પીળા દાંત સફેદ કરવા માટે: આપણા દાંત ઘણા અલગ-અલગ કારણોથી પીળા પડતા હોય છે. જો તમારા દાંત પણ વધારે પડતાં પીળા થઇ ગયા હોય અને તમે તેને ચમકાવવા માંગતા હોય આપણે એવા ઘરગથ્થુ સરળ નુસ્ખા જાણીશુ જેનાથી તને તમારા પીળા પડી ગયેલા દાંત ટયુબલાઇટ ની જેમ ચમકાવી શકો છો. ઘણી વખત દાંતની યોગ્ય રીતે સફાઇ ન થવાથી, દાંતને પીળા કરતી વસ્તુઓ ખાવાથી અને દાંતમાં સડો થવાથી પણ દાંત પીળા (Yellow Teeth) થઇ જતા હોય છે. દાંતની પીળાશ દૂર થાય તેના માટે દાંતને ખાસ સવાર-સાંજ બ્રશ કરવું તો જરૂરી છે જ, સાથે જ આ ઘરગથ્થુ નુસખા પણ અનુસરી જુઓ ચોક્ક્સ ફાયદો થશે.
પીળા દાંત સફેદ કરવા માટે
ઘણા એવા ઘરેલુ નુસ્ખા હોય છે જે પીળા પડી ગયેલા દાંતને સફેદ કરવા માટે કારગત નીવડે છે.
કેળાની છાલ: પીળા દાંતને સફેદ કરવા માટે કેળાની છાલ પણ એક સારો ઉપાય છે. કેળાની છાલમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ અને પોટેશિયમ જેવા મિનરલ્સ રહેલા હોય છે. કેળાની છાલના અંદરના ભાગને લઇને દાંત પર થોડીવાર ઘસો અને થોડીવાર પછી મોઢુ ધોઇને સાફ કરી લો. સવાર અને સાંજ કેળાની છાલ નો આ નુસ્ખો કરવાથી દાંતની પીળાશ ગાયબ થઇ જશે.
બેકિંગ સોડા: પીળા દાંત ને ચમકાવવા માટે બેકિંગ સોડા પન એક સારો ઉપાય છે. બેકિંગ સોડા દાંત પર પડી ગયેલા ડાઘ દૂર કરે છે. આ નુસ્ખો કરવા માટે એક બાઉલમાં બેકિંગ સોડા (Baking Soda) કાઢીને તેમાં થોડુ પાણી ઉમેરો અને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને બ્રશ પર લો અને તેને તમારા દાંત પર થોડીવાર ઘસો અને પછી મોં બરાબર સાફ કરી લો. તેની અસર દાંતની પીળાશ દૂર કરવામાં જોવા મળશે.
આ પણ વાંચો: આજના સોના ના ભાવ: સોનાના ભાવમા ધરખમ ફેરફાર, જાણો આજનો તમારા શહેરનો સોનાનો લેટેસ્ટ ભાવ
લીમડો અને બાવળ; આપણે ત્યા દાંત સાફ કરવા માટે લીમડો અને બાવળનુ દાતન કરવાનો ઉપાય ખૂબ જ જુનો છે અને તે કારગર પન નીવડે છે. લીમડો અને બાવળ ના દાંતણનો ઉપયોગ દાંતની ગંદકી દૂર કરવા અને તેને સફેદ બનાવવા માટે કરવામા આવે છે. લીમડો અને બાવળના દાતણ દાંત માટે ખૂબ સારી વસ્તુ છે. લીમડો અને બાવળના દાંત વડે દબાવવાથી તેમના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિમાઈક્રોબાયલ ગુણ દાંતને મળી રહે છે. લીમડો અને બાવળ ના દાતણ થી માત્ર દાંત જ નહીં પણ પેઢાને પણ ફાયદો થાય છે.
સ્ટ્રોબેરી અને બેકિંગ સોડા : સ્ટ્રોબેરી અને બેકિંગ સોડા નો પ્રયોગ પન પીળા પડી ગયેલા દાંત માટે અકસીર ઇલાજ છે. આ બન્ને ને એકસાથે મિક્સ કરીને દાંત પર ઘસવાથી દાંતના પીળા ડાઘ દૂર થાય છે. સ્ટ્રોબેરીમાં મેલિક એસિડ નામનુ તત્વ હોય છે જે દાંતના ડાઘ દૂર કરવાનું કામ કરે છે. આ પ્રયોગ કરવા માટે એક સ્ટ્રોબેરીને ક્રશ કરો અને તેને એક ચમચી બેકિંગ સોડામાં ઉમેરો, આ પેસ્ટને દાંત પર ઘસો, થોડીવાર રાખો અને પછી ધોઈ લો. દાંત ચમકશે.
- પીળા દાંત સફેદ કરવા માટે મીઠા ના પાણીના કોગળા પર કારગર ઉપાય છે.
- ઓઇલ પુલીંગ ની મદદથી પણ પીળા દાંત ચમકાવી શકાય છે. જે દાંતની અંદરની ગંદકી સાફ કરવા માટે ઉપયોગી છે.
- નાળીયેર તેલનો ઉપયોગ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે.
- લીંબુ અને નારંગીની છાલ પણ દાંતની પીળાશ દૂર કરવા માટે ઉપયોગી છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
