વેકસીનેશન: નાના બાળકોને કઇ રસી મહત્વની છે અને કયારે આપવી જોઇએ, કઇ વેકસીન થી શું ફાયદો થાય ?

વેકસીનેશન: બાળકોના જન્મ પછી તેને અમુક પ્રકારની રસી એટલે કે વેકસીન ખાસ આપવી જોઇએ જેથી તેને ભવિષ્યમા ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળી શકે. સરકારશ્રીના પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય દ્વારા પણ બાળકના જન્મ પછી અમુક સમય સુધી રસીકરણ ખાસ ઝૂંબેશ રૂપે આપવામા આવે છે. આ માટે નજીકના આંગણવાડી કેન્દ્ર પર આરોગ્ય કાર્યકર દ્વારા રસી આપવામા આવે છે. અને રસી નો સમય ડયુ થતા ફોનથી જાણ પણ કરવામા આવતી હોય છે. ચાલો જાણીએ બાળકના જન્મ પછી તેને કઇ કઇ રસી આપવી જોઇએ. અને કઇ વેકસીન થી કઇ બીમારી સામે રક્ષણ મળે ?

વેકસીનેશન

વિવિધ પ્રકારની બીમારીઓનો વ્યાપ દર વર્ષે વધી રહ્યો છે. અનેક પ્રકારની નવી નવી બીમારીઓ સામે આવી રહી છે. અને તેના સામે લડવા માટે વિવિધ પ્રકારની વેકસીન પણ તૈયાર કરવામાં આવી રહી છે. આજના સમયમાં વિવિધ પ્રકારની બીમારીઓથી તમારા બાળકોને બચાવવા ખૂબ જરૂરી છે. આ માટે ઘણા પ્રકારની રસી આપવામા આવે છે, જે બાળકોને જન્મ થી લઇને 2 વર્ષનુ બાળક થાય ત્યા સુધી વિવિધ પ્રકારની રસી આપવામા આવતી હોય છે. પરંતુ લોકોમાં રસીકરણને લઈને ઘણા પ્રશ્નો હોય છે. જેમ કે કઈ રસી મહત્વની છે ? કઇ રસી કયારે આપવી જોઇએ અને તેનાથી શું ફાયદો થાય તે જાણવુ ખૂબ જરૂરી છે.

શું છે વેકસીનેશન ?

રસી એ એક જાતનો એન્ટીજન છે. જે રોગ અને બીમારી પેદા કરતા વાયરસ અને બેકટેરીયા સામે શરીરને લડવા માટે સક્ષમ બનાવે છે. અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ભવિષ્યમા આવનારી બીમારીઓ અને રોગ સામે લડવા માટે શરીરને સક્ષમ બનાવે છે.

બીસીજી રસી

બાળકને જન્મના થોડા દિવસોમાં BCG રસી અપાવવાની હોય છે. જો કે, તેઓ 5 વર્ષના થાય તે પહેલા ગમે ત્યારે આ રસી આપી શકાય છે. આ રસી નુ ઇન્જેકશન હાથમાં આપવામાં આવે છે. BCG રસી મેળવ્યા પછી બાળકને સામાન્ય આડઅસર થવાની શકયતા રહે છે. સામાન્ય તાવ આવવાથી માંડીને હાથમા નાનો ફોલ્લો જેવા રીએકશન આવી શકે છે.

હીપેટાઇટિસ બી રસી

હીપેટાઈટીસ બી એ લીવર મા થતો રોગ છે જે બાળકના લીવરને ચેપ લગાડી શકે છે. ડૉક્ટરો જન્મ પછી શક્ય તેટલી વહેલી તકે હેપેટાઇટિસ બીની રસી લેવાની ભલામણ કરતા હોય છે. જન્મના 24 કલાકની અંદર આ રસી આપવામા આવતી હોય છે. આ રસી લેવામા કોઈ બેદરકારી ન રાખવી જોઈએ.

ઓરલ પોલિયો રસી (OPV)

પોલિયો વાયરસ એક અપંગ રોગનું કારણ બને છે, ભૂતકાળમા કરવામા આવેલી વેકસીનેશન ઝૂંબેશોથી આ રોગ હવે ભારતમાંથી નાબૂદ થઈ ગયો છે, પરંતુ 5 વર્ષ સુધીના બાળકોને પોલીયો ના ટીપા પીવડાવવા માટે સરકાર દ્વારા ઝૂંબેશો હાથ ધરવામા આવતી હોય છે.

પેન્ટાવેલેન્ટ રસી

પેન્ટાવેલેન્ટ રસી 5 એન્ટિજેન્સ સામે શરીરને રક્ષણ આપે છે. તેમા ડિપ્થેરિયા છે,પેર્ટ્યુસિસ,ટિટાનસ, હેપેટાઇટિસ બી અને હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા નો સમાવેશ થાય છે. આ રસી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે અનેક રોગોથી શરીરને બચાવે છે.

ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન (PCV)

ન્યુમોકોકલ કન્જુગેટ રસી ખાસ કરીને ન્યુમોનિયા સામે રક્ષણ માટે આપવામા આવે છે. આ ઉપરાંત, તે સાઇનુસાઇટિસથી લઈને સેપ્સિસ અને મેનિન્જાઇટિસ સુધીના ચેપથી પણ શરીરને રક્ષણ આપે છે. આ રસી ત્રણ ડોઝમાં આપવામાં આવે છે – પહેલો ડોઝ 6 અઠવાડિયામાં, બીજો ડોઝ 14 અઠવાડિયામાં અને છેલ્લો ડોઝ રસી 9 મહિનામાં આપવામાં આવે છે.

ઓરી-રુબેલા રસી (MR)

રૂબેલા રોગમાં હળવો તાવ, ઓરી આખા શરીરમાં ગંભીર ફોલ્લીઓ, તાવ અને શ્વાસ સંબંધી રોગ જેવા તેના લક્ષણો હોય છે. તેનાથી મૃત્યુ થવાનુ પણ ઝોખમ રહે છે. આને રોકવા માટે, એમઆર રસી આપવામાં આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
વેકસીનેશન
વેકસીનેશન

1 thought on “વેકસીનેશન: નાના બાળકોને કઇ રસી મહત્વની છે અને કયારે આપવી જોઇએ, કઇ વેકસીન થી શું ફાયદો થાય ?”

Leave a Comment

error: Content is protected !!