માવઠુ આગાહિ: કમોસમી વરસાદ આગાહિ: અંબાલાલ ની આગાહિ: રાજયમા થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદ ને લીધે ખેડૂતોને ખેતીમા ઘણી નુકશાની થઇ હતી. ખેડૂતોને તૈયાર થયેલો પાક નાશ પામ્યો હતો. એવામા વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને લીધે રાજયમા ફરી એક વખત કમોસમી વરસાદ માવઠુ થવાની આગાહિ આપવામા આવી છે.
માવઠુ આગાહિ
- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી
- મિચોંગ વાવાઝોડા ને લીધે દેશના ઘણા ભગોમા પડશે વરસાદ
- વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર થશે
- અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં પડશે વરસાદ
- 7 ડિસેમ્બરથી વધશે ઠંડીનુ જોર , ગુજરાતમાં પણ પડશે કડકડતી ઠંડી
- 13 થી 18ની ડિસેમ્બર ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા
હાલ બંગાળની ખાડીમાં મિચૌંગ વાવાઝોડુ સક્રિય બન્યુ છે. જેના કારણે ગુજરાતમા સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. રાજ્યમાં ઘણા જિલ્લાઓમા વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તેમજ તાપમાન મા પણ બેથી ત્રણ ડિગ્રી નો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના કારણે લોકોને ઠંડીનો અહેસાસ થશે. સાથે આગામી 24 કલાક દરમિયાન સુરત, ભરૂચ, તાપી, નર્મદામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વાવાઝોડાની કેટલી અસર થશે, કયા કમોસમી વરસાદ થશે અને કયારે કડકડતી ઠંડી ક્યારે પડશે તે અંગે આગાહી કરી છે.
અંબાલાલ ની આગાહિ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી મચાવશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં ઘણો બદલાવ આવશે. આ સાથે અમુક જિલ્લાઓના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: વાવાઝોડુ મિચોંગ: આવી રહ્યુ છે વાવાઝોડુ મિચોંગ, ભારે વરસાદ સાથે આ રાજયોમા આપવામા આવી ચેતવણી
આ સાથે તેમણે આગાહિ કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવવાની સંભાવના છે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળી શકે છે. ગુજરાતમા હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધતુ જશે અને ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી વર્તાશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય વરસાદી સિસ્ટમ સર્જાશે.
આ સાથે અંબાલાલ પટેલે આગાહિ કરતા એમ પણ જણાવ્યુ છે કે, અરબ સાગરના ભેજના કારણે 11 થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ સર્જાશે. ગુજરાતમાં 12 થી 14 ડિસેમ્બરના ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે.
ઉતર ભારતમાં ભારે હિમ વર્ષા થવાની શકયતા છે જેને લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે. તેના કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને અસર કરશે. પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે. જેના કારણે મિચૌંગ વાવાઝોડા બાદ પણ અન્ય ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે. 7 ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાશે આ સાથે ગુજરાતમાં 22 થી 23 ડિસેમ્બરના કડકડતી ઠંડી પડવાની આગાહિ કરવામા આવી છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
