Kinjal Dave Engage: ચાર ચાર બંગડી વાળી ગાડી… ગીતથી દેશ વિદેશ મા ખૂબ જ ફેમસ થનાર લોકગાયીકા કિંજલ દવેની સગાઇ થોડા દિવસ અગાઉ તૂટવાના સમાચાર વાયુવેગે બધામા ફેલાયા હતા. ત્યારે સગાઇ તૂટયા બાદ કિંજલ દવે એ તેના સોશીયલ મિડીયા એકાઉન્ટ મા પ્રથમ પોસ્ટ શેર કરી હતી. ચાલો જાણીએ આ પોસ્ટમા તેણે શું લખ્યુ છે ?
Kinjal Dave Engage
ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવેને દેશ વિદેશ મા ખૂબ જ લોકચાહના ધરાવે છે. ગુજરાતની ગલીઓ અને લગ્નો તથા વાર તહેવારે માં કિંજલ દવેના ગીતો પર લોકો મન મૂકીને ડાન્સ થાય છે. ત્યારે કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચારે તેના ચાહકોને વિચારમાં મૂક્યા હતા. હાલ ચારેતરફ કિંજલ ના ચાહકવર્ગમા ગુજરાતી ગાયિકાની સગાઈ તૂટવાના જ સમાચાર ચર્ચાઈ રહ્યાં છે. જોકે, કિંજલ દવેએ અત્યાર સુધી સગાઈ તૂટવાના મામલે કોઈ ઓફીસીયલ સ્પષ્ટતા કરી નથી. પરંતું પાંચ વર્ષની સગાઈમાં મંગેતર પવન જોશી સાથેના તમામ ફોટો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી રીમુવ કરી દીધા છે. જે બતાવે છે કે કિંજલ દવેની સગાઈ તૂટી છે. ત્યારે કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પહેલી પોસ્ટ કરી છે.
સગાઇ તૂટવાનુ કારણ
ગુજરાતની જાણીતી ગરબા ક્વિન કિંજર દવેના ચાહકોની સંખ્યા ખૂબ જ્ છે. દેખાવમાં રુપાળી દેખાતી એવી કિંજલ દવે નો અવાજ પણ એટલો જ સુરીલો છે. ત્યારે ગુજરાતી ગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા છે. પાંચ વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચાર સોશીયલ મિડીયામા વાયુવેગે ફેલાયા છે.
શું છે સાટા પદ્ધતિ ?
હજુ પણ આપણા ઘણા ગામડાઓમા સાટા પદ્ધતિથી સંબંધ નક્કિ કરવામા આવે છે. એ જ રીતે સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની પણ પવન જોશી અને તેને બહેન સાથે સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. ત્યારે પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સગાઈ તૂટયા બાદ પહેલી પોસ્ટ
સગાઈ તૂટ્યા બાદથી ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું છે, પરંતું હાલ ફેસબુક પર શેર કરેલી તેમની પહેલી પોસ્ટ તેમના તૂટેલા દિલના હાલ બયાં કરે છે.

સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલી પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ હીચકા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં કિંજલ દવે કેપ્શનમાં લખ્યું છે કે,
Wherever life plants you ,
bloom with Grace![]()
Good morning ![]()
“જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર”.
કિંજલ દવે જેના સૂરીલા અવાજથી તેઓ લોકગાયક ના ક્ષેત્રમા ઘણુ મોટુ નામ છે. તેના ચાહકો પણ માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ પરદેશ મા છે. તેવામા તેની સગાઇ તૂટવાથી તેઓ આજકાલ ખૂબ જ ચર્ચામા છે. કિંજલ દવે ચાર ચાર બંગડી વાળી ગાડી, અમે ગુજરાતી લહેરી લાલા જેવા ખૂબ જ સફળ ગુજરાતી ગીતો ગાઇ ચૂક્યા છે.
| Home page | Click here |
| Follow us on Google News | Click here |
