અનિંદ્રા ઉપાયો: insomnia tips: લોકોને કામના વધુ પડતા બોજના કારણે ઘણી વખત ટેન્શન જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં વ્યક્તિ રાતે સરખી રીતે ઊંઘ પણ કરી શકતી નથી, રાતે ઊંઘવા માટે સંઘર્ષ કરો છો? તો તમારી લાઇફસ્ટાઇલમાં આટલા ફેરફાર કરો જે ખૂબ ઉપયોગી બનશે.
આખો દિવસ દોડધામ ભરેલી જિંદગીના કારણે લોકોની લાઇફસ્ટાઇલ પર ખૂબ જ અસર પડે છે. . જો તમને પણ રાતે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તમારા ડેઇલી રૂટિનમાં અમુક બદલાવ લાવવા જોઇએ. અહીં આપેલી કેટલીક ટીપ્સ ફોલો કરશો તો તમને જરૂરથી લાભ થશે.
હેલ્થટીપ્સ/અનિંદ્રા ઉપાયો
ચેરી
દરરોજ સુતાં પહેલાં એક મુઠ્ઠી ચેરી કે તેના જ્યૂસનું સેવન અનિંદ્રા મા ફાયદો કરાવશે અને આમ કરવાથી સારી ઊંઘ આવશે. ચેરીમા તેમાં વધુ માત્રામાં મેલાટોનિન હોવાના કારણે શરીરને યોગ્ય રીતે વર્કીંગ કરવામાં પણ મદદ મળશે.
હળદરવાળું દૂધ
રોજ રાત્રે સુતાં પહેલાં એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવુ જોઇએ. આમ કરવાથી આખા દિવસનો થાક દૂર થાય છે. તમારુ શરીર રિલેક્સ થવાની સાથે સારી ઊંઘ પણ આવી જશે. દૂધમા કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે. સાથે તણાવ દૂર થશે.
ડાર્ક ચોકલેટ
જે લોકોને રાત્રે સરખી ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તેમણે સૂતાં પહેલાં ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઇએ. તે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરીને સારી ઊંઘ આવવામા મદદ કરે છે.
આ પણ વાંચો: કિવી ખાવાના ફાયદાઓ
બદામ
બદામમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ જેવા તત્વો રહેલા હોય છે. તેથી નિયમિત રીતે સૂતાં પહેલાં થોડી બદામ ખાવી જોઇએ. તેનાથી માંસપેશીઓમાં ખેંચાણ અને માનસિક તણાવ દૂર થવામાં મદદ મળે છે. આવા સંજોગોમાં વ્યક્તિને સારી ઊંઘ આવે છે.
અનિંદ્રા કેટલાક અન્ય ઉપાય
- રાત્રે ઊંઘતા પહેલા પગનાં તળિયે હુંફાળું તેલ ગરમ કરીને તેની માલિશ કરવાથી શરીર રીલેક્સ અનુભવશે.
- રાત્રે સૂતાં પહેલાં ખુલ્લી હવામાં થોડીવાર ટહેલવાથી પણ સારી ઊંઘ આવે છે.
- રોજ રાતે સૂતા પહેલાં સ્નાન કરવાથી શરીરમાં હળવાશ અનુભવાય છે અને સારી ઊંઘ આવે છે.
- રાત્રે કોઇ પુસ્તક વાંચવાનું કે સારુ સંગીત સાંભળવાથી પણ મગજ શાંત થાય છે.
- રાત્રે દિવસભરની મુશ્કેલીઓ વિશે વિચારવાના બદલે હકારાત્મક વિચાર કરવા જોઇએ.
- ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી સારી ઊંઘ આવે છે.
- કાંદાનું રાયતું રાત્રે ખાવાથી પણ સરસ ઊંઘ આવે છે.
- પીપરીમૂળના ચૂર્ણની ફાકી પણ ઉપયોગી બનશે.
- કુણા રીંગણને શેકી, મધમાં મેળવી સૂતી વખતે લેવાથી અનિંદ્રા મા ફાયદો મળશે.
- વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
- જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
- ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જતી હોય છે. આવા સંજોગોમા ગંઠોડાનું ચૂર્ણ બે ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
- દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળી પીવાથી ઊંઘ આવે છે.
- રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે.
ગેસ અપચો રહેતો હોય તો કરો આ ઉપાય મળશે રાહત
રાત્રે સૂતી વખતે તરત જ ઊંઘ ન આવતી હોય તો ખાસ તો બધી ચીંતા છોડી મન શાંત રાખવુ જોઇએ. કારણ કે વધુ પડતા વિચાર કરવાથી પણ ઘણી વખત ઊંઘ ઘડીકમા આવતી નથી.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
ઘડીકમા ઉંઘ ન આવે તેને શું કહેવાય ?
અનિંદ્રા/insomnia
1 thought on “અનિંદ્રા ઉપાયો: શું રાત્રે બરાબર ઊંઘ નથી આવતી ? તમારી લાઇફસ્ટાઇલમાં કરો આ ફેરફાર”