Election Result 2023: Tripura Election Result: Meghalay Election Result: Nagaland Election Result 2023: પૂર્વના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન કરવામા આવ્યુ હતુ. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ અને નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી મતદાન યોજાયુ હતુ. આ ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામો આજે જાહેર થશે.
આજે ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણી ની મતગણતરી ચાલી રહિ છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં કુલ 180 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજાઈ હતી. નોંધનીય છે કે, ત્રિપુરામાં હાલમાં ભાજપના મુખ્યમંત્રી છે, જ્યારે નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટીક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ની સરકારો છે. ત્રણેય રાજયો માટે હાલ મતગણતરીના રૂઝાન સામે આવી રહ્યા છે. જુઓ કયા રાજયમા કઇ પાર્ટી આગળ ચાલી રહિ છે.
Tripura Election Result
અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં 60 સીટો પર 81 ટકાથી વધારે મતદાન થયું હતું. ત્રિપુરાની 60 વિધાનસભા સીટો પર 16 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યા સુધી 81.1 ટકા મતદાન નોંધાયું હતું. આ વખતે કુલ 259 ઉમેદવારો ચૂંટણી લડયા હતા. છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ગિટ્ટે કિરણકુમાર દિનકારોએ જણાવ્યા મુજબ 3,337 મતદાન મથકો પર મતદાન થયું હતું. આ મતદાન મથકોમાંથી 1,100 મતદાન મથક સંવેદનશીલ અને 28ની અતિસંવેદનશીલ હ્તા.
Read Also: હોળી ૨૦૨૩ શુભ મુહુર્ત
Meghalay Election Result
મેઘાલયની 60 વિધાનસભા સીટોમાંથી 59 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. અહીં 21.6 લાખ મતદારો 369 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જે પૈકી 36 મહિલાઓ છે. અહીં 27 ફેબ્રુઆરીએ 74.32% મતદાન થયું હતું. મેઘાલયમા તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી એફ.આર ખારકોન્ગોરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 3,419 મતદાન મથકો હતા.
2023 Election Result LIVE
ત્રણેય રાજ્યોમાં ભાજપ ગઠબંધનની સરકાર બનવાની શકયતા
ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને બહુમતી મળી રહિ છે. અહીં ભાજપની સરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે મેઘાલયમાં ભાજપ 5 અને NPP 25 બેઠકો પર હાલ આગળ છે. જો મેઘાલયમાં બીજેપી અને એનપીપી ફરી એકસાથે આવે છે તો બીજેપી અહીં પણ ગઠબંધન સરકાર બનાવી શકે તેવી શકયતાઓ છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે NPP પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને સરકારથી અલગ થઈ ગયું હતું.
Election Result 2023 Live
Tripura Election Result Live | Click here |
Meghalay Election Result Live | Click here |
Nagaland Election Result Live | Click here |
ત્રિપુરા,મેઘાલય,નાગાલેન્ડ ઈલેકશન રીઝલ્ટ તારીખ કઇ છે ?
૨ માર્ચ ૨૦૨૩