નવા મેયરનુ લીસ્ટ: રાજકોટ,સુરત, ભાવનગર અને જામનગર મહાનગર પાલીકા મા નવા મેયરની વરણી; કોણ બન્યા નવા મેયર

નવા મેયરનુ લીસ્ટ: રાજકોટ નવા મેયર: સુરત નવા મેયર: ભાવનગર નવા મેયર: જામનગર નવા મેયર: Rajot Mayor Name: surat Mayor Name: Jamnagar Mayor Name: Bhavnagar Mayor Name:

નવા મેયરનુ લીસ્ટ

રાજ્યમા આવેલી 6 મહાનગરપાલિકા અને 78 નગરપાલિકા ઉપરાંત 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતના અઢી વર્ષ પૂર્ણ થતા આવતા અઢી વર્ષ માટે નવા સુકાનીઓની પસંદગી આજે કરવામા આવી હતી. જે અંતર્ગત આજે સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલીકા ઓના નવા મેયર ના નામની આજે જાહેરાત થઇ છે. સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની વરણી કરવામા આવી છે. . જ્યારે રાજકોટના નવા મેયર તરીકે નયના પેઢડિયાનું નામ જાહેર થયુ છે. નોંધનીય છે કે, સોમવારે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલીકા ના નવા મેયર ના નામ જાહેર કરવામા આવ્યા છે.

  • ભાવનગર ના નવા મેયર બન્યા શ્રી ભરત બારડ
  • જામનગર ના નવા મેયર બન્યા શ્રી વિનોદ ખીમસુરીયા
  • સુરતના નવા મેયર બન્યા શ્રી દક્ષેશ માવાણી
  • રાજકોટ ના નવા મેયર બન્યા શ્રી નયના પેઢળીયા

આ પણ વાંચો: Saving Interest Rate: બચત કરવા માંગતા હોય તો કરો આ 10 સરકારી યોજનામા રોકાણ, મળશે વધુ વળતર

રાજકોટ ના નવા મેયર અને ડેપ્યુટી મેયર

રાજકોટ મહાનગર પાલીકાના નવા મેયર તરીકે નયના પેઢડિયાની વરણી કરવામા આવી છે. આ સાથે નરેન્દ્રસિંહ જાડેજાને રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે પસંદ કરવામા આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમિન ઠાકરનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રાજકોટના નવા મેયરની વરણી પહેલા પ્રદીપ ડવ તમામ કોર્પોરેટરો ને મળ્યા હતા અને હાથ જોડીને તમામનો આભાર પણ વ્યકત કર્યો હતો. જે દરમિયાન મહિલા કોર્પોરેટરોની આંખોમાં લાગણીસભર આંસુ પણ જોવા મળ્યા હતા.

ભાવનગર ના નવા મેયર અને ડેપ્યુટી મેયર

ભાવનગર મહાનગર પાલીકાના નવા મેયર તરીકે ભરત બારડની પસંદગી કરવામાં આવી છે. તો ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખ નુ નામ પર નક્કી કરવામા આવ્યુ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડીયાના નામની જાહેરાત કરવામા આવી છે. . અહીં શાસક પક્ષ નેતા તરીકે કિશોર ગુરુમુખણીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. અને દંડક તરીકે ઉષાબેન બધેકાની નીમણૂક કરવામા આવી છે.

આ પણ વાંચો: Pushpa 2 Release date: 500 કરોડમાં બનેલી અલ્લુ અર્જુનની પુષ્પા 2, રીલીઝ તારીખ થઈ જાહેર; આ તારીખે આવશે થિયેટરોમાં.

જામનગર ના નવા મેયર અને ડેપ્યુટી મેયર

જામનગર મહાનગર પાલીકાના મેયરના પદ માટે વિનોદ ખીમસુરીયાની વરણી કરવામા આવી છે. તો ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત પણ થયેલ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોષીના નામ પર મહોર લગાવવામા આવી છે.

અમદાવાદ ના નવા મેયર અને ડેપ્યુટી મેયર

રાજ્યની 6 મહાનગરપાલિકા અને 78 પાલિકા ઉપરાંત 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતના અઢી વર્ષ માટે નવા સુકાનીઓની પસંદગી કરવામા આવી હતી. જે બાદ પ્રદેશ પાર્લામેન્ટરીમાં પસંદગીને આખરી ઓપ આપવામા આવ્યો હતો. ત્યારે સોમવારે અમદાવાદ અને વડોદરા મહાનગર પાલીકાને પણ નવા મેયર મળ્યા છે. રાજ્યની સૌથી મોટી અને 9500 કરોડ નુ બજેટ ધરાવતી અમદાવાદ મહાનગર્પાલીકાનાં મેયર તરીકે પ્રતિભા જૈનની વરણી કરવામા આવી છે. આ સાથે વડોદરાનાં મહિલા મેયર તરીકે પિન્કી સોનીની વરણી કરવામાં આવી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
નવા મેયરનુ લીસ્ટ
નવા મેયર

Leave a Comment

error: Content is protected !!