Rules Change 1st October: 1 ઓકટોબર થી બદલી રહ્યા છે આ 6 મોટા નિયમો, તમારા પર શું અસર થશે

Rules Change 1st October: દર મહિનાની 1 તારીખથી ઘના નિયમો મા ફેરફાર થતા હોય છે. ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, રાંધણ ગેસ ના ભાવ, બેંકીંગ નિયમો વગેરે સહિતના ઘણા નિયમો મા 1 તારીખથી ફેરફાર થતા હોય છે. આ બદલાતા નિયમોની આપણા બજેટ પર અને રોજ બરોજ ના કામ મા ઘણી અસરો પડતી હોય છે. આ મહિનાની 1 તારીખ એટલે કે 1 ઓકટોબરથી આપણા રોજ બ રોજ ના કામ સાથે સંકળાયેલા અમુક નિયમો બદલાવા જઇ રહ્યા છે. આ બદલાયેલા નિયમોની આપણા પર શું અસર પડશે તે જોઇએ.

Rules Change 1st October

સપ્ટેમ્બરની જેમ ઓક્ટોબરમાં પણ ઘણી ફાઈનાન્શિયલ ડેડલાઇન્સ નજીક આવી રહી છે. સાથે આગામી મહિનો ઘણા બધા નાણાકીય બાબતો સાથે જોડાયેલા ફેરફાર પણ લઈને આવી રહ્યો છે. તેમાં નવો ટીસીએસ નિયમ ,સ્પેશિયલ એફડીની ડેડલાઈન ,નવા ડેબિટ કાર્ડ રૂલ, અને અન્ય ફેરફારો સામેલ છે. આ રિપોર્ટમાં અમે તમને ઓક્ટોબરમાં થનારા છ ફેરફારો વિશે જણાવીશું.

ટીસીએસ રુલ ફેરફાર

સોર્સેઝ પર ટેક્સ કલેક્શન (TCS) નો નવો દર 1 ઓક્ટોબર 2023થી લાગૂ થનાર છે. જો તમારો ખર્ચ કોઈ નાણાકીય વર્ષમાં નિયત કરવામા આવેલી ચોક્કસ મર્યાદાથી વધુ થાય છે તો તમારે ટીસીએસની ચુકવણી કરવી પડશે. આ નવો નિયમ વિદેશી યાત્રા ,વિદેશી ઈક્વિટી, મ્યૂચુઅલ ફંડ કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોય કે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યાં હોવ જેવી બાબતો પર લાગૂ થનાર છે. ભારતીય રિઝર્વ બેન્ડની લિબરલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ (LRS) તમને એક નાણાકીય વર્ષમાં $2,50,000 સુધી ફંડ મોકલવાની મંજૂરી આપે છે. 1 ઓક્ટોબર 2023 થી સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ખર્ચ માટે કરવામાં આવેલી ચુકવણીને બાદ કરતા, એક નાણાકીય વર્ષની અંદર 7 લાખથી વધુના તમામ આંતરરાષ્ટ્રીય રેમિટેન્સેઝ પર 20 ટકાનો ટીસીએસ ચાર્જ લાગનાર છે.

આ પણ વાંચો: Whatsapp support Devices: 24 ઓકટોબરથી આટલા ફોનમા નહિ ચાલે વોટસઅપ, ચેક કરો તમારો ફોન આ લીસ્ટમા છે કે કેમ

ડેબીટ- ક્રેડીટ કાર્ડ નવા નિયમો

RBI એ મૂકેલા નવા પ્રસ્તાવ મુજબ હવે દરેક કસ્ટમર ને ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને પ્રીપેડ કાર્ડ્સ માટે નેટવર્ક પ્રદાતા પસંદ કરવાનો ઓપ્શન આપવામાં આવશે. જયારે આપણે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરીએ છીએ ત્યારે કાર્ડ કઇ કંપનીનુ ઇસ્યુ કરવ્યુ તે જે તે બેંક દ્વારા નક્કી કરવામા આવે છે. નેટવર્ક પ્રદાતા સામાન્ય રીતે કાર્ડ ઇસ્યુ કરનાર બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે. RBI ઇચ્છે છે કે બેંકો 1 ઓક્ટોબરથી બહુવિધ નેટવર્ક પર કાર્ડ ગ્રાહકોને ઇસ્યુ કરે. અને ગ્રાહકોને તેમનું મનપસંદ કાર્ડ નેટવર્ક પસંદ કરવાનો ઓપ્શન આપવામા આવે. ગ્રાહકો આ વિકલ્પનો ઉપયોગ કાર્ડ લેતા સમયે અથવા પછી પાણ કરી શકે છે.

ઇન્ડીયન બેંક સ્પેશીયલ એફડી

ઈન્ડિયન બેંક સ્પેશિયલ એફડીની ડેડલાઇન વધારવામા આવી છે.
ઈન્ડિયન બેંક ની વેબસાઇટ અનુસાર સરકારી ક્ષેત્રની ઈન્ડિયન બેંકે તેની પોપ્યુલર એફડી સ્કીમ ‘Ind Super 400’ અને ‘Ind Supreme 300 days’ સ્પેશિયલ એફડીને ઉચ્ચ વ્યાજદરોની સાથે મુદત વધારી છે. આ સ્કીમ્સ માટે સમયમર્યાદા 31 ઓક્ટોબર, 2023 સુધી વધારવામાં આવી છે.

એસબીઆઈ વીકેયર ડેડલાઇન

સીનિયર સિટીઝન એસબીઆઈ વીકેયર સ્કીમમાં 1 ઓક્ટોબરથી રોકાણ કરી શકાશે નહીં. આ સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. પરંતુ તે વાતની સંભાવના છે કે બેન્ક આ સમયમર્યાદા વધારે તેવી શકયતાઓ રહેલી છે.

આ પણ વાંચો: Jio Family Recharge Plan: જિયો નો બમ્પર રીચાર્જ પ્લાન, 1 રીચાર્જ મા ચાલશે 4 નંબર

IDBI અમૃત મહોત્સવ એફડી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાલ ઘણી બેંકો ઉચ્ચ વ્યાજદરો સાથે એફડી પ્લાન ઓફર કરી રહી છે. IDBI બેંક મા પણ અમૃત મહોત્સવ એફડી પ્લાન હાલ ચાલુ છે. આઈડીબીઆઈએ 375 અને 444 દિવસના સમય સાથે અમૃત મહોત્સવ એફડી નામથી એક નવી એફડી યોજના શરૂ કરી છે. આ સ્પેશિયલ એફડીમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 છે.

એલઆઈસી રિવાઇવલ કેમ્પેન

એલઆઈસીએ રીસ્ક કવર કરવા માટે સમાપ્ત થઈ ચુકેલી પોલિસીઓને ફરી એકટીવ કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. વ્યકિતગત લેપ્સ્ડ વીમા માટે વિશેષ પુનઃસજીવન ઝુંબેશ 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર, 2023 સુધી નિયત કરવામા આવી છે.

2000ની નોટ ચાલશે નહીં

ભારતીય રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટો ચલણમાથી પાછીખેંચવા આદેશ આપ્યા હતા. 1 ઓક્ટોબરથી 2000 રૂપિયાની નોટ ચલણમા માન્ય રહેશે નહીં. જો તમારી પાસે પણ રૂ. 2,000ની નોટ છે અને તેને હજુ તમે બદલી નથી, તો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાથી દરેક રીતે બદલી કરાવી લો. સાથે જ એવું માનવામાં આવે છે કે RBI 1 ઓક્ટોબરે આ બાબતે કાઇ અપડેટ જાહેર કરે તેવી શકયતા છે.

ડીમેટ એકાઉન્ટ મા નોમીનેશન ફરજીયાત

સેબીની માર્ગદર્શિકા અનુસાર જે લોકો શેરબજારમાં ટ્રેડીંગ કરે છે અને ડીમેટ એકાઉન્ટ ધરાવે છે. તેમના માટે તેમના એકાઉન્ટમા નોમિનેશન અપડેટ કરવું ફરજિયાત છે. સેબીએ આ માટે અગાઉ 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા આપી હતી અગાઉ સેબીએ આ સમયમર્યાદા એક વર્ષ લંબાવી હતી. આવી સ્થિતિમાં ફરીથી સમયમર્યાદા લંબાવવા અંગે વિચારણા કરવામાં આવે તેવી શકયતા છે. જેઓ તેમના ખાતામાં નોમિનીનું નામ અપડેટ નહીં કરે તેવા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
Rules Change 1st October
Rules Change 1st October

Leave a Comment

error: Content is protected !!