમૂન છેલ્લા છ કલાકમાં 23 કિમી પ્રતિ કલાકની ગતિની સાથે પૂર્વોત્તર તરફ વધી ગયુ છે. આ વાવાઝોડા ની તીવ્રતા કલાકો સુધી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તે ઉત્તર-પૂર્વ તરફ વધતા ધીમે-ધીમે નબળું પડતુ જશે.

કયા રાજયોમા પડશે વરસાદ ?

ચક્રવાતી તોફાન હમૂન ને કારણે કેરલ અને તમિલનાડુમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. આ રાજયોમા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે સાઇક્લોન મંગળવાર (24 ઓક્ટોબર) ના તીવ્ર થઈ ગયું હતું. આગામી કેટલાક કલાક સુધી આ ચક્રવાતની તીવ્રતા યથાવત રહેશે અને પછી બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરનાર છે.

નાગાલેન્ડ, મણિપુરર અને મિઝોરમમાં રાજ્યોમા પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
હવામાન વિભાગ પ્રમાણે આજે અને કાલે અસમના દક્ષિણી ભાગ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહિ કરવામા આવી છે. આ સિવાય કેરલ અને તમિલનાડુમાં આગામી 24 કલાક ભારે વરસાદ પડે તેવી શકયતાઓ છે.

તેજ વાવાઝોડાનુ સ્ટેટસ

આ વચ્ચે અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું તેજ યમન અને ઓમાનના કિનારા પર પહોંચી ગયું છે. હવામાન વિભાગ તરફથી આપેલી માહિતી પ્રમાણે ચક્રવાતી તોફાન તેજ યમન કિનારાને પાર કરી ગયું અને હાલ નબળું પડી રહ્યુ છે. વાવાઝોડા તેજ ને લીધે ઉભો થયેલો ખતરો હાલ ટળી ગયો છે.

અગત્યની લીંક

વાવાઝોડુ લાઇવ સ્ટેટસ લાઇવ જુઓ મેપ પરઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Cyclone Hamoon
Cyclone Hamoon

Leave a Comment

error: Content is protected !!