ચંદ્ર પર જમીન: ચંદ્ર પર જમીન ખરીદી શકાય ? શું ભાવ હોય ચંદ્ર પર જમીન ના ? ચંદ્ર પર જમીન ખરીદવી લીગલી છે ?

ચંદ્ર પર જમીન: હાલ ચંદ્ર યાન નુ સફળ લેન્ડીંગ થતા ચંદ્ર પર જમીન ખરીદવી એ ખૂબ જ ટ્રેંડીંગ ટોપીક બની ગયો છે. અપેક્ષા મુજબ ચંદ્રયાન-3 નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) એ ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડ થયા બાદ વિશ્વના ફલક પર ઇતિહાસ રચી દીધો છે. ત્યારથી ચારેય બાજુથી ઇસરોને અભિનંદન આપવામા આવી રહ્યા છે. ચંદ્ર પર ભારતનો ઝંડો લહેરાયા બાદ ફરી એક વખત ચંદ્ર પર લોકો જમીન ખરીદી કરવા પડાપડી કરી રહ્યા છે. માયાભાઈ આહિરે ચંદ્ર પર જમીન ખરીદી હોવાનુ સામે આવ્યુ છે, જેની માહિતી તેમના દ્વારા ફેસબુક પર શેર કરીને આપવામાં આવી છે. તેમણે અમેરિકા સ્થિત સંસ્થામાં જમીન ખરીદીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન અંગેના ડોક્યુમેન્ટ પણ તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

ચંદ્ર પર જમીન

રાજકોટમાં એક યુવકે તેની પત્નીને ગિફ્ટ કરી હતી જમીન.
તાજેતરમાં જ રાજકોટના એક યુવકે તેની પત્નીને બર્થ ડે પર ચંદ્ર પર જમીન ગિફ્ટ કરી હોવાનુ સામે આવ્યુ હતુ. અને એ પહેલા સુરતમાં એક મામાએ પણ તેની એની ભાણીને ચંદ્ર પર 1 એકર જમીન ખરીદીને ગિફ્ટ કરી હતી, આ બધુ જોઈને આપણને મનમાં એવા ઘણા સવાલો થતા હશે કે, આ ચંદ્ર પર જમીન ખરેખર કોણ વેચતું હશે? શું આપણે ચંદ્ર પર જમીન ખરીદી શકીએ? શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદવી લીગલ છે? અને ચંદ્ર પર જમીનનો ભાવ શું હશે? ત્યારે આજે આપણે આ પોસ્ટમા આપણે ચંદ્ર પર જમીન ખરીદવા બાબતની માહિતી મેળવીશુ.

આ અંગે કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું હતુ છે કે પૃથ્વી સિવાયના કોઈપણ ગ્રહ પર કોઇની પણ માલિકી હોઈ શકે નહીં. તો જો તમે કોઈ વેબસાઇટ કે સંસ્થા પાસેથી જમીન ખરીદો છો તો એ માત્ર અને માત્ર ગિફ્ટ આપવા માટે અને કોઈને કહેવા માટે કદાચ સારું લાગશે પણ ચંદ્ર પર જમીન ખરીદીના બદલામાં તમને આપવામાં આવતા કાગળિયા એક પસ્તીથી વધારે બીજું કઈ નથી.

ડેનિશ હોપ પોતાને ગણાવે છે ચંદ્રના માલિક

ઈન્ટરનેટ પર સર્ચ કરતા તમને ઘણી બધી એવી વેબસાઈટો મળી જશે કે જે દાવો કરી રહી છે કે તે ચંદ્ર પર જમીન વેચે છે અને આ જમીનના 1 એકરનો ભાવ 2800 રૂપિયા જેટલો જ છે અને વધુમાં વધુ ભાવ 50,000 રૂપિયા સુધીનો છે. આવી વેબસાઈટો પર જ્યારે તમે જમીન ખરીદી કરો છો અને એના બદલામાં તમને વેબસાઇટ તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવતુ હોય છે. આવા જ એક ભાઈ છે જે ચંદ્ર પર જમીન વેચી રહ્યા છે જેનું નામ ડેનિશ હોપ (Dennis Hope) છે અને તે પોતાની જાતને ચંદ્રના માલિક ગણાવી રહ્યા છે અને માત્ર ચંદ્ર જ નહીં એ તો બ્રહ્માંડના બીજા 8 ગ્રહોનો માલિક હોવાનો દાવો કરી રહ્યો છે.

ડેનિશ હોપએ ચંદ્ર પર જમીન વેચવાનું શરૂ કરી દીધું છે.
સયુંકત રાષ્ટ્ર દ્વારા આ જે સંધિ થઈ તેમાં તમામ દેશની સરકાર અંગે સ્પષ્ટ લખેલું છે પણ એવું કયાંય નહીં લખેલ જોવ અમળતુ નથી કે કે કોઈ વ્યક્તિ બીજા ગ્રહ પર માલિક ન બની શકે અને આ જ લૂપહૉલનો ફાયદો ડેનિશ હોપે ભરપૂર ઉઠાવી રહ્યો છે અને માત્ર ચંદ્ર પર જ નહીં 8 ગ્રહ પર માલિકીનો દાવો કરતાં દસ્તાવેજ પણ અત્યાર સુધીમા બનાવી દિધા છે અને અમેરિકાની સ્થાનિક કચેરીમાં તેને આ દસ્તાવેજ રજૂ કરી દીધા હતા અને માત્ર એટલું જ નહીં તેને સયુંક્ત રાષ્ટ્રમાં પણ અરજી મોકલેલ છે. જોકે, સયુંક્ત રાષ્ટ્રએ એને ક્યારેય કોઈ જવાબ ન આપેલ નથી. પણ ડેનિશ હોપ સ્માર્ટ હતો, તેણે સયુંક્ત રાષ્ટ્રના કોઈ ન આપેલા જવાબ એટલે કે ઇગ્નોરન્સને જ પોતાના દાવાની સ્વીકૃતિ સમજી લીધી અને પછી શું તેને ચંદ્ર પર જમીન વેચવાનું શરૂ કરી દીધું.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ચંદ્ર પર જમીન
ચંદ્ર પર જમીન

2 thoughts on “ચંદ્ર પર જમીન: ચંદ્ર પર જમીન ખરીદી શકાય ? શું ભાવ હોય ચંદ્ર પર જમીન ના ? ચંદ્ર પર જમીન ખરીદવી લીગલી છે ?”

Leave a Comment

error: Content is protected !!