Baal Aadhar Card: બાળકોનુ આધારકાર્ડ કઇ રીતે કઢાવવુ, કઇ રીતે અપડેટ કરવુ, જુઓ આસાન સ્ટેપમા માહિતી

अपने दोस्तों के साथ शेयर करें

Baal Aadhar Card: બાલ આધાર; ભારતમા આધાર કાર્ડ એ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. અન્ય તમામ ડોકયુમેન્ટ કરતા આધાર કાર્ડનુ મહત્વ સૌથી વધુ છે. આધાર કાર્ડ નાના બાળકથી માંંડી વૃધ્ધ માણસ સુધી દરેક દરેકનુ હોય છે. નાના બાળકોનુ આધાર કાર્ડ કઢાવતી વખતે તેના ફીંગર લેવામા આવતા નથી, બાળકોના આધાર કાર્ડ સાથે તેના માતા-પિતા બેમાથી એકનુ આધાર લીંક પરંતુ તેને ૫ થી ૧૫ વર્ષ સુધી સમયાંતરે અપડેટ કરાવવાનુ હોય છે. બાળકોનુ આધાર કાર્ડ કઇ રીતે અપડેટ કરવુ તેની માહિતી જોઇએ.

Baal Aadhar Card: બાલ આધાર

જો તમે પણ તમારા બાળકોનું આધાર કાર્ડ એટલે કે ચાઈલ્ડ આધાર કાર્ડ કઢાવેલુ હોય, તો તેને અમુક નક્કી કરેલા નિયત સમયે અપડેટ કરાવવુ જરૂરી છે. આ માટે UIDAI એ નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ખરેખર, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તાજેતરમાં જ બાળકોના આધાર કાર્ડને લઈને એક માર્ગદર્શીકા બહાર પાડી છે, જેને બાલ આધાર કહે છે. UIDAI ઓથોરિટી દ્વારા બહાર પાડવામા આવેલી નવી ગાઈડલાઈન અનુસાર, પાંચથી પંદર વર્ષની ઉંમરના બાળકોના આધાર ડેટામાં બાયોમેટ્રિક વિગતો એટલે કે ફીંગર અપડેટ કરવી ફરજિયાત છે. તાજેતરમાં UIDAIએ Tweet કરીને માહિતી આપી હતી કે 5-15 વર્ષની ઉંમરના બાળકોની બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવી ફરજિયાત છે અને આમ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. એટલે કે આ અપડેસશન માટે કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહિ. બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા પછી બાળકના આધાર નંબરમાં કોઈ ફેરફાર થશે નહીં. તેથી, આધાર કાર્ડ ઓથોરિટીએ વાલીઓને ફોર્મ ભરવા અને બાળકોના બાયોમેટ્રિક ડેટાને અપડેટ કરવા માટે નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવાની સૂચના આપી છે.

यह भी पढे:  Aadhar Pan Link Process: પાન કાર્ડ સાથે આધાર કેમ લીંક કરવુ, ઘરેબેઠા કરો આ કામ; સમજો સરળ સ્ટેપમા પ્રોસેસ

આ પણ વાંચો: તમારુ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક થયેલુ છે કે નહિ ચેક કરો આ રીતે

ચાઇલ્ડ આધાર કાર્ડ અપડેટ

સ્ટેપ-1:

  • બાલ આધાર અપડેટ કરવા માટે સૌ પ્રથમ તમારે UIDAI ની ઓફીસીયલ વેબસાઇટ uidai.gov.in ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ આ વેબસાઇટમા આધાર કાર્ડ રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો. તેમા બાળકનું નામ, વાલીનો ફોન નંબર અને બાળક અને તેના માતાપિતાને લગતી અન્ય જરૂરી બાયોમેટ્રિક માહિતી જેવી ફરજિયાત માહિતી ભરવાની રહેશે. સરનામા પછી, રાજ્ય અને અન્ય વિગતો ભરવાની રહેશે. બધી વિગતો વ્યવસ્થિત ચેક કરીને પછી સબમિટ કરો. આગળ એપોઇન્ટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ-2:
આગળના સ્ટેપમા તમારે ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, જન્મ તારીખ અને સંદર્ભ નંબર જેવા ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

ત્યારબાદ આધાર એક્ઝિક્યુટિવ આગળની પ્રક્રિયા હાથ ધરશે અને અરજી પ્રક્રિયાને ટ્રેક કરવા માટે તમને એક રેફરન્સ નંબર આપવામા આવશે. આધાર કાર્ડ 60 દિવસની અંદર તમારા રજીસ્ટર્ડ સરનામા પર પોસ્ટ દ્વારા મળી જશે.

આધાર અને પાન ઘરેબેઠા ઓનલાઇ કેમ લીંક કરવા તેની સરળ માહિતી

સ્ટેપ-3:
બાળકના આધાર કાર્ડમાં બાળકનું બાયોમેટ્રિક અપડેટ કરવા uidai.gov વેબસાઇટ ઓપન કરો. અને તમારા બાળકોના આધાર કાર્ડની વિગતો અપડેટ કરવા માટે નજીકના આધાર કેંદ્ર ની એપોઇન્ટમેન્ટ બુક કરો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને લાભો મેળવવા માટે આ કાર્ડ ખૂબ જ જરુરી છે.

તમારા બાળકોનુ આધાર કાર્ડ કઢાવયા બાદ જો તેમી બાયોમેટ્રીક વિગતો અપડેટ ન કરી હોય તો નિયત સમયે આધાર સેન્ટર પર જઇને આ વિગતો અપડેટ કરાવવી જોઇએ. જો તમારા બાળકો નુ પણ બાલ આધાર હોય તો તમારા બાળકોની ઉંમર ૫ વર્ષ અને 15 વર્ષ થાય ત્યારે આ બાલ આધાર અપડેટ કરાવવુ જરૂરી છે.

અગત્યની લીંક

આધાર કાર્ડ ઓફીસીયલ વેબસાઇટ Click here
Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
Baal Aadhar Card
Baal Aadhar Card

अपने दोस्तों के साथ शेयर करें

4 thoughts on “Baal Aadhar Card: બાળકોનુ આધારકાર્ડ કઇ રીતે કઢાવવુ, કઇ રીતે અપડેટ કરવુ, જુઓ આસાન સ્ટેપમા માહિતી”

  1. સાહેબ મારું નામ અરવિંદ ભાઈ રૂપસિંહ રાઠવા છે મારું આધાર કાર્ડ મા નામ સુધારણા કરના. મારું કરેક્શન નામ અરવિંદ ભાઈ રૂપસિંગ ભમસિંગ દોડવા આને સુધોરો મારો સરનામું મધ્ય પ્રદેશ જિલ્લો અલીરાજપુર પિન કોડ નં.487887 છે.

    Reply

Leave a Comment

error: Content is protected !!