World cup final 2023: વર્લ્ડ કપ ફાઇનલ: ક્રિકેટ મહાકુંભ વન ડે વર્લ્ડ કપ હવે પુરો થવાને આરે છે. અને છેલ્લી મેચ ફાઇનલ રમાવાની બાકી છે. વર્લ્ડ કપ ફાઇનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાશે. આ હાઇ પ્રોફાઇલ મુકાબલા ને લઇ કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોમા ખૂબ જ આતુરતા જોવા મળી રહી છે. ત્યારે ભારત ઓસ્ટ્રેલીયા જેવી ખતરનાક ટીમ ને હરાવી 2003 ના વર્લ્ડ કપ ફાઇનલનો હિસાબ પુરો કરશે તેવી કરોદો ભારતીય ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.
World cup final 2023
વર્લ્ડ કપ જેવા મહામુકાબલા મા આમ પણ ફાઇનલ જેવી હાઇ પ્રોફાઇલ મેચનુ ખૂબ જ મહત્વ રહેલુ હોય છે. એમા પણ ભારતીય ટીમ ફાઇનલમ પ્રવેશી હોય અને ઘરઆંગણે અમદાવાદમા ફાઇનલ રમાતી હોય એટલે મહત્વ ખૂબ વધી જાય છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ફાઇનલ મેચ રમાનાર છે. આ ફાઇનલ ને લઇ ક્રિકેટ ચાહકોમા ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્લ્ડ કપ મા જ્બરજસ્ત પરફોર્મન્સ દર્શાવી રહેલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા ને હરાવી 2003 ના વર્લ્ડ કપ ફાઇનલનો હિસાબ ચૂકતે કરશે તેવી ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.
વર્લ્ડ કપ ફાઇનલમા ભારતનુ પ્રદર્શન
ભારતીય ટીમ અત્યાર સુધીમા વર્લ્ડ કપ ઇતિહાસ મા 3 વખત ફાઇનલ મા પહોંચ્યુ છે. જેમા 2 વખત વર્લ્ડ કપ જીતવામા સફળ રહ્યુ છે. જયારે 1 વખત ઓસ્ટ્રેલીયા સામે હારનો સામનો કરવો પડયો હતો.
- 1983 વર્લ્ડ કપ: કપીલ દેવની કેપ્ટનશીપમા ભારતીય ટીમ પ્રથમ વખત 1983 મા વર્લ્ડ કપ ફાઇનલમા પ્રવેશી હતી. ત્યારે મજબુત ગણાતી વેસ્ટ ઇન્ડીઝ ની ટીમને 43 રનથી હરાવ્યુ હતુ.
- 2003 વર્લ્ડ કપ: ભારતીય ટીમ 2003 મા બીજી વખત સૌરવ ગાંગુલી ની આગેવાની મા વર્લ્ડ કપ ફાઇનલમા પહોંચ્યુ હતુ. જેમા ભારતની ટક્કર ખૂબ જ મજબુત ગણાતી ઓસ્ટ્રેલીયા સામે થઇ હતી. જેમા ભારતીય ટીમનો 125 રનથી પરાજય થયો હતો.
- 2011 વર્લ્ડ કપ: ભારતીય ટીમ 2011 મા મહેન્દ્રસિંહ ધોની ની આગેવાની મા ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમા પહોંચી હતી. આ મેચ ભારતીય ટીમે શ્રીલંકા સામે 6 વિકેટથી જીતી લીધી હતી. ભારતીય ટીમે જીતેલો આ બીજો વર્લ્ડ કપ હતો.
- 2023 વર્લ્ડ કપ: ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની મા ચોથી વખત ફાઇનલમા પહોંચવામા સફળ રહી છે. ચાલુ વર્લ્ડ કપમા ભારતીય ટીમનુ પ્રદર્શન અદભુત રહ્યુ છે. અત્યાર સુધી તમામ 10 મેચ એકતરફી રીતે જીતી લીધી છે. ત્યારે રવિવારે ઓસ્ટ્રેલીયા સામે ટક્કર થનાર છે. ઓસ્ટ્રેલીયા પણ હાલ સારા ફોર્મ મા હોઇ રવિવારે ફાઇનલમા કાંટે કી ટક્કર બની રહેશે.
વર્લ્ડ કપ ફાઇનલમા ઓસ્ટ્રેલીયાનુ પ્રદર્શન
સૌથી વધુ વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલીયા ના નામે છે. ઓસ્ટ્રેલીયા અત્યાર સુધીમા કુલ 7 વખત ફાઇનલમા પહોંચ્યુ છે. જેમાથી 5 વખત વર્લ્ડ કપ જીતવામા સફળ રહ્યુ છે.
- 1975 વર્લ્ડ કપ; ઓસ્ટ્રેલીયા પ્રથમ વર્લ્ડ કપ 1975 મા વેસ્ટ ઇન્ડીઝ સામે 17 રનથી હાર થઇ હતી.
- 1987 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની ઇંગ્લેન્ડ સામે 7 રનથી જીત થઇ હતી.
- 1996 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની શ્રીલંકા સામે 7 વિકેટથી હાર થઇ હતી.
- 1999 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની પાકિસ્તાન સામે 8 વેક્ટથી જીત થઇ હતી.
- 2003 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની ભારત સામે 125 રનથી જીત થઇ હતી.
- 2007 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની શ્રીલંકા સામે 53 રનથી જીત થઇ હતી.
- 2015 વર્લ્ડ કપ: આ વર્લ્ડ કપ મા ઓસ્ટ્રેલીયા ની ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટથી જીત થઇ હતી.
ઓસ્ટ્રેલીયા વર્લ્ડ કપ ફાઇનલ જેવી હાઇ વોલ્ટેજ મેચમા જીતવા માટે ખૂબ જ અનુભવી છે. પરંતુ આ વખતે ઓસ્ટ્રેલીયા ને ટક્કર આપવા સજ્જ છે રોહિત સેના. જેણે વર્લ્ડ કપની 10 માથી એક પણ મેચ હારી નથી. અને વિરોધી ટીમ ને કરોકટી તો ઠીક પરંતુ આજુબાજુ પણ ફરકવા દિધી નથી.
ત્યારે રવિવારે અમદાવાદમા રમાનારી ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ બની રહેશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
