TAT-HS Result: TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારુ રિઝલ્ટ

TAT-HS Result: ટાટ હાયર સેકન્ડરી રિઝલ્ટ: sebexam.org: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી ક્સોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT-IS) મેઈન્સનું પરિણામ 30 નવેમ્બર સુધીમાં જાહેર કરવાનું આયોજન કરાયું છે. TAT-HS મેઈન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 44 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા જ્ઞાન પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ સહાયકની ભરતી માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. આજે TAT-HS Result રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://sebexam.org પર જાહેર કરવામા આવ્યુ છે.

TAT-HS Result

રાજ્યમાં આવેલી સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા ૫૨ જ્યાં સુધી કાયમી ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હતો. જોકે, તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના રદ કરી તેના સ્થાને જ્ઞાન સહાયકની નિમણુંક કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્ઞાન સહાયકની નિમણુંક માટે દ્વીસ્તરીય પરીક્ષાના આધારે પસંદગી કરવાનું નકકી કરાયું હતું અને તેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડને પરીક્ષા લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક માટે પરીક્ષાનું આયોજન કરી પરિણામ જાહેર કર્યું હતું. જેના આધારે જ્ઞાન સહાયકની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

TAT-HS Result
TAT-HS Result

દરમિયાન, ધોરણ-11 અને 12માં પણ જ્ઞાન સહાયક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વીસ્તરીય પરીક્ષા લેવામાં આવી છે. આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મેઈન્સની પરીક્ષા લેવામાં આવીછે, પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી થઈ નથી. ધો.11 અને 12ના શિક્ષક માટેની અભિરૂચી કસોટીની પ્રિલિમ પરીક્ષા ગુજરાતી માધ્યમની 6 ઓગસ્ટના રોજ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમની 13 ઓગસ્ટના રોજ લેવામાં આવી હતી.

આ બંને પરીક્ષામાં કુલ 103867 ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલીમ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોને મેઈન્સ પસંદ કરવામાં આવ્યાં હતા. મેઈન્સ માટે માટે સમગ્ર રાજ્યના 43933 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી. પરીક્ષા પુર્ણ થયા બાદ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

TAT પરીક્ષાનુ રીઝલ્ટ આજે જાહેર કરવામા આવ્યુ છે. જે ઉમેદવારો રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પરથી જોઇ શકે છે.

How to Check TAT-HS Result

TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ રીઝલ્ટ ઓનલાઇન જોવા માટે નીચે ના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://sebexam.org ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા Print Result ઓપ્શન પર કલીક કરો.
  • જેમા આપેલા વિવિધ રીઝલ્ટ પૈકીTAT (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષા ઓપ્શન સીલેકટ કરો
  • તેમા તમારો પરીક્સાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી સબમીટ આપતા રીઝલ્ટ ખૂલી જશે.

અગત્યની લીંક

TAT RESULT LINKઅહિં ક્લીક કરો
TAT હાયર સેક્ન્ડરી રીઝલ્ટ એનાલીસીસઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

TAT-HS Result જોવા માટેની વેબસાઇટ કઇ છે ?

http://sebexam.org/Form/printResult

Leave a Comment

error: Content is protected !!